Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

Previous | Next

Page 12
________________ દાદાગુરુદેવ ચરિત્ર ૧૧ અને આચાર્યશ્રીના શરીર ઉપર તે પ્રતિમાનો પ્રક્ષાલ (સ્નાત્ર જલ) લગાવ્યું. તે જ ક્ષણે અદ્ભુત ચમત્કાર થયો. આચાર્યશ્રીના શરીરનો મહાકુષ્ઠ રોગ સમૂળ નષ્ટ થઈ ગયો અને દેહ કંચનવરણો થઈ ગયો. તે નૂતન સ્તોત્રનું નામ જયતિહુઅણ સ્તોત્ર છે. આજે પણ આ જયતિહુઅણ સ્તોત્ર ખરતરગચ્છ પરમ્પરામાં નિત્ય પ્રતિક્રમણમાં બોલાય છે. ખંભાતના ભવ્ય જિનાલયમાં. આજ પણ તે જ પ્રતિમા બિરાજમાન છે અને તે પ્રતિમા સ્થંભન પાર્શ્વનાથના નામથી પ્રસિદ્ધ થઈ. વર્તમાનમાં કોઈને પણ કુષ્ઠ રોગ થાય તો આ જ પ્રતિમાનો પ્રક્ષાલ લગાડવાથી રોગનિવારણ થાય છે. આરોગ્ય પ્રાપ્તિ પછી આચાર્ય અભયદેવસૂરિજીએ ગણધર રચિત આગમનાં અંગો વિશે સિદ્ધહસ્ત શૈલીથી અદ્ભુત સુંદર ટીકાઓ લખી. એ ટીકાઓ બહુ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે. તે આગમોનાં નામ આ પ્રમાણે છે : (૧) સ્થાનાંગ (૨) સમવાયાંગ (૩) વિવાહપ્રજ્ઞાપ્તિ (૪) જ્ઞાતાધર્મકથા (૫) ઉપાસક દશાંગ (૬) અંતગડદશા (૭) અનુત્તરો વવાઈદશા (૮) પ્રશ્નવ્યાકરણ (૯) .વિપાક આ પ્રમાણે આચાર્ય અભયદેવસૂરિજીએ શાસનની મહિત સેવા કરી. આ સિવાય પણ આપશ્રીએ અનેક ગ્રન્થો સ્તોત્રો પ્રકરણોની રચના કરી છે. આચાર્ય અભયદેવસૂરિજીએ આત્મસાધના તથા શાસનસેવાની સાથે સાથે વર્ધમાનસૂરિ, જિનવલ્લભસૂરિ વિગેરે અનેક સાધુઓને અધ્યયન કરાવીને મહાન વિદ્વાન બનાવ્યા.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88