________________
૪૦
ધર્મબીજ કાયિક અને વાચિક યોગોથી અભિવ્યક્ત થાય છે. કોઈ મહાપુરુષને જોઈને
જ્યારે આપણું શરીર રોમાંચ ધારણ કરે, આંખોમાંથી હર્ષનાં અશ્રુઓ વહે કાન તેમનાં વચન સાંભળવા માટે આતુર બની જાય, તેમના ગુણગાન કરવા જીભ તત્પર બને અને બોલતાં કંઠ ભરાઈ જાય ત્યારે સમજવું કે તે ઉત્કૃષ્ટ પ્રમોદ છે.
. “નયસાર'નો પ્રમોદઃ “નયસારના જીવનમાં આપણને ઉત્કૃષ્ટ પ્રમોદનાં દર્શન થાય છે. અટવીમાં નિગ્રંથ સાધુ મહાત્માઓને જોતાં જ તેનું હૃદયકમળ વિકસ્વર બને છે અને આશ્ચર્ય સાથે સાધુ મહાત્માઓ અહીં ક્યાંથી? એવો વિચાર તેને આવે છે. પછી પ્રશ્ન પૂછતાં તે જાણે છે. તેઓ સાર્થમાંથી છૂટા પડવાને લીધે અહીં આવી ચડ્યા છે, ત્યારે અટવીમાં આવા મહાત્માઓ મારા અતિથિ બને, એ મારું પુણ્ય કેવું ! આવા શુભ વિચારમાં ચડતો તે જ્યારે સાધુ મહાત્માઓને વન્દન કરી નિર્દોષ આહાર વહોરાવે છે ત્યારે તેનાં નેત્રો આનંદાશ્રુથી છલકાઈ જાય છે, રોમાંચ ખડાં થાય છે, તેમનાં પ્રત્યે બહુમાનથી હૃદય ભરાઈ જાય છે અને સહસા વિનયયુક્ત મધુર વચનો તેના મુખમાંથી નીકળે છે. પછી તો એ નિગ્રંથ મહાત્માઓના મુખે ધર્મદેશના સાંભળતાં તેનું હૃદય અપૂર્વ અને લોકોત્તર આનંદને અનુભવે છે. આમ ઉત્તરોત્તર વધતા પ્રમોદને લીધે તેને સમકિતની પ્રાપ્તિ થાય છે.
૭. જીર્ણશ્રેષ્ઠીનો પ્રમોદઃ જીર્ણશ્રેષ્ઠીએ પણ પોતાનો અભ્યદય પ્રબળ પ્રમોદભાવનાથી સાધ્યો હતો. નગરની બહાર આવેલા રમણીય ઉદ્યાનમાં જ્યારે શ્રી મહાવીર પ્રભુને ધ્યાનસ્થ અવસ્થામાં જોયા, ત્યારે તેના મનમાં પ્રમોદ ભાવનાનો ઉછાળો આવ્યો અને ‘આ મહાત્મા મારે ત્યાં પારણું કરે', એવી સુંદર ભાવનાથી પ્રભુને નિમંત્રણ કર્યું. એ રીતે ચાર મહિના સુધી તે નિમંત્રણ કરતો રહ્યો. પ્રભુને એ કાળે ચાર મહિનાના ઉપવાસ હતા. જ્યારે પારણાનો દિવસ આવ્યો ત્યારે જીર્ણશ્રેષ્ઠીના આનંદની સીમા ન હતી. પ્રભુને પારણું કરાવવાની સુંદર પ્રમોદ ભાવનાથી તેણે શ્રાવક ધર્મના ઉત્કૃષ્ટ ફળ તરીકે બારમા દેવલોકનું આયુષ્ય બાંધ્યું. ભવિતવ્યતાના યોગે પ્રભુનું પારણું તો બીજા (નવા) શ્રેષ્ઠિને ત્યાં થયું અને દાન દેતાં વસુધારા વગેરેની વૃષ્ટિ થઈ. આ વૃષ્ટિનો લાભ ભલે તે નવા ૧. શ્રમણ ભગવાન શ્રી મહાવીર તેમના ૨૭ ભવો પૈકી પ્રથમ ભવે મહાવિદેહ ક્ષેત્રના પૃથ્વીપ્રતિષ્ઠાનપુરમાં નયસાર નામે ગ્રામણી હતા.