________________
૬૮
ધર્મબીજ ગ્લાન માણસ કોઈ અપથ્ય વસ્તુ માગે ત્યારે તેને તે આપી દેવાની અભિલાષા તે મોહ છે. અને તેમાંથી જન્મેલી કરુણા તે મોહજન્ય લૌકિક કરુણા છે. ભૂખ્યાને જોઈને અન્ન આપવું વગેરે દુઃખિતદર્શનજન્ય લૌકિક કરુણા છે. આ બીજા પ્રકારની કરુણા માર્ગાનુસારી આદિ જીવોને હોય છે.
. લોકોત્તર કરુણાઃ સર્વ દુઃખોનું મૂળ કારણ કર્મ છે, તે કર્મનો નાશ કરવાનાં સાધનો બતાવવાં, આપવાં તે લોકોત્તરકણા છે. આ કરુણા સમ્યગ્દષ્ટિ વગેરે જીવોને હોય છે. ધર્મદેશના, તીર્થપ્રવર્તન વગેરે લોકોત્તર કરુણાનાં કાર્યરૂપ દૃષ્ટાન્તો છે. સંવેગ એટલે મોક્ષાભિલાષ. તેમાંથી ઉત્પન્ન થાય તે સંવેગજન્ય લોકોત્તર કરુણા છે. આ સંવેગજન્ય લોકોત્તર કરુણા અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરત અને પ્રમત્તયતિને હોય છે.'
સ્વાભાવિક કરુણા એટલે સહજ કરુણા. આ કરુણા સર્વ જીવો પર અનુગ્રહ કરવામાં પરાયણ એવા અપ્રમત્તાદિ મહામુનિઓને જ હોય છે. જેમ કુંભારનો ચાક શરૂઆતમાં દંડના યોગથી અને પછી દંડ વિના પણ પોતાની મેળે જ ભમે છે, તેમ સંવેગજન્ય કરુણા પુનઃ પુનઃ અભ્યાસ વડે સ્વાભાવિક (સહજ) કરુણાની પ્રાપ્તિ થાય છે, તાત્પર્ય એ છે કે મહામુનિઓનો સ્વભાવ જ કરુણામય બની જાય છે.
૭. સ્વાત્મ અને પરાત્મવિષયક કરુણા : ભવિષ્યમાં પોતાના આત્મા પર દુઃખ ન આવે તેવા ધાર્મિક ઉપાયોની વિચારણા અને તે ઉપાયોમાં ૧. સત્પરુષોએ દર્શાવેલા જીવનમાર્ગનું અનુસરણ કરી રહેલા જીવો માર્ગાનુસારી’ કહેવાય છે.
તેના શાસ્ત્રપ્રસિદ્ધ ૩૫ ગુણોમાં “દયાળુ થવું એ પણ એક ગુણ છે. ૨. શ્રી તીર્થંકરાદિ દ્વારા અપાતો ધર્મનો ઉપદેશ. ૩. શ્રી તીર્થકર ભગવંતો દ્વારા થતી ગણધરોની, દ્વાદશાંગીની કે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા
રૂપી ચતુર્વિધ ધર્મતીર્થની સ્થાપના. ૪. અવિરતસમ્યગ્દષ્ટિને ધર્મશ્રદ્ધા છતાં વિરતિ (સંયમ) ન હોય. દેશવિરતને આંશિક સંયમ
હોય, પ્રમત્તયતિને પૂર્ણ સંયમ હોય પણ તે વચ્ચે પ્રમાદથી દૂષિત હોય. જૈન શાસ્ત્રોની દૃષ્ટિએ ક્રમશઃ આ ચોથું, પાંચમુ અને છઠું ગુણસ્થાનક કહેવાય છે, વિશેષ માટે જુઓ
ગુણસ્થાનકમારોહ ગ્રંથ. ૫. અપ્રમત્તમામુનિ = પ્રમાદરહિત શુદ્ધસંયમી.