Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan
Catalog link: https://jainqq.org/explore/005803/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ पर्चरी प्रकरण प्रबोधोदय ग्रन्थ तंजयस्तोत्र प. प. वि. आर्या सुरंजनाश्रीजी म. सा. कुशल भवन, A-1 ऋषिका अपार्टमेंट, सुजाता फ्लेट के पास, . शाहीबाग (अहमदाबाद) - (2866032) श्री हा गुरुदेव थरित्र Page #2 -------------------------------------------------------------------------- ________________ છે :: - (શ્રી દાદા ગુરુદેવ ચરિત્ર : લેખિકા : સાધ્વી - મુકિતપ્રભાશ્રી : પ્રકાશક : " શ્રી વિચક્ષણ સ્મૃતિ પ્રકાશન : સંપાદિકા : શતાવધાની, શાસન જયોતિ સાધ્વી શ્રી મનોહરશ્રીજી મ.સા. Page #3 -------------------------------------------------------------------------- ________________ આવૃત્તિ : પ્રથમ ૧૯૯૧ : દ્વિતીય ૧૯૯૩ પ્રત : ૨000 © પ.પૂ. પ્ર. વિચક્ષણશ્રીજી મ.સા.ની શિષ્યા સાધ્વી-મુકિતપ્રભાશ્રી પ્રાપ્તિ સ્થાન : શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર, દાદાસાહેબનાં પગલાં, નવરંગપુરા, અમદાવાદ-૯.. અર્થ સૌજન્ય : ખરતરગચ્છ શ્રી સંઘ અમદાવાદ. મૂલ્ય : સ્વાધ્યાય પ્રકાશક : શ્રી વિચક્ષણ સ્મૃતિ પ્રકાશન મુદ્રક : અક્ષરયુગ છાપખાનું ૨૫પિપલ્સ પ્લાઝા, મેમનગર ફાયર સ્ટેશન પાસે, નવરંગપુરા, અમદાવાદ- ૯. Page #4 -------------------------------------------------------------------------- ________________ આશીર્વચન દાદા પૂર્વાચાર્યોએ આજ સુધી જિન શાસનની શ્રૃંખલાને અખંડરૂપે રાખેલ છે તેમાં ખરતર ગચ્છ નભો મણિ જં.યુ. પ્ર. જિનદત્તસૂરિ, મણિધારી જિનચંદ્રસૂરિ, જિનકુશળસૂરિ, અને અકબર પ્રતિબોધક જિનચંદ્રસૂરિ આ ચાર દાદાસાહેબ પણ એક રૂપે છે જેઓએ લાખો નૂતન જૈન બનાવી ચર્તુર્વિધ સંઘની અભિવૃદ્ધિ કરી છે. તેઓનું જિનશાસનમાં અદ્વિતીય સ્થાન છે. આજના ભૌતિકવાદના યુગમાં ત્યાગ તપપૂત આવા મોંઘેરા મહાપુરુષોના પ્રેરણાપ્રદ જીવનચરિત્રની સંસારને અત્યધિક આવશ્યકતા છે. પ.પૂ. પ્ર. સ્વ. જૈન કોકિલા સમતામૂર્તિ વિચક્ષણ શ્રીજી મ.સા. ની શિષ્યા મમ અનુજા વિદુષી શતાવધાની મનોહર શ્રીજીની પ્રેરણાથી તેઓના લઘુભગિની વિદુષી મુક્તિપ્રભાશ્રીજીએ શ્રી દાદા ગુરુદેવ ચરિત્રનું ગુજરાતી ભાષામાં આલેખન કર્યું છે. તેનું વાંચન કરી મુમુક્ષુઓ લાભાન્વિત બને. ગુરુદેવ લેખિકાને લેખનકામમાં શકિત અર્પે જેથી તેઓ સાહિત્યકોષમાં અભિવૃદ્ધિ કરે એજ અભ્યર્થના. પ.પૂ. સ્વ. પ્ર. જૈન કોકિલા વિચક્ષણશ્રીજી મ.સા. ની શિષ્યા કોકિલકંઠી વિદુષી મનોહરશ્રીજી, મુક્તિપ્રભાશ્રીજીની પરમપ્રેરણાથી દાદાસાહેબના પગલાં, નવરંગપુરામાં શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન દેરાસર જિનદત્તસૂરિ ખરતર·ગચ્છ જૈન ભવન, ઉપાશ્રય અને લાયબ્રેરી આદિનું નવનિર્માણ થયું છે અને દાદાસાહેબની ચરણ પાદુકાઓ અતિપ્રાચીન અને ચમત્કારી છે તેનો જીર્ણોદ્ધાર તેમની જ પ્રેરણાથી અતિ શીઘ્ર થશે. આશા છે કે આ સ્થાન અતિ રમણીય અને દર્શનીય બનશે. તા. ૧-૧૦-૯૦ અમદાવાદ વિચક્ષણ ગુરુચરણરજ વિનીતાશ્રી Page #5 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ જૈનાચાર્યશ્રી અભયદેવસૂરિજી ગુરૂદેવ પ્રથમ ગુરુદેવ શ્રી જિન-દત્તસૂરિજી મહારાજ સાહેબ દ્વિતીય ગુરુદેવ મણિધારી શ્રી જિનચંદ્રસૂરિજી મહારાજ સાહેબ ત્રિતીય ગુરુદેવ શ્રી જિન કુશલસૂરિજી મહારાજ સાહેબ ચતુર્થ ગુરુદેવ શ્રી જિનચંદ્રસૂરિજી મહારાજ સાહેબ સ્વકથ્ય માનવજીવનનો આજે જે ઉત્કર્ષ જોવા મળે છે એમાં સદુઓનો જે મહાન યોગદાન રહ્યું છે. કારણ કે સંસારમાં અનેક ભટકતી એવં પરાશ્રિત આત્માઓની આત્મશકિતને જાગૃત કરવાની અમૂલ્ય પ્રેરણા સદ્ગુરુઓએ જ આપી છે એટલે નિતાન્ત સત્ય છે કે સદ્ગુરુઓ વિના મોક્ષની પ્રાપ્તિ અસંભવિત છે અને એના જ કારણે ભારતીય સંસ્કૃતિમાં ગુરુઓનું સ્થાન સદાથી વિશેષ મહત્ત્વપૂર્ણ રહ્યું છે. એમાં ભારતની મહાન વિભૂતિ, જૈનશાસનના દેદિપ્યમાન અનુપમ નભોમણિ, કલિકાલ સર્વજ્ઞ (૧) નવમંગ ટીકાકાર આચાર્યશ્રી અભયદેવસૂરિજી ગુરુદેવ (૨) જં.યુગપ્રધાન શ્રી જિનદત્તસૂરિજી ગુરુદેવ (૩) મણિધારી શ્રી જિનચંદ્રસૂરિજી મહારાજ (૪) શ્રી જિન કુશલ સૂરિજી ગુરુદેવ. (૫) તથા અકબર પ્રતિબોધક શ્રી જિનચંદ્રસૂરિજી ગુરુદેવ. આ પાંચેય ગુરુદેવોનું (જો દાદાગુરુદેવના Page #6 -------------------------------------------------------------------------- ________________ નામથી પ્રસિદ્ધ છે.) જીવનચરિત્ર પણ એટલું જ પ્રભાવશાળી અને કલ્યાણકારી છે. આ પાંચેય ગુરુદેવોનું મહાન વ્યકિતત્વ તથા જીવનચરિત્ર જાણવાની અનેક શ્રદ્ધાવાન ગુરુભકતોની જિજ્ઞાસા હતી. તેમની અનેકવારની માગણીથી પ્રેરાઇને ૫. પૂજય સા. શ્રી, મનોહરશ્રીજી મ. સાહેબે પાંચેય ગુરુદેવોનું પવિત્ર જીવનચરિત્ર ગુજરાતી ભાષામાં લખવા માટે મને આજ્ઞા આપી. તથા આ અંગાઉ (પહેલાં) ચારેય ગુરુદેવોનું જીવનચરિત્ર હિન્દી ગુજરાતી ભાષામાં અનેક વાર બહાર પડેલું છે. પરંતુ વર્તમાનમાં અનુપલબ્ધ હોવાથી હું અલ્પજ્ઞ હોવા છતાં ભકિતથી પ્રેરાઇને પાંચેય ગુરુદેવોનું જીવનચરિત્ર સ્વ. અનુયોગાચાર્ય કેશરમુનિજી મ.સા. ના અંતેવાસી મુનિ બુદ્ધિસાગરજી મ.સા. દ્વારા તથા અગસ્પંદજી નાહટા, ભવરલાલજી નાટા દ્વારા લેખિત ગુરુદેવોના જીવનચરિત્રના આધારે અતિ સંક્ષિપ્ત જીવનચરિત્ર લખવાનો આ પ્રયાસ ગુરુકૃપાથી કર્યો છે. આ ચરિત્ર લખવામાં કોઇ પણ પ્રકારની ત્રુટિ કે ઊણપ અથવા ક્ષતિ રહી ગઇ હોય અથવા જિનાજ્ઞા તથા ગુરુદેવના ચિરત્રથી જુદું (વિરૂદ્ધ) કંઇ પણ લખાયું હોય તો તે બદલ મિચ્છામિ દુક્કડમ્. આ પુસ્તકનું સંપાદન કાર્ય શતાવધાની શાસનજયોતિ શ્રી મનોહરશ્રીજી મ. સાહેબે કરીને તેમણે ગુરુદેવો પ્રત્યે અતૂટ શ્રદ્ધાનો પરિચય આપ્યો છે તેમનો હું આભાર વ્યકત કરું છું. તથા ૫. પૂજય, વિનયગુણસંપન્ના વિનીતાશ્રીજી મ.સા.ના આશીર્વાદથી આ દાદા ગુરુદેવ ચરિત્ર પુસ્તક સંપૂર્ણ થયું છે. ગુરુ વિચક્ષણ પદરજ સાધ્વી મુકિતપ્રભાશ્રી Page #7 -------------------------------------------------------------------------- ________________ જૈનાચાર્ય શ્રી અભયદેવસૂરિજી ) એ હતા આચાર્યભગવંત શ્રી જિનેશ્વરસૂરિજીના સુવિનીતશિષ્ય આચાર્ય અભયદેવસૂરિજીના જીવન સંબંધમાં “પ્રભાવક ચરિત્ર “નામના ગ્રંથમાં ઉલ્લેખ મળે છે કે આચાર્ય જિનેશ્વરસૂરિજી વિહાર કરતા કરતા મધ્યપ્રદેશની ધારાનગરીમાં પધાર્યા. ત્યાં આપશ્રીનું નિત્ય પ્રવચન થતું હતું. તે ધારાનગરીમાં શ્રેષ્ઠિ મહીધર નામના વેપારી તથા તેમનાં ધર્મપત્ની ધનદેવી રહેતાં હતાં, તેમને અભયકુમાર નામનો અતિ સુન્દર, પ્રખર બુદ્ધિશાળી પુત્ર હતો. તે - આચાર્ય શ્રી જિનેશ્વરસૂરીશ્વરની વૈરાગ્યરસયુકત અમૃતવાણીનું શ્રવણ કરવા મહીધર શ્રેષ્ઠિ પોતાના પુત્ર સહિત નિત્ય આવવા લાગ્યા. આચાર્ય શ્રી જિનેશ્વરસૂરીની ઉત્કૃષ્ટ સંયમ-સાધના તથા તપ જપના પ્રભાવથી અભયકુમાર પ્રભાવિત થયો. તેણે વિચિત્ર સંસારના સ્વરૂપને સમજી માતા-પિતાની આજ્ઞા પ્રાપ્ત કરી દીક્ષા અંગિકાર કરી. આચાર્યશ્રીએ તેમનું નામ અભયદેવમુનિ સ્થાપિત કર્યું. અભયદેવમુનિ ગુરુભકિતને જ પોતાના જીવનમાં પ્રમુખસ્થાન આપી જપ-તપ અને સ્વાધ્યાયની સાધનામાં સંલગ્ન થયા. આચાર્ય શ્રી જિનેશ્વરસૂરી પાસેથી તેમણે સ્વ-પર શાસ્ત્રોનું વિધિવત્ અધ્યયન કર્યું અને અતિ અલ્પ સમયમાં અનેક વિદ્વાનોની ગણનામાં તેમણે પ્રમુખસ્થાન પ્રાપ્ત કર્યું. જ્ઞાનાર્જનની સાથે સાથે વિવિધ ઉગ્ર તપશ્ચર્યાઓમાં પણ તે આગળ વધી Page #8 -------------------------------------------------------------------------- ________________ દાદા ગુરુદેવ ચરિત્ર ગયા. એમની વ્યાખ્યાનશૈલી તો અતિ અદ્ભુત હતી. વ્યાખ્યાનકલાની પ્રસંશા તો દિદિગંતોમાં પણ થવા લાગી. તેમનામાં તપ-જપ તથા મેધા આ ત્રણેનો વિશિષ્ટરૂપે સંગમ થયો હતો. તેમની આવી અદ્ભુત પ્રતિભાથી પ્રભાવિત થઈ અનેક સાધુ મહારાજો તેમની પાસે જ્ઞાનાર્જન હેતુ આવવા લાગ્યા. અભયદેવમુનિમાં સર્વ પ્રકારની યોગ્યતા તથા બહુમુખી પ્રતિભાને જોઇને આચાર્ય શ્રી જિનેશ્વરસૂરીજી એ શ્રી સંઘ સમક્ષ તેમને આચાર્યપદ આપ્યું. આચાર્ય અભયદેવસૂરિજી વિશે એવું પણ જાણવા મળે છે કે એક દિવસ રાત્રિના પ્રતિક્રમણ કર્યા બાદ તેઓ મુનિઓને અજિશાંતિ સ્તવનના અર્થ સંભળાવતા હતા. તેમાં યોગાનુયોગ શૃંગારરસનું વર્ણન કરવાનો પ્રસંગ આવ્યો. બાજુમાં જ અંતઃપુર હતું. તેમાં રાજરાણીઓ અને રાજકુમારીઓ હતાં તેનું ધ્યાન ના રહ્યું અને અદ્ભુત વર્ણન કરતાં કરતાં સંગીતના સૂરોથી સ્તવન ગાયું, તેમનો રાગ અતિમધુર અને શાસ્ત્રીય સંગીત યુકત હતો તે સાંભળીને અંતઃપુરમાં રહેલી રાજકુમારી એકદમ આકર્ષિત થઈ, ને ઉપાશ્રયમાં આવીને બેસી ગઈ. રાજકુમારીના આગમનની ખબર પડતાં જ અભયદેવસૂરિજી સફાળા સાવધ થઈ ગયા અને પછી તો કાયાના વિભત્સરસનું એવું વર્ણન કર્યું કે રાજકુમારી ત્યાંથી ઊઠીને સ્વતઃ ચાલી ગઈ. બલા ટળી ગયાનો મુનિઓ સહિત આચાર્યશ્રીને સંતોષ થયો. 'એક સમયે વ્યાખ્યાનમાં અભયદેવસૂરિજીએ વીરરસનું Page #9 -------------------------------------------------------------------------- ________________ ‘લખ્યા. દાદા ગુરુદેવ ચરિત્ર એવું અલૌકિક વર્ણન કર્યું કે ક્ષત્રિય શ્રોતાજનોમાં વીરતા આવી ગઈ અને બાંયો ચઢાવીને ઊભા થઈ ગયા. આ પ્રકારની વિષય પ્રતિપાદન કરવાની વિશિષ્ટતમ શક્તિ આપમાં નિહિત હતી. તે સમયમાં સાધુભગવંતોમાં આગમિક અધ્યયન નહિવત થતું ગયું અને જ્યોતિષ, સામુદ્રિક, આયુર્વેદ વિગેરે વિષયોમાં તે પારંગત થવા લાગ્યા. મંત્ર-તંત્ર-જંત્ર વિદ્યાથી રાજાઓ તથા જનતાને તેઓ પ્રભાવિત કરવા લાગ્યા. આચાર્ય અભયદેવસૂરિજીનું આ તરફ લક્ષ્ય ગયું. તેમણે પોતાના વિશ્રુતજ્ઞાનનો ઉપયોગ કરી વિશિષ્ટ પ્રકારે આગમોના અધ્યયનનો નિર્ણય કર્યો. પરંતુ શક્તિથી પણ અધિક શરીરનો પરિશ્રમ અને ઉત્કૃષ્ટ ઘોર તપશ્ચર્યાના કારણે તેમનું શરીર અતિકૃશ થઈ ગયું અને આખા શરીરે કોઢ રોગ વ્યાપી ગયો હતો. છતાં પણ શરીરની પરવા કર્યા વિના તેનાથી કામ લેતા જ ગયા. આખરે શરીરે બિલકુલ કામ આપવું બંધ કર્યું, ત્યારે તેમણે વિચાર્યું કે અનશન કરીને દેહ ત્યાગવો તે જ અતિ ઉત્તમ છે. તે સમયે આચાર્યશ્રી ખંભાતમાં બિરાજમાન હતા. પોતાના અનશનનો નિર્ણય શ્રી સંઘ સમક્ષ મૂક્યો. શ્રી સંઘે ગુરુદેવની વાતને માન્ય ન કરતાં તેમને પોતાના નિર્ણયથી પાછા હટવા માટે આગ્રહ કર્યો છતાં આચાર્યશ્રી પોતાના વિચારોમાં અડગ રહ્યા અને ઉદ્ઘોષણા કરી કે કાલથી હું અનશન સ્વીકારીશ. ખંભાત તથા ખંભાતના આસપાસના સંઘોમાં વાયુવેગે આ સમાચાર પ્રસરી ગયા. બધા જ સંઘોમાં શોક Page #10 -------------------------------------------------------------------------- ________________ દાદાગુરુદેવ ચરિત્ર છવાઈ ગયો. “ પ્રાતઃ કાલ થતાં જ હજારો શ્રાવક-શ્રાવિકાઓ આચાર્યશ્રીના અંતિમ દર્શન હેતુ આવવા લાગ્યા. •આ બાજુ આચાર્યશ્રીની અનશન કરવાની દૃઢતા જોઈને રાત્રિમાં શાસનદેવી પ્રગટ થયા અને આચાર્ય અભયદેવસૂરિજીને અનશન કરવાના વિચારોથી રોકીને કહ્યું કે, ‘સૂરિજી ! આ રીતે દેહત્યાગ ના કરો ! તમારી મેધાશક્તિ તીક્ષ્ણ છે. તમારે તો હજુ શાસનની મતિ સેવા કરવાની છે. પ્રથમ તો આગમોની ટીકા થયેલી નથી તે નવ અંગની ટીકા તમારે રચવાની છે. જ્યાં ન સમજાય ત્યાં મારું સ્મરણ કરજો. હું તમારી મદદે આવીશ.' ત્યારે અભયદેવસૂરિએ કહ્યું કે, ‘હે શાસનમાતા ! મારું શરીર રોગથી ગ્રસિત થઈ ગયું છે. અંગ-પ્રત્યંગ અતિ શિથિલ થઈ ગયાં છે. કાર્ય કરવાની હવે આ શરીરમાં કોઈ ક્ષમતા રહી નથી, તો હું શાસનની સેવામાં કેવી રીતે ઉપયોગી થઈ શકું ? દેવીએ કહ્યું કે, ‘ચિન્તા ના કરશો. ખંભાતમાં શેઢી નદીના કિનારે પલાશ (ખાખર) ના ઝાડ નીચે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે. નૂતન સ્તોત્રની રચના દ્વારા તે પ્રતિમાને તમે બહાર કાઢો ને, તે પ્રક્ષાલના છંટકાવથી તમે રોગ રહિત સ્વસ્થ થશો.' આટલું બોલી દેવી અન્તર્ધ્યાન થઈ ગયાં. પ્રાતઃકાલ થતાં જ ચારે તરફથી સંઘો આચાર્યશ્રીના દર્શન હેતુ આવવા લાગ્યા. બધા જ સંઘો એકત્ર થયા પછી આચાર્યશ્રીએ રાત્રિમાં શાસનદેવી આવ્યા, ને પ્રતિમાના સ્નાત્ર જલથી રોગનું નિવારણ થશે વિગેરેની વાત વિગતથી કરી, જેથી સંઘમાં સર્વત્ર ખુશીનું વાતાવરણ છવાઈ ગયું. પછી સંઘ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ દાદા ગુરુદેવ ચરિત્ર સહિત આચાર્યશ્રી શેઢી નદીના કિનારે પહોંચ્યા અને ખાખરના ઝાડની શોધ કરવા લાગ્યા. લાઈન બંધ પલાશના ઝાડમાં ક્યા ઝાડ નીચે પ્રતિમાજી હશે ? એમ વિચાર કરી રહ્યા હતા તેવામાં જ એક ગોવાળ પોતાની ગાયો લઈને આવ્યો અને અત્યન્ત પ્રસન્નતાપૂર્વક સંઘને પૂછવા લાગ્યો કે “આજે તમે બધા શેઠિયાઓ આ જંગલમાં શા માટે આવ્યા છો ?” ત્યારે શેઠિયાઓએ તે ગોવાળ સાથે પ્રતિમા અંગે વાત કરી, “એ ખાખરનું કયું ઝાડ હશે ? તે અમે જોઈ રહ્યા છીએ. ત્યારે ગોવાળે કહ્યું કે, “શેઠ ! હું બીજું કશું જાણતો નથી. પરન્તુ મારી આટલી ગાયોમાંથી કોઈ-એક ગાયને નિવારવા છતાં નિત્ય પેલા ખાખરના ઝાડ નીચે દૂધ આપીને આવે છે. ગોવાળના મુખેથી આ સમાચાર સાંભળતાં જ બધા શ્રાવકો ખુશ થયા અને તે ખાખરના ઝાડ નીચે જ અવશ્ય પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા હોવી જોઈએ એવું સમજીને હર્ષિત થતાં આચાર્યશ્રી અભયદેવસૂરિજી સહિત શ્રી સંઘ ત્યાં પહોંચ્યો. પ્રથમ ભૂમિને પવિત્ર બનાવી પછી ધૂપ દીપ પ્રગટાવી બધા જ ત્યાં બેઠા. શાસનદેવીના નિર્દેશાનુસાર આચાર્યશ્રી નૂતન સ્તોત્રની રચના કરતા ગયા અને મધુર રાગથી તે શ્લોકો બોલવા લાગ્યા. આ પ્રમાણે ભાવોલ્લાસપૂર્વક પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરતા કરતા સ્તોત્રની મહપ્રભાવિ સત્તરમી ગાથા (ફણિફાર ફૂરત.) બોલતાંની સાથે જ ધરતી ફાટી અને પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રગટ થઈ. તે સમયે શ્રી સંઘમાં અતિ હર્ષોલ્લાસ પ્રસરી ગયો. શ્રી સંધ ત્યાં જ ભક્તિથી સ્નાત્રપૂજા ભણાવી Page #12 -------------------------------------------------------------------------- ________________ દાદાગુરુદેવ ચરિત્ર ૧૧ અને આચાર્યશ્રીના શરીર ઉપર તે પ્રતિમાનો પ્રક્ષાલ (સ્નાત્ર જલ) લગાવ્યું. તે જ ક્ષણે અદ્ભુત ચમત્કાર થયો. આચાર્યશ્રીના શરીરનો મહાકુષ્ઠ રોગ સમૂળ નષ્ટ થઈ ગયો અને દેહ કંચનવરણો થઈ ગયો. તે નૂતન સ્તોત્રનું નામ જયતિહુઅણ સ્તોત્ર છે. આજે પણ આ જયતિહુઅણ સ્તોત્ર ખરતરગચ્છ પરમ્પરામાં નિત્ય પ્રતિક્રમણમાં બોલાય છે. ખંભાતના ભવ્ય જિનાલયમાં. આજ પણ તે જ પ્રતિમા બિરાજમાન છે અને તે પ્રતિમા સ્થંભન પાર્શ્વનાથના નામથી પ્રસિદ્ધ થઈ. વર્તમાનમાં કોઈને પણ કુષ્ઠ રોગ થાય તો આ જ પ્રતિમાનો પ્રક્ષાલ લગાડવાથી રોગનિવારણ થાય છે. આરોગ્ય પ્રાપ્તિ પછી આચાર્ય અભયદેવસૂરિજીએ ગણધર રચિત આગમનાં અંગો વિશે સિદ્ધહસ્ત શૈલીથી અદ્ભુત સુંદર ટીકાઓ લખી. એ ટીકાઓ બહુ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે. તે આગમોનાં નામ આ પ્રમાણે છે : (૧) સ્થાનાંગ (૨) સમવાયાંગ (૩) વિવાહપ્રજ્ઞાપ્તિ (૪) જ્ઞાતાધર્મકથા (૫) ઉપાસક દશાંગ (૬) અંતગડદશા (૭) અનુત્તરો વવાઈદશા (૮) પ્રશ્નવ્યાકરણ (૯) .વિપાક આ પ્રમાણે આચાર્ય અભયદેવસૂરિજીએ શાસનની મહિત સેવા કરી. આ સિવાય પણ આપશ્રીએ અનેક ગ્રન્થો સ્તોત્રો પ્રકરણોની રચના કરી છે. આચાર્ય અભયદેવસૂરિજીએ આત્મસાધના તથા શાસનસેવાની સાથે સાથે વર્ધમાનસૂરિ, જિનવલ્લભસૂરિ વિગેરે અનેક સાધુઓને અધ્યયન કરાવીને મહાન વિદ્વાન બનાવ્યા. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ દાદા ગુરુદેવ ચરિત્ર કેટલાક સાધુઓને શ્રેષ્ઠ કવિ બનાવ્યા. વાસ્તવમાં અભયદેવસૂરિજીમાં અદ્વિતીય કાર્યનિષ્ઠતા, અલૌકિક આગમ જ્ઞાન, અનૂઠા અપ્રમત્તભાવ હતા. સાહિત્યજગતમાં પણ ખરત ગચ્છ નભોમણિ શ્રી અભયદેવસૂરિજીનું અનુપમ યોગદાન હતું. તેથી જ હજારો વર્ષ વ્યતીત થયા પછી પણ આજ તેમના ચરણાર્વિન્દમાં અનેક વિદ્વાનો નતમસ્તક છે. આચાર્ય અભયદેવસૂરિએ તેજસ્વી વ્યક્તિત્વ દ્વારા શાસનને ચમકાવી દીધું. આવા મહાન ઉપકારી આચાર્યશ્રીના ચરણોમાં શત શત નમન. Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ગુરુદેવ જિન-દત્તસૂરિજી મ. સાહેબ જનજીવનને ઉ૫૨ ઉઠાવવામાં મહાપુરુષોનું રિત્રચિત્ર વિશેષ ઉપયોગી રહ્યું છે. શાસ્ત્ર તો માત્ર માર્ગ દર્શાવે છે. પરંતુ મહાપુરુષો તો તત્ (તે) માર્ગાનુસાર જીવન જીવી સંસારનાં પ્રાણીઓ માટે અદ્ભુત આદર્શ સ્થાપે છે. એવી મહાન વ્યક્તિઓનાં જીવનથી સંસારનાં પ્રાણીઓને પ્રેરણા મળે એ સ્વાભાવિક છે. તેવી જ રીતે તેમનાં નામસ્મરણમાં પણ અપૂર્વ શકિત સમાયેલી છે. < એવા જ મહાપુરુષોમાં એક અધ્યાત્મયોગી, જૈનશાસનના પરમ પ્રભાવક જંગમ યુગપ્રધાન ખરતરગચ્છાચાર્ય પ્રથમ દાદાસાહેબ શ્રી જિનદત્તસૂરિજી મ.સા.નું સ્થાન પણ અતિ મહત્ત્વપૂર્ણ રહ્યું છે. જન્મ તેમનો જન્મ સંવત ૧૧૩૨ ની સાલમાં ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોળકા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ વાછગ અને માતાનું નામ બાહડદેવી હતું. પિતાજી વાછગ, હુંબડ ગોત્રીય જૈન ધર્માનુરાગી શ્રદ્ધાવાન શ્રાવક હતા તથા રાજ્યમંત્રી પદે પણ સુશોભિત હતા. - તેમનું નામ સોમચંદ્ર રાખ્યું હતું. તે જન્મથી જ પ્રખર બુદ્ધિશાળી તેમજ પરાક્રમી હતા. માતાપિતાના ધાર્મિક સંસ્કારો તેમનામાં સંપૂર્ણ રૂપે પરિણમ્યા હતા. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ દાદા ગુરુદેવ ચરિત્ર બાળકનું ઉજ્જ્વળ ભવિષ્ય એક સમયે માતાજી તેમને સાથે લઈને સાધ્વીજી મ. સા.ના ઉપાશ્રયે ગયાં. તેમનું દેદિપ્યમાન ચમકતું મુખડું જોઈને સાધ્વીજી મહારાજ આશ્ચર્યચકિત થઈ ગયાં. સાધ્વીજી મ. અષ્ટાંગ નિમિત્તનાં જ્ઞાતા હતાં. તેથી બાળકનું ઉજ્જ્વળ ભવિષ્ય જોઇ વિચાર કરવા લાગ્યા કે આ તેજસ્વી બાળક જો દીક્ષિત થાય તો જૈનશાસનની મોટી સેવા કરી શકશે અને સત્ય-હિંસાના ઝંડાને દેશદેશાન્તરમાં, લહેરાવશે. શ્રાવિકા બાહડદેવીની સાથે વાતચીત દરમિયાન સાધ્વીજીએ કહ્યું કે, શ્રાવિકાજી ? ‘અમારી એક માંગણી છે તે તમે પૂર્ણ કરશો ?' શ્રાવિકા બાહડદેવીએ કહ્યું કે, ‘મારી શકિત હશે તો અવશ્ય આપની માગણી હું પૂરી કરીશ અને એમાં હું મારું અહોભાગ્ય સમજીશ.' સાધ્વીજીએ અનુકૂળ પ્રસંગ જોઇને કહ્યું કે, જો આ બાળકને સંયમની ભાવના થાય તો તમે એને રોકશો નહીં. શ્રાવિકા બાહડદેવીએ એ વાત માન્ય કરી. યોગાનુયોગ જિનેશ્વરસૂરિજીના શિષ્ય ધર્મદેવ ઉપાધ્યાયનું શિષ્યો સહિત થોડા સમય પશ્ચાત્ ધોળકામાં આગમન થયું. પિતા વાછગમંત્રી તથા માતા બાહડદેવીની સાથે વિશિષ્ટ લક્ષણના ધણી, મેધાવી બાળક સોમચંદ્ર નિત્ય ગુરુમહારાજનું વ્યાખ્યાન સાંભળવા જવા લાગ્યા. બાળકના વિનયાદિ ગુણો તથા બોલવાની અપૂર્વ વાક્ છટાથી ગુરુમહારાજ પણ આશ્ચર્યાન્વિત થઈ ગયા. ગુરુમહારાજની વૈરાગ્યયુકત અમૃતવાણીનું નિત્ય શ્રવણ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ દાદા ગુરુદેવ ચરિત્ર કરતાં તથા તેમનું ઉત્કૃષ્ટ ચારિત્ર્યયુકત જીવન જોઈને બાળક સોમચંદ્રની સંયમ લેવાની ભાવના જાગ્રત થઈ. માતાજી સમક્ષ તેમણે સંસારત્યાગનાં વિચારો રજૂ કર્યા. શાસનાનુરાગી માતા બાહડદેવી તો પ્રથમથી જ વચનબદ્ધ હતાં એટલે બાળક સોમચંદ્રને તેમણે રોક્યાં નહીં, અને તેમાં તેઓ પોતાનું સદ્ભાગ્ય સમજવા લાગ્યાં. પોતાના પતિદેવ શ્રી વાછગમંત્રીને પણ જૈનશાસન, સાધુજીવન તથા ચારિત્રધર્મની વિશેષતા સમજાવી પુત્રને દીક્ષાની આજ્ઞા આપવા માટે પ્રેરણા કરી. આવી માતાઓ પણ ધન્યવાદને પાત્ર કહેવાય. નવ વર્ષની ઉંમરમાં સંયમગ્રહણ સંવત ૧૧૪૧ માં નવ વર્ષની નાની ઉંમરે બાળક સોમચંદ્ર ધર્મદેવ ઉપાધ્યાયજીની પાસે દીક્ષા લઈ તેમના શિષ્ય થયા અને તેમનું નામ સોમચંદ્રમુનિજી રખાયું. આટલી નાની ઉંમરે સંયમ જેવા મહાન પર્વતને ઉઠાવવામાં તેઓ સક્ષમ થયા. જ્યારે સામાન્ય બાળકો આ ઉંમરે રમતગમતમાં કે ખેલકૂદમાં ખોવાઈ-અટવાઈ જાય છે ત્યારે બાળક સોમચંદ્ર પ્રાણીમાત્રના કલ્યાણાર્થે પોતાના જીવનને મહાવીર પ્રભુના ચરણે સમર્પી દે છે. સંસારનાં અનેક ભૌતિક સુખ-સાધનો તેમના મનને પ્રભાવિત કરી ન શક્યાં. પિતાના ઘરની અતુલ સંપત્તિ તેમના ત્યાગમય દઢ મનને રોકી ન શકી. વિવિધ ભાષાઓ તથા વિવિધ વિષયોનું જ્ઞાન મુનિ સોમચંદ્રજીએ પોતાની પ્રખર બુદ્ધિના કારણે અલ્પવયમાં જ અનેક ભાષામાં વિવિધ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. કોઈ શાસ્ત્ર કે કોઈ વિષય એવો ન હતો કે Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ દાદા ગુરુદેવ ચરિત્ર જે સોમચંદ્ર મુનિના જ્ઞાનને સ્પર્શી શક્યો ન હોય. સરસ્વતીદેવીની તો એમના ઉપર અતિ કૃપા હતી. સંવત ૧૧૬૯ માં ચિત્તોડ સંઘની અનુમતિથી શ્રી દેવભદ્રાચાર્યે તેમને ધામધૂમથી આચાર્યની પદવી આપી, તેમનું નામ આચાર્યશ્રી જિનદત્તસૂરિજી રાખ્યું. આચાર્યશ્રી જિનદત્તસૂરિજીએ તપ, જપ તથા સંયમની ઉત્કૃષ્ટ સાધના દ્વારા જૈન શાસનની અપૂર્વ સેવા કરી. શાસન તથા સમાજની સાથે સ્વાત્મ સેવાને આચાર્યશ્રી કદાપિ ભૂલ્યા ન હતા. તેમણે યોગાભ્યાસની સાથે સાથે મંત્રસાધનામાં પણ બહુ જ સારી પ્રગતિ કરી હતી. તેમણે બીજાક્ષરનો સાડાત્રણ કરોડનો જાપ કર્યો હતો. તેમના જીવનમાં ચારિત્રશક્તિ તથા મંત્રશકિતના અનેક પ્રસંગો વાંચવા તથા સાંભળવા મળે છે. મંત્રબળથી ચોસઠ યોગિનીઓ સ્થંભિત તથા સાત વરદાન એક વખત ઉજ્જૈનમાં સાડાત્રણ કરોડ માયાબીજનો જાપ કરનાર આચાર્ય મહારાજને ચલાયમાન કરવા ચોસઠ યોગિનીઓ કપટ શ્રાવિકાના વેશમાં વ્યાખ્યાનમાં આવી. વિશિષ્ટ શ્રાવિકાઓ વ્યાખ્યાનમાં આવવાની છે તેમ જણાવી આચાર્યશ્રીએ પહેલેથી જ ચોસઠ પાટલા તેમને બેસવા માટે શ્રાવકો દ્વારા મંગાવી રાખ્યા હતા. તે પાટલાઓ પર તેમને બેસવાનો નિર્દેશ આચાર્યશ્રીએ કર્યો અને ચાલુ વ્યાખ્યાનમાં મંત્રબળથી ગુરુદેવે તેમને સ્થંભિત કરી દીધી. વ્યાખ્યાન સમાપ્ત થયા પછી તે યોગિનીઓ પાટલા પર ચોંટી ગઈ અને પ્રયાસ કરવા છતાં પણ ઊઠી શકી નહીં. ગુરુ મહારાજનો સાક્ષાત ચમત્કાર જોઇને તેઓ કહેવા લાગી, ‘હે ગુરુદેવ ! અમે આપને છળવા માટે Page #18 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવને છલવા આવેલ ચોસઠ યોગિનિઓને ધર્મોપદેશ Page #19 --------------------------------------------------------------------------  Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૭ દાદા ગુરુદેવ ચરિત્ર આવી હતી પરંતુ અમે પોતે આપના સંયમ, સાધના તથા મંત્રશકિતથી છવાઈ ગઈ, અમે આપની સમક્ષ માફી માગીએ છીએ, અમોને મુક્ત કરો.” દાદા ગુરુદેવે તેઓને મુક્ત કરી. જતી વખતે યોગિનીઓએ પ્રસન્ન થઈને ગુરુદેવને સાત વરદાન ! આપ્યાં. ચારિત્રની બલવતી સાધના અને આત્માની આરાધનાથી પાંચપીર, બાવનવીર, ચોસઠ યોગિનીઓ આદિ ઘણાં દેવદેવીઓ નિરંતર તેમની સેવામાં હાજર રહેતાં હતાં. એક સમય ગુરુદેવ વિહાર કરતા કરતા ચિતોડ નગરમાં પધાર્યા. ત્યાં જિનચૈત્યમાં એક વજસ્તંભ હતો. તે વજસ્તંભમાં પૂર્વાચાર્યોએ મંત્રયુક્ત ગ્રંથો રાખ્યા હતા. તે ગ્રંથોને બહાર કાઢવા તે સમયે કોઈ પણ સમર્થ ન હતા, પરંતુ પૂજ્ય ગુરુદેવે પોતાના વિદ્યાબળ તથા આત્મશક્તિથી તે મંત્રયુક્ત ગ્રન્થો પ્રાપ્ત કર્યા. . ઉજ્જૈનમાં એક મહાકાળ મંદિર હતું. તેમાં એક થાંભલામાં પૂર્વે સંગ્રહાયેલાં મંત્રયુક્ત પુસ્તકો ગુરુદેવે યોગબળથી પ્રાપ્ત કર્યા હતાં, અને તે પુસ્તકોમાંની અનેક પ્રભાવક વિદ્યાઓ તેમના સર્વોત્કૃષ્ટ તપ, જપ, સંયમ અને આત્મારાધનાથી સ્વતઃ સિદ્ધ થઈ હતી. અજમેરમાં પ્રતિક્રમણ સમયે પડેલ વીજળીનું સ્થંભન એક સમયે આચાર્યશ્રી જિનદત્તસૂરિજી મ. અજમેરમાં શ્રાવકોની સાથે પાક્ષિક પ્રતિક્રમણ કરતા હતા. આ સમયે એકાએક ઘનઘોર વાદળો ઘેરાઈ ગયાં, વીજળીઓ ચમકવા Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૮ દાદા ગુરુદેવ ચરિત્ર લાગી, શ્રાવકો પણ ભયભીત થઈ ગયા હતા, અને તે જ સમયે કડાકા સાથે વીજળી ટૂટી અને સીધી જ પ્રતિક્રમણની વચમાં જ ઉપાશ્રયમાં પ્રવેશી. તત્કાળ ગુરુદેવે મંત્રબળથી પાસે પડેલા કાષ્ટપાત્ર નીચે વીજળીને ઢાંકી દીધી. શ્રાવકોને નિર્ભીક થવા માટે સંકેત કરી પ્રતિક્રમણ પૂર્ણ કર્યું. તે સમયે વીજળીની અધિષ્ઠાયિકા દેવી ગુરુદેવ પર પ્રસન્ન થઈ અને કહેવા લાગી કે હે ગુરુદેવ ! આજ પછી કોઈ પણ આપના નામનું સ્મરણ કરશે અર્થાત્ કડાકો લેતી (પડતી) વીજળીના સમયે જનદત્તસૂરિજીની આણ છે' એ શબ્દનું ઉચ્ચારણ કરશે તેના ઉપર વીજળી કદાપિ નહીં પડે. આ પ્રમાણેનું વરદાન ગુરુદેવને આપીને દેવી અદૃશ્ય થઈ ગઈ. આજે પણ ગુરુદેવના નામનું જે સ્મરણ કરે છે તે વીજળીના ભયથી મુકત થઈ જાય છે. એક સમયે ગુરુમહારાજ ગુજરાતના વડનગર શહેરમાં પધાર્યા હતા. ઈષ્યને વશીભૂત થઈને ત્યાંના બ્રાહ્મણોએ મરેલી ગાયને જૈન દેરાસરની સામે બહાર નંખાવી. બ્રાહ્મણોનું આ પ્રમાણેનું દુષ્કૃત્ય જોઈને સંઘ બહુ જ દુઃખી થયો. સંઘે ગુરુદેવ પાસે જઈને આ વાત કરી. ગુરુદેવે તે જ સમયે ગાયના મૃતદેહમાં વ્યંતરદેવનો પ્રવેશ કરાવ્યો અને ગાયને ત્યાંથી ઉપડાવીને મહાદેવના મંદિરમાં નંખાવી. બ્રાહ્મણોએ ગાયને ત્યાંથી ઉઠાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ ગાયને ત્યાંથી ઉઠાવી શકયા નહીં. અંતમાં લજ્જિત થઈ તેઓ ગુરુદેવ પાસે આવ્યા અને વિનયપૂર્વક નમસ્કાર કરી કહેવા લાગ્યા કે હે ગુરુદેવ ! હવે પછી આપના શ્રાવકો પર અમેં ઠેષભાવ રાખીશું નહીં, અમને માફ કરીને મૃતક ગાયને મંદિરમાંથી બહાર Page #22 -------------------------------------------------------------------------- ________________ અજમેરમાં પ્રતિક્રમણ સમય પલ વિજળીનું સ્થંભન Page #23 --------------------------------------------------------------------------  Page #24 -------------------------------------------------------------------------- ________________ દાદા ગુરુદેવ ચરિત્ર ૧૯ કઢાવવાની કૃપા કરો. ત્યારે ગુરુદેવે વ્યંતરને બોલાવીને ગાયને બહાર ફેંક્વાની આજ્ઞા કરી. આથી બ્રાહ્મણો પ્રભાવિત થયા અને ગુરુદેવના પૂર્ણભકત બની ગયા. એક સમયે એવો પ્રસંગ બન્યો કે ઉચ્ચનગરમાં બહુ મોટા મહોત્સવપૂર્વક ભકતજન આચાર્યશ્રીને નગરમાં પ્રવેશ કરાવી રહ્યા હતા. તે મહોત્સવમાં ભાગ લેવા ત્યાંના મોગલનો પુત્ર પણ ઘોડા પર બેસીને જતો હતો. એકાએક ઘોડો ભડકો અને મોગલપુત્ર નીચે પડી જતાં મૃત્યુ પામ્યો. મોગલપુત્રના મૃત્યુની વાત શ્રાવકો દ્વારા આચાર્યશ્રીએ સાંભળી. જૈનધર્મની પ્રભાવનાના કારણે આચાર્યશ્રીએ વ્યંતરદેવને તેના શરીરમાં પ્રવેશ કરાવીને મોગલપુત્રને જીવતો કર્યો. આચાર્યશ્રીની આજ્ઞા હતી કે આ પુત્રને કદાપિ માંસ ખવડાવશો નહીં. પરંતુ મોગલપુત્રનાં પરિવારનાં માણસોએ છ મહિના પછી તેને માંસ ખવડાવ્યું એટલે તે મરણ પામ્યો. એક સમયે નાગદેવ (અંબડ) નામના શ્રાવકને વિચાર આવ્યો કે વર્તમાન સમયમાં યુગપ્રધાન પુરુષ કોણ હશે ? આ જાણકારી મેળવવા માટે નાગદેવ શ્રાવકે ગિરનાર પર્વત પર જઈને અંબિકાદેવીની અઠ્ઠમતપ (ત્રણ ઉપવાસ) કરીને ઉપાસના કરી તેથી અંબિકાદેવી પ્રગટ થયાં અને શ્રાવકના હાથમાં સ્વર્ણ અક્ષરોમાં એક શ્લોક લખી આપ્યો અને કહ્યું કે આ શ્લોકને જે વાંચી શકે તેમને જ યુગપ્રધાન જાણવા. - અંબડ શ્રાવક અનેક નગરો તથા ગામડાંઓમાં ગયો અને અનેક આચાર્યોને પોતાનો હાથ બતાવીને શ્લોક વાંચવા Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨) દાદા ગુરુદેવ ચરિત્ર માટે પ્રાર્થના કરતો, પરંતુ કોઈપણ આચાર્ય તે શ્લોક વાંચવા સમર્થ થયા નહીં. ક્રમશઃ ભ્રમણ કરતો કરતો અંબડ શ્રાવક સિદ્ધપુર પાટણમાં બિરાજમાન આચાર્યશ્રી જિનદત્તસૂરિશ્વરજી ગુરુદેવ પાસે આવી પહોંચ્યો, અને આચાર્યશ્રીને હાથ બતાવી તે શ્લોક વાંચવા વિનંતી કરી. ગુરુદેવે તે શ્લોક મનમાં વાંચ્યો. તેમાં પોતાનું નામ અને પ્રશંસા લખેલી હતી. સ્વપ્રશંસાના દોષથી બચવા માટે ગુરુદેવે અંબડના હાથ પર મંત્રિત કરીને વાસક્ષેપ નાખ્યો અને પાસે બેઠેલા શિષ્યને શ્લોક વાંચવા નિર્દેશ કર્યો. અંબડે ગુરુદેવના શિષ્ય પાસેથી શ્લોક સાંભળ્યો. તે શ્લોક આ પ્રમાણે હતો. " दासानुदासा इव सर्व देवा" यदीय पादाब्जतले लुठन्ति । मरुस्थली कल्पतरु : स जीयात् । युगप्रधानो जिनदत्तसूरिः ॥ આ શ્લોક સાંભળીને અંબડ શ્રાવક બહુ જ પ્રસન્ન થયો અને ગુરુદેવને યુગપ્રધાન માની ગુરુપદે સ્વીકાર્યા. ત્યારથી ગુરુદેવ અંબિકાદેવી દ્વારા પ્રદત્ત યુગપ્રધાન પદથી જગપ્રસિદ્ધ થયા. ડૂબતું જહાજ ઉગાર્યું એક સમયે આચાર્યશ્રી વ્યાખ્યાન આપતા હતા ત્યારે તેમણે જ્ઞાનથી જાણ્યું કે શ્રાવકોનું જહાજ પાણીમાં ડૂબી રહ્યું છે અને તે બધાં મારા નામનું સ્મરણ કરી રહ્યાં છે. ચાલુ વ્યાખ્યાનમાં વિદ્યાબળથી નાવને કિનારે લાવી બધા શ્રાવકોને કિનારે પાર ઉતાર્યા. અંબઇને મજાક ભારે પડી | મુલતાન નગરમાં આચાર્યશ્રીનોં ધામધૂમથી પ્રવેશ થઈ રહ્યો હતો. આ જોઈને વ્યાપારઅર્થે આવેલ ચૈત્યવાસી અબડને Page #26 -------------------------------------------------------------------------- ________________ નાગદેવ શ્રાવકને “યુગ પ્રધાન” ના દર્શન Page #27 --------------------------------------------------------------------------  Page #28 -------------------------------------------------------------------------- ________________ દાદા ગુરુદેવ ચરિત્ર ૨૧ મજાક સૂઝી અને તેણે આચાર્યશ્રીને કહ્યું કે આવા ઠાઠબાઠથી પાટણ શહેરમાં આવો તો તમોને સાચા ચારિત્રવાન સાધુ જાણું. આ પ્રમાણેનાં બીજા અનેક અયુક્ત વચનો આચાર્યશ્રીને કહેવા લાગ્યો. ત્યારે આચાર્યશ્રીએ તે જ સમયે જ્ઞાનોપયોગથી અંબડનું અંધકારપૂર્ણ ભવિષ્ય જોઈને કહ્યું કે હે ભદ્ર ! તું અભિમાન ન કર, અમે પાટણમાં આવીશું ત્યારે તું નિર્ધન થયેલો ગામ બહાર સામે આવતો મળીશ. થોડાં વર્ષ પછી મુલતાન નગરથી પણ વિશેષ ભવ્ય ઉત્સવ-મહોત્સવથી પાટણના શ્રાવકોએ ગુરુદેવનો અતિ સુંદર રીતે નગરપ્રવેશ કરાવ્યો. પ્રવેશ કરતાં નિર્ધન અંબડ સામે મળ્યો. ગુરુદેવે તેને કહ્યું, તું ઓળખે છે ? ત્યારે તે શરમાઈ ગયો અને મનમાં કપટ રાખીને તે આચાર્યશ્રીનો ભકત બન્યો. એક વખત ઈર્ષ્યાને વશ થઈ તેણે ગુરુદેવને આહારમાં ઝેર આપ્યું. ગુરુદેવને ખબર પડતાં તુરંત મુખ્ય શ્રાવક ભણશાલી ગોત્રીય આભુશા શેઠ દ્વારા પાલનપુરથી નિર્વિષ મુદ્રિકા મંગાવીને ઝેર ઉતાર્યુ. આ દુષ્કૃત્યથી અંબડની ચારે બાજુ નિંદા થવા લાગી. અંતે તે દંભી અંબડ ત્યાંથી મરીને વ્યંતરદેવ થયો. ગુરુદ્રોહી આ વ્યંતરદેવ ગુરુ મહારાજનાં છિદ્રો જોવા લાગ્યો. ભક્ત આભૂશાહ શેઠના કુટુંબનું રક્ષણ ગુરુદેવના પરમ ભકત આભુશાહ શેઠે તે વ્યંતરને કહ્યું કે તું ગુરુદેવની આશાતના કરવી છોડી દે ત્યારે તે દુષ્ટ દેવે કહ્યું કે તું તારા આખા કુટુંબ સહિત ઉતારો કરીને બળી બાકળા Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૨ દાદા ગુરુદેવ ચરિત્ર આપે તો હું તેમની આશાતના કરવી છોડું. આભુશાહે તે વાતને માન્ય કરી. ગુરુદેવ નિર્વિધ્ર થયા પછી ગુરુદેવે શેઠના કુટુંબને બચાવવા માટે તેમના ઉપર પોતાનો ઓઘો ફેરવ્યો એટલે તે વ્યંતરદેવ શકિતહીન થઈ ગયો અને ત્યાંથી ચાલ્યો ગયો. આ રીતે શેઠના કુટુંબને ગુરુદેવે બચાવી લીધું. રોગનિવારણ અને માહેશ્વરી બ્રાહ્મણનો જૈનધર્મ સ્વીકાર એક વખત એવો પ્રસંગ બન્યો કે વિક્રમપુર નગરીમાં ભયંકર મહામારીના રોગનો ઉપદ્રવ થયો. શ્રાવકોએ ગુરુદેવને રોગનિવારણ માટે પ્રાર્થના કરી. ગુરુદેવે જૈનધર્મની પ્રભાવના થતી જોઈને સપ્તસ્મરણ વગેરે સ્તોત્રોના પાઠ દ્વારા રોગના ઉપદ્રવને શાંત કરી દીધો. દાદા ગુરુદેવનો આ પ્રભાવ જોઈને જૈનેતર લોકોએ પણ રોગથી બચવા માટે સૂરિજીને વિનંતિ કરી. તપ-ત્યાગની અનૂઠી સાધનાથી સૂરિજીએ નગરનિવાસીઓના રોગને સમૂળગો નષ્ટ કરી દીધો. સૂરિજીની આ પ્રકારની અદ્ભુત આરાધનાથી તે સમયે માહેશ્વરી બ્રાહ્મણ આદિ અનેક કુટુંબોએ જૈન ધર્મનો સ્વીકાર કર્યો. વળી ત્યાં જ તેમના ધર્મોપદેશના પ્રભાવથી એકસાથે ૫00 પુરુષો અને ૭૦૦ સ્ત્રીઓએ દીક્ષા ગ્રહણ કરી. આચાર્યશ્રીની ઉક્ટ સાધનાનું જ આ પરિણામ હતું. શેઠના પુત્રને દૃષ્ટિદાન એક સમયે ગુજરાતના સુરત શહેરમાં ધાર્મિક વૃત્તિવાળા એક શેઠ રહેતા હતા. તેમને એક જ પુત્ર હતો. આ પુત્રની આંખોની રોશની સર્વથા નષ્ટ થઈ ગઈ હતી. અનેક ઉપચારો કરાવ્યા છતાં રોશની આવી નહીં. શેઠ પોતાના પુત્રને ગુરુદેવની Page #30 -------------------------------------------------------------------------- ________________ સુરતનગરમાં એક આંધળાને દૃષ્ટિદાન Page #31 --------------------------------------------------------------------------  Page #32 -------------------------------------------------------------------------- ________________ MA સર્પ-વિષ-વિનાશ Page #33 --------------------------------------------------------------------------  Page #34 -------------------------------------------------------------------------- ________________ દાદા ગુરુદેવ ચરિત્ર ૨૩ પાસે લઈ ગયા અને પુત્રની દૃષ્ટિ સંબંધી વાત કરી. ગુરુદેવે ભાવિ લાભ જાણી- શેઠના પુત્રને દૃષ્ટિ આપી. શેઠ તથા તેમનો પુત્ર બન્નેય પ્રસન્ન થયા. ત્યાર પછી શેઠે ગુરુદેવની પ્રેરણાથી જૈન શાસનની પ્રભાવનાનાં અનેક મહત્ત્વપૂર્ણ કામ કર્યા. સુલતાનના શાહજાદાનું સર્પ-વિષ હર્યું એક સમયે ભરુચ નગરના સુલતાનના શાહજાદાને ભયંકર સર્પ કરડયો. અનેક ઔષધોપચાર કરાવ્યા, કેટલાય મંત્રવિદો તથા ગારૂડિયાઓને બોલાવ્યા. બધાએ સર્પનું ઝેર ઉતારવા માટે ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ બધા જ પ્રયત્નો નિષ્ફળ થયા. છેવટે તેને મરેલો સમજી સ્મશાને લઈ ગયા, એ જ સમયે કોઈ એક વ્યકિત પાસેથી ગુરુદેવના મહિમાનું વર્ણન સાંભળીને સુલતાનના પુત્રને ગુરુદેવની પાસે લઈ ગયા. ગુરુદેવે પોતાના તપના પ્રભાવથી તેના વિષનું હરણ કર્યું, જેથી શાહજાદો નિર્વિષ બની સ્વસ્થ થયો અને ગુરુદેવનો પરમભકત બન્યો. અજૈનને જૈન બનાવી મુખ્ય ૫૮ ગોત્ર સ્થાપ્યાં • આચાર્યશ્રી જિનદત્તસૂરિજીએ બ્રાહ્મણ, વૈશ્ય, માહેશ્વર, ક્ષત્રિય, કાયસ્થ વગેરે જાતિની એક લાખ ત્રીસ હજાર (૧,૩૦,૦૦૦) વ્યકિતઓને જૈન બનાવી તેઓને ભંસાલી, બાફના, બોથરા, સાવણસુખા, ચોરડિયા, માલુ, પારેખ, ગોલેછા આદિ અનેક પ્રમુખ ગોત્રોમાં સ્થાપી ઓસવાલ જૈન જાતિમાં સમાવ્યાં. આ ઉપરાંત બીજાં અનેક ગોત્રોની સ્થાપનાં આચાર્યશ્રી દાદા ગુરુદેવે કરી હતી. તેમણે મુખ્ય અઠ્ઠાવન (૫૮) ગોત્રો સ્થાપ્યાં હતાં. આજે પણ આ ગોત્રો ચાલુ છે. + Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૪ 'દાદા ગુરુદેવ ચરિત્ર રાજાઓને ધર્માનુયાયી તથા અનેકને મોક્ષગામી યુગપ્રધાન શ્રી જિનદત્તસૂરિજી મ. સાહેબે અજમેરનાં ચૌહાણરાજા, અરણોરાજા, સિંહોજી, સામોજી, કુમારપાળ, યાદવરાજા તથા બીજા અનેક મોટા મોટા રાજાઓને પ્રતિબોધ આપી જૈન ધર્માનુયાયી બનાવ્યા, અનેક વ્યકિતઓને સમ્યકત્વ આપી મોક્ષમાર્ગગામી બનાવ્યા હતા. આચાર્યશ્રીનું સંપૂર્ણ જીવન જૈન શાસનની પ્રભાવનામાં, વીર વાણીના પ્રચાર-પ્રસારમાં પસાર થયું હતું. ' સાહિત્યસેવામાં પણ આપે મહત્ત્વપૂર્ણ અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે. સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી વગેરે અનેક ભાષાઓમાં ઘણાં બધા મૌલિક તથા ઉચ્ચકોટિના ગ્રંથો આપે લખ્યાં છે. આજે પણ તેમના ઘણા બધા ગ્રંથો ઉપલબ્ધ છે. - પૂજય આચાર્યશ્રી જિનદત્તસૂરિજી ગુરુદેવે સ્વહસ્તે શ્રી જિનચંદ્રગણિ મ. સાહેબને, જેમના મસ્તકમાં દિવ્યમણિ ચમકતું હતું તેમને આચાર્યપદ આપ્યું. બીજા પણ અનેક યોગ્ય સાધુઓને ગણિપદ, યોગ્ય સાધ્વીજીઓને મહત્તરાપદથી સુશોભિત કર્યા હતાં. અંત સમય સુધી આચાર્યશ્રીએ જૈનશાસનની અભૂતપૂર્વ સેવા કરતાં કરતાં ૭૯ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વિક્રમ સંવત ૧૨૧૧ના અષાડ સુદ ૧૧ અને ગુરુવારે અજમેર નગરમાં અનશન કરીને સ્વર્ગે સિધાવ્યા. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૫ દાદા ગુરુદેવ ચરિત્ર જ્યારે આચાર્યના પાર્થિવ શરીરનો અગ્નિ-સંસ્કાર કર્યો ત્યારે તેમના શરીર પર પહેરેલાં વસ્ત્ર (ચાદર, ચોલપટ્ટો તથા મુહપત્તી) બળ્યાં નહીં અને તે વસ્ત્ર ત્યાંથી ઊડીને ગુજરાતના જ્ઞાનભંડારમાં જઈને પડ્યાં. આજે પણ તે વઓ જેસલમેરના જ્ઞાનભંડારમાં સુરક્ષિત છે. આચાર્યશ્રીના જીવનની આ પણ એક અદ્ભુત અને ચમત્કારી ઘટના છે. જેસલમેર તીર્થમાં આ પવિત્ર વસ્ત્રોનાં હજારો નરનારી આજે પણ દર્શન કરે છે અને વાસક્ષેપ ચઢાવે છે. આચાર્ય ગુરુદેવના સંબંધમાં બનેલી પૂજાઓ તથા બીજા ગ્રંથોમાં સ્પષ્ટ લખેલું છે કે : ! દાદા ગુરુદેવ એક અવતારી છે. એક દેવે મહાવિદેહ ક્ષેત્રમાં જઈને સીમંધર સ્વામીને પૂછયું, ભગવત્ત ખરતરગચ્છાચાર્ય જિનદત્તસૂરિ' હમણાં કયાં છે ? ત્યારે સીમંધર સ્વામીએ કહ્યું કે, આચાર્યશ્રી જિનદત્તસૂરિજી મહારાજ પહેલાં સૌધર્મ દેવલોકમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળા મહર્ધિક દેવ થયા છે. ત્યાંથી આવીને તેઓ મહાવિદેહમાં મનુષ્યપણે ઉત્પન્ન થશે અને ત્યાંથી મોક્ષમાં પધારશે. આ પ્રમાણે એક વખત જન્મ લેનાર એકાવતારી આચાર્યશ્રી જિનદત્તસૂરિજી મ. સાહેબ દાદા ગુરુદેવના નામથી જગપ્રસિદ્ધ થયા. આવા મહાન ગુરુદેવના સ્મરણમાં અપાર શકિત રહેલી છે. તેમના નામસ્મરણથી અનેક ભકતોનાં સંકટ દૂર થયાં છે. દરેક પૂર્ણિમા અને સોમવારના દિવસે અનેક ભકતોને તેઓએ દર્શન આપ્યાં છે. અને વર્તમાનમાં પણ દર્શન આપે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૬ - દાદા ગુરુદેવ ચરિત્ર ૧૦૮ વાર દાદા ગુરુદેવ એકત્રીસાનો એક જ આસને બેસીને પાઠ કરે છે તે શ્રદ્ધાવાન ભક્ત મનવાંછિત ફળ પ્રાપ્ત કરી પાપોથી મુકત થાય છે.' - તેમની સ્વર્ગભૂમિ અજમેરમાં આજે પણ તેમની સ્વર્ગતિથિ અષાડ સુદ ૧૧ના દિવસે મેળો ભરાય છે. અનેક ભકતગણ તે પવિત્ર સ્વર્ગભૂમિમાં જઈ તેમનાં ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પિત કરે છે. ' સંપૂર્ણ ભારતનાં અનેક શહેરો, નગરો તથા ગામડાંમાં એમના નામની ભવ્ય-દાદાવાડીઓ બનેલી છે જેમાં તેમની મૂર્તિઓ અથવા તેમની ચરણપાદુકાઓનાં દર્શન થાય છે. તેમના સ્વર્ગને ૮૩૮ વર્ષો વ્યતીત થયા છતાં તેમના પ્રત્યેની અપાર ભકિત હજારો મનુષ્યોમાં જોવા મળે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ - મણિધારી શ્રીજિનચંદ્રસારિજી મ. સાહેબ છે જંગમ યુગપ્રધાન ખરતરગચ્છાચાર્ય શ્રી જિનદત્તસૂરિજી દાદા ગુરુદેવ પછી મણિધારી શ્રી જિનચંદ્રસૂરિજીનું નામ ઈતિહાસના પાને અતિ આદરથી લેવાયું છે. તેમનું જીવન અત્યંત પ્રભાવશાળી, યશસ્વી તેમજ ઉત્કૃષ્ટ ચારિત્રયુકત હતું. જન્મ - દાદા સાહેબ શ્રી જિનચંદ્રસૂરિ ગુરુદેવનો જન્મ સંવત ૧૧૯૭માં ભાદરવા સુદ-૮ના શુભ દિવસે જેસલમેરની નજીક વિક્રમપુરનગરમાં થયો હતો. તેમના પિતાજીનું નામ શાહ રાસલ હતું. તેઓ સુખી, સંપન્ન તથા પ્રતિષ્ઠિત નગરશેઠ હતા. તેમના માતાજીનું નામ દેલ્હણદેવી હતું. તેઓ પણ સુશીલ અને સુસંસ્કારી હતાં. બાળપણ અને સંસ્કાર જિનચંદ્રસૂરિ ગુરુદેવ જન્મથી જ સુંદર આકૃતિવાળા, સુડોળ સુકુમાર કાયાવાળા તથા અલૌકિક પ્રતિભાસંપન્ન અને બુદ્ધિનિધાન હતા તેથી તેઓ અનેકોના પ્રિયપાત્ર બની ગયા હતા. દેવ, ગુરુ તથા ધર્મ પ્રત્યેની ભકિત પણ તેમનામાં અપ્રતિમ, અપૂર્વ હતી. આ બધા સંસ્કાર તેમને તેમનાં માતાપિતા તરફથી વારસામાં મળ્યા હતા. માતા સાથે વ્યાખ્યાન-શ્રવણ અને વૈરાગ્યભાવ - એક વખત મેહર, વાસલ આદિ શ્રાવકોએ ખરતરગચ્છાચાર્ય યુગપ્રધાન શ્રીજિનદત્તસૂરિજી દ્વારા રચિત ચર્ચરી Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૮ દાદા ગુરુદેવ ચરિત્ર નામના ગ્રંથનું અધ્યયન કર્યું. તેથી તેઓ આચાર્યશ્રીથી બહુ જ પ્રભાવિત થયા, અને આચાર્યશ્રીને આગ્રહ કરી અજમેરથી વિક્રમપુરમાં પ્રવેશ કરાવ્યો. શ્રાવકોની વિનંતિથી સૂરિજીએ ચોમાસું પણ ત્યાં જ કર્યું. તેમની વૈરાગ્યયુક્ત વીરવાણીના પ્રભાવથી અનેક શ્રાવકોએ દેશવિરતિ તથા સર્વવિરતિ ધર્મ ગ્રહણ કર્યો. દેલ્હણદેવી પણ પ્રતિદિન વ્યાખ્યાન શ્રવણ કરી પોતાના જીવનને ધન્ય માનતાં. માતા દેલ્હણદેવી સાથે તેમનો પુત્ર પણ ગુરુદેવના દર્શનાર્થે આવ્યો. તે બાળકને જોતાં જ ગુરુદેવને પોતાના જ્ઞાનબળથી બાળકમાં રહેલી પ્રતિભા તથા પ્રખરબુદ્ધિની જાણ થઈ. શુભલક્ષણયુક્ત તેજસ્વી બાળક જો દીક્ષિત થાય તો મહાવીરના શાસનને ચમકાવી દે. મહાપુરુષોની મનોગત ભાવનાને સફળ થતાં વાર નથી લાગતી. ધીરે ધીરે ગુરુદેવના સંપર્કથી બાળકનું મન વૈરાગી બની ગયું. ચાતુર્માસ પૂર્ણ થયા પછી દાદા ગુરુદેવ વિહાર કરી અજમેર પધાર્યા. ગુરુદેવના ચરણમાં સમર્પણ આ બાજુ બાળકે માતા-પિતા સમક્ષ સંસારત્યાગની વાત કરી અને અજમેરમાં વિરાજિત ગુરુદેવ પાસે જવાનો પોતાનો વિચાર વ્યક્ત કર્યો. પુત્રની વાત સાંભળી માતાપિતા દિમૂઢ થઈ ગયાં. પુત્રને તેના વિચારોથી વિમુખ કરવા માટે ઘણો પ્રયાસ કર્યો, પરંતુ દૃઢ મનોબળ તથા મજબૂત સંકલ્પબળને શિથિલ કરવા તેઓ અસમર્થ રહ્યાં. અંતે વિવશ થઈ પુત્રને અજમેરમાં ગુરુદેવના ચરણે લઈ ગયા. ત્યાં સંવત ૧૨૦૩ના ફાગણ સુદ - ૯ના શુભ દિવસે જેની છ વર્ષની ઉંમર હતી તે બાળકને ગુરુદેવ દીક્ષિત કર્યો. Page #40 -------------------------------------------------------------------------- ________________ દાદા ગુરુદેવ ચરિત્ર વિદ્યાભ્યાસમાં અજોડ બાલ-સાધુ બાલ સાધુજીએ દીક્ષા પછી એકાગ્ર મનથી અધ્યયનનો પ્રારંભ કર્યો. પોતાની અપૂર્વ સ્મરણ-શક્તિ તથા વિશિષ્ટ બુદ્ધિબળથી બે વર્ષના અતિ અલ્પ સમયમાં તેઓ ખીલી ઊઠયા. તે સમયે તેમની સમકક્ષ એવી પ્રતિભાશાળી અન્ય કોઈ વ્યક્તિ હતી નહીં. તેઓ અજોડ હતા. સરસ્વતી તો જાણે તેમની જીહ્વા પર સાક્ષાત વિરાજમાન હતી. ૨૯ આમ 'બાલસાધુજીની અસાધારણ મેધા, પ્રભાવશાળી મુખમુદ્રા તથા આકર્ષક વાક્ચાતુર્યથી બધો જ જનસમુદાય અહોભાવથી ચમત્કૃત થઈ મુક્ત કંઠે બાલસાધુની તથા શ્રી જિનદત્તસૂરિજી મ. સાહેબની અદ્ભુત પરખની પ્રશંસા કરવા લાગ્યા. બાલવયમાં આચાર્યપદ પામ્યા બે જ વર્ષના દીક્ષિત બાલમુનિની વિશિષ્ટ યોગ્યતા જોઈને સંવત ૧૨૦૫ના વૈશાખ સુદ ૬ (છઠ્ઠ) ના શુભ દિવસે વિક્રમપુરમાં શ્રી મહાવીર પ્રભુના જિનાલયમાં ગુરુદેવે સર્વ શ્રી સંઘની સંમતિથી લઘુવયસ્ક પણ મહાન વિદ્વાન બાલસાધુને આચાર્યપદ પ્રદાન કર્યું. બાલસાધુ શ્રી જિનચંદ્રસૂરિજીના નામથી પ્રસિદ્ધ થયા. આચાર્યપદનો મહોત્સવ તેમના પિતા શાહ રાસલે ધામધૂમથી ઊજવ્યો હતો. ગુરુઆશીર્વાદ સાથે અનેક વિષયોમાં નિપુણતા પૂજ્ય ગુરુદેવ શ્રી જિનદત્તસૂરિજીએ બાલસૂરિજીને આગમોનું અપાર જ્ઞાન આપ્યું. સાથે સાથે મંત્ર, તંત્ર, જ્યોતિષ, Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૦ દાદા ગુરુદેવ ચરિત્ર વ્યાકરણ, ન્યાય, અલંકાર આદિ વિષયોનો પણ અભ્યાસ કરાવ્યો. જ્ઞાનગ્રહણની અદ્ભુત શક્તિ તથા યોગ્ય પાત્રતાના કારણે બાલસૂરિ શ્રી જિનચંદ્રજી બધા જ વિષયોમાં નિષ્ણાત તથા ધુરંધર બની ગયા. તેમની સરળતા, સેવાભાવના તથા વિનય વગેરે ગુણોથી ગુરુમહારાજ અતિ પ્રસન્ન હતા. વ્યવહારિક શિક્ષણ, ગચ્છસંચાલન વગેરેમાં નિપુણતા તેમને વ્યવહારિક શિક્ષણ સાથે ગચ્છસંચાલન, સંપ્રદાય સુરક્ષા તથા આત્મોન્નતિની પણ અનેક પ્રકારની હિતશિક્ષાઓ ગુરુદેવે આપી હતી. તે પૈકીનું જીવનરક્ષાનું શિક્ષણ અતિ મહત્વનું હતું. તે શિક્ષણમાં એક મહત્ત્વની વાત એ હતી કે દિલ્હી શહેરમાં ક્યારેય પણ તમે ન જશો, કારણ કે દિલ્હીમાં તે સમયે દુષ્ટ દેવો તથા યોગિનીઓનો બહુ જ ઉપદ્રવ હતો. બાલાચાર્યશ્રી જિનચંદ્રસૂરિજીનો મૃત્યુયોગ પણ તે નિમિત્તે જ છે તે જાણીને ગુરુદેવ મહારાજે દિલ્હી જવા માટે નિષેધ કર્યો હતો જેથી તે નિમિત્તોથી સાવધાન રહે. જૈનશાસનના મહાપ્રભાવક ખરતરગચ્છાચાર્ય યુગપ્રધાન દાદાશ્રી જિનદત્તસૂરિજી મ.સાહેબ સંવત ૧૨૧૧માં અષાડ સુદ - ૧૧ના દિવસે અજમેરમાં સ્વર્ગવાસી થયા. પછી સર્વ સમ્મતિથી ગચ્છસંચાલનનો બધો જ કારભાર બાલસૂરિજીને સોંપવામાં આવ્યો. તેર (૧૩) વર્ષની અતિ લઘુ ઉંમરે પણ તેઓ પોતાની આગવી (અનૂઠી) સૂઝસમજ અને હિંમતથી આવેલી બધી જ જવાબદારીઓ કાર્યદક્ષતાપૂર્વક સુચારુરૂપે નિભાવવા લાગ્યા. Page #42 -------------------------------------------------------------------------- ________________ દાદા ગુરુદેવ ચરિત્ર ૩૧ તે સમયે યુગપ્રધાન શ્રી જિનદત્તસૂરિજી ગુરુદેવના, હજારો સાધુ હતા. તે પૈકી કેટલાક પ્રકાંડ વિદ્વાન, આચાર્ય ઉપાધ્યાય, ગણિ વગેરે હતા પરંતુ અનુશાસન કરવાની શક્તિ બાલચાર્યમાં જ હતી. તેથી સર્વસંમતિથી ગચ્છસંચાલનનો બધો જ ભાર જિનચન્દ્રસૂરિજીને સોંપવામાં આવ્યો, જે તેમણે તેર વર્ષની લઘુ ઉંમરે આગવી સૂઝસમજ અને હિંમતથી નિભાવ્યો. સ્વાત્મકલ્યાણ સાથે સાધુ-સાધ્વીઓને પ્રતિબોધ વગેરે બાલાચાર્યએ અનેક નગરો (શહેરો), ઉપનગરો (કસ્બા) વગેરે પૃથ્વીતલમાં વિચરણ કરીને કેટલાય જીવોને પ્રતિબોધ આપ્યો. કેટલાક ઉન્માર્ગગામી પ્રાણીઓને સત્પંથ બતાવી તેમનું આત્મોત્થાન કર્યું. સ્વાત્મકલ્યાણની સાથે દેશભરમાં જૈન શાસન તથા ધર્મની પ્રભાવના ` કરી, કેટલાંયે જિનાલયોની પ્રતિષ્ઠાઓ તથા અનેક શ્રાવક-શ્રાવિકાઓને પ્રતિબોધ આપી દીક્ષિત બનાવ્યાં. આમ તેઓ જ્યાં જ્યાં પધાર્યા ત્યાં ત્યાં શ્રાવકશ્રાવિકાઓએ તેમનાથી પ્રભાવિત થઈ દીક્ષા અંગિકાર કરી જેથી તેમનો શિષ્યસમુદૃાય બહુ મોટો રહ્યો હતો અને સાધ્વીસમુદાયની સંખ્યા પણ અધિક હતી. તેમણે કેટલાય સાધુઓને યોગ્યતાનુસાર આચાર્ય, ઉપાધ્યાય, ગણિ, વાંચનાચાર્ય આદિ પદથી સુશોભિત કર્યાં. ગુરુ જિનદત્તસૂરિજીના સ્તૂપની પ્રતિષ્ઠા ક્રમશઃ યુગપ્રધાન શ્રી જિનદત્તસૂરિજી મ. સાહેબની સ્વર્ગભૂમિ અજમેરમાં પધાર્યા ત્યારે ત્યાં તેમના સ્તૂપની પ્રતિષ્ઠા કરાઈ. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩ર. દાદા ગુરુદેવ ચરિત્ર ત્યાંથી જિનચન્દ્રસૂરિ બાલાચાર્ય નરપાલપુર પધાર્યા. ત્યાં એક ગર્વિષ્ઠ અને જ્યોતિષશાસ્ત્રના અલ્પ અભ્યાસીની તેમને મુલાકાત થઈ. આચાર્યશ્રીનો તેની સાથે વાદ-વિવાદ થયો. અહંકારી જ્યોતિષ નિરુત્તર થયો અને સૂરિજીની જીત થઈ. - વિચરણ કરતા કરતા આચાર્યશ્રી રૂદ્રપલ્લી પધાર્યા. ત્યાં પદ્માચાર્ય નામના ચૈત્યવાસી સાથે રાજદરબારમાં વિદ્વત વર્ગની હાજરીમાં અનેક પ્રશ્નોત્તર થયા. પદ્માચાર્ય ઈર્ષ્યા અને અહંકારને વશ થઈ વારંવાર ઉન્મત્ત થઈ જતા હતા. ક્રોધાવેશથી તેમની મુખાકૃતિ પણ વિકૃત બની જતી હતી. પરંતુ સામે તો વિનય તથા શિષ્ટાચારની સાક્ષાત્ મૂર્તિરૂપ બાલાચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજી ઉપસ્થિત હતા તેથી પદ્માચાર્યને ક્રોધ શાંત કરે જ છૂટકો હતો. તેમના પ્રત્યેક પ્રશ્નના ઉત્તરો શ્રી જિનચંદ્રસૂરિજી સરલ, અને વિનયથી સહજતાપૂર્વક તથા શાંતિ અને સ્વસ્થતાપૂર્વક આપતા હતા. આ બંને આચાર્યોનો શાસ્ત્રોક્ત વાદવિવાદ સાંભળવા મોટો જનસમુદાય એકત્રિત થયો હતો અને પ્રત્યેક પરિણામની પ્રતીક્ષા કરતા હતા. અહંકારી અને ક્રોધી વ્યક્તિ ગમે તે ક્ષેત્રમાં ક્યારેય પણ સફળ થતો નથી તે ન્યાયે પદ્માચાર્ય રાજસભામાં બધા સમક્ષ પરાજિત થયા. ગચ્છનાયક બાલાચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજીની વિદ્વત્તા, વાકચાતુર્યતા તેમજ જનતા તેમના મૌલિક ગુણોની પ્રશંસા મુક્ત કંઠે કરવા લાગી. દરબાર તરફથી આચાર્યશ્રીને સન્માનપૂર્વક વિજય-પત્ર આપવામાં આવ્યું. શ્રી સંઘે પણ તેમના વિજયના ઉપલક્ષમાં બહુ મોટો મહોત્સવ કર્યો. આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજી મ. સાહેબ એક સમય શ્રી સંઘની સાથે જઈ રહ્યા હતા. માર્ગમાં બોરસિદાન ગામ Page #44 -------------------------------------------------------------------------- ________________ ડાકુઓથી સંઘની રક્ષા Page #45 --------------------------------------------------------------------------  Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૩ દાદા ગુરુદેવ ચરિત્ર નજીક સંધે પડાવ નાખ્યો હતો. અચાનક સંઘને ખબર પડી. કે કેટલાક ડાકુઓ ઉપદ્રવ કરતા અહીં આવી રહ્યા છે. યાત્રીસંઘમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું. સંઘની ભયથી વ્યાકુલ અવસ્થા જોઈને આચાર્યશ્રીએ કહ્યું કે ગભરાશો નહીં, તમે બધા એક સ્થાન ઉપર એકત્રિત (ભેગા) થઈ જાઓ. ઊંટ, ઘોડા, બળદ વગેરે પશુઓને પણ એક સ્થાને ઊભાં રાખો અને પોત-પોતાના ઈષ્ટદેવોનું સ્મરણ કરો. દાદા ગુરુદેવ શ્રી જિનદત્તસૂરિજી બધાની રક્ષા કરશે. પછી ગુરુદેવે પોતાના દંડાથી મંત્રોચ્ચારપૂર્વક સંઘની ચારે બાજુ કોટના આકાર જેવી રેખા ખેંચી દીધી. યાત્રીઓએ ઘોડા પર બેઠેલા હજારો ડાકુઓને જોયા પરંતુ ડાકુઓએ સંઘને જોયો નહીં. તેઓ કોટને જોતા જોતા ત્યાંથી નીકળી ગયા. યાત્રીસંઘ નિર્ભીક થઈ ગયો. દાદા ગુરુદેવના મંત્રબળની અદ્ભુત શક્તિ જોઈને બધા ચમત્કૃત થયા. આચાર્યશ્રીની સાથે સંઘ નિર્વિઘ્ન દિલ્હી શહેરની નજીક પહોચ્યો. દિલ્હીના સંઘને સૂરિજી પધાર્યાની સૂચના મળતાં સર્વત્ર ખુશી વ્યાપી ગઈ. દિલ્હી સંઘના પ્રમુખ શ્રાવકો મહોત્સવપૂર્વક આચાર્ય મહારાજના વંદનાર્થે ગયા. તે સમયે દિલ્હી શહેરમાં મદનપાલ નામે રાજા રાજ્ય કરતા હતા. રાજમહેલના ઝરૂખે બેઠેલા મદનપાલ રાજાએ ઉત્સવપૂર્વક વંદના કરવા જતા શ્રાવકોને જોયા. રાજાએ પોતાના પ્રધાન અધિકારીઓને પૂછ્યું કે સુંદર વસ્ત્રાભૂષણથી સજ્જ અને મહોત્સવપૂર્વક નગરના પ્રમુખ લોક ક્યાં જાય છે ? ત્યારે તે લોકોએ કહ્યું કે અનેક ગુણાલંકૃત વિશિષ્ટ શક્તિશાળી, Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૪ દાદા ગુરુદેવ ચરિત્ર અત્યન્ત સુંદર, લઘુવયસ્ક એમના ગુરુમહારાજ આપણા શહેરની નજીકના ગામમાં પધાર્યા છે. તેમનાં દર્શન-વંદન કરી દિલ્હી નગરમાં પધારવાની વિનંતી કરવા જઈ રહ્યા છે. - આ પ્રમાણેની ગુરુદેવની વિશેષતાઓથી આકર્ષાઈ મદનપાલ રાજાને પણ સૂરિજીના દર્શને જવાની ઉત્કંઠા જાગ્રત થઈ. તેમણે રાજ્ય કર્મચારીઓને આજ્ઞા આપી કે અમારો પટ્ટ ઘોડો સજાઓ અને નગરમાં ઉદ્ઘોષણા કરાવો કે રાજપુરુષો તૈયાર થઈ અમારી સાથે ચાલે. રાજાશા પ્રાપ્ત કરી હજારો સુભટો, સામંતો, મંત્રીઓ તથા શેઠ શાહુકારો વગેરે નગરજનોએ ઘોડાઓ ઉપર સવાર થઈ રાજાજી સાથે પ્રસ્થાન કર્યું. મદનપાલ રાજાએ ગુરુ મહારાજનો ઉપદેશ સાંભળ્યો. ગુરુદેવની અમૃતવાણીથી રાજા બહુ જ પ્રભાવિત થયા અને સૂરિજીને દિલ્હી શહેરમાં પધારવા પ્રાર્થના કરી. આચાર્યશ્રી જિનચંદ્રસૂરિજીને પોતાના ગુરુદેવ શ્રી જિનદત્તસૂરિજીનો અંતિમ ઉપદેશ સ્મૃતિમાં આવ્યો એટલે મદનપાલ રાજાની વિનંતીનો કોઈ પણ ઉત્તર આપ્યો નહીં અને મૌન રહ્યા. રાજાએ ગુરુદેવના મૌનનું કારણ પૂછયું અને કહ્યું કે શું મારી નગરીમાં આપને કોઈ અસુવિધા છે ? અથવા આપના પવિત્ર ચરણને યોગ્ય શું મારી નગરી નથી? અથવા અન્ય કોઈ કારણ છે ? જેથી માર્ગમાં આવેલું મારું દિલ્હી શહેર છોડીને આપ અન્યત્ર પધારી રહ્યા છો ? હું આપને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થવા દઉં અને આપ શહેરમાં પધારો! Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૫ દાદા ગુરુદેવ ચરિત્ર પ્રત્યુત્તરમાં સૂરિજીએ કહ્યું કે આપની નગરી તો ધર્મયુક્ત છે. મને કોઈ અસુવિધા નથી. પરંતુ રાજાએ કહ્યું કે તો પછી જલ્દી પધારો, આપને કોઈ કષ્ટ યા બાધા નહીં થશે. મદનપાલ રાજાના અત્યન્ત અનુરોધના કારણે સૂરિજીને દિલ્હી શહેર તરફ વિહાર કરવો પડયો. પરંતુ સ્વર્ગીય ગુરુદેવ શ્રી જિનદત્તસૂરિજીની દિલ્હી વિહારની આજ્ઞા ઉલ્લંઘનનો મનમાં ભારે અફસોસ હતો છતાં ભવિતવ્યતાને આધિન થવું પડયું. દિલ્હી નરેશ્વરે આચાર્ય શ્રી જિનચન્દ્રસૂરિજીના નગર પ્રવેશના ઉપલક્ષમાં પૂરી નગરી તોરણો અને પતાકાઓથી સુંદર સજાવી હતી. વિવિધ પ્રકારનાં વાજિંત્રોનાં નાદથી આસમાન ગુંજી ઊઠયું હતું. ચલે ને ચૌટે સધવા સ્ત્રીઓ મંગળ ગીતો ગાવા લાગી હતી. લાખો મનુષ્ય સ્વાગત માટે એકત્રિત થયાં હતા. પ્રત્યેકનાં હૃદય આજે અનોખી ખુશી અનુભવી રહ્યાં હતાં. જ્યારે નગરીના રાજા સ્વયં ગુરુ મહારાજનું સામૈયું કરે તોં જનતાને તો વિશેષ આનંદ થઈ રહે ને ? . ગુરુ મહારાજનો નગર પ્રવેશનો મંગલ મહોત્સવ અભૂતપૂર્વ તેમજ દર્શનીય હતો. સૂરિજીની સાથે સાથે મદનપાલ રાજા પણ ચાલતા હતા જેથી મહોત્સવ વિશેષ દર્શનીય બની ગયો હતો. આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે બાલ આચાર્યશ્રી જિનચંદ્રસૂરિજી અલૌકિક પ્રતિભાસંપન્ન હતા. Page #49 -------------------------------------------------------------------------- ________________ દાદા ગુરુદેવ ચરિત્ર - આયાર્ય મહારાજની અમૃતવાણીના નિત્યશ્રવણ તથા સત્સંગતિથી દિલ્હી નરેશની ધર્મ પ્રત્યેની આસ્થા વધતી ગઈ. ગુરુદેવના ધર્મોપદેશથી અનેક ભવ્યાત્માઓનાં જીવન પરિવર્તન થયાં. મંત્ર-યંત્ર પટ્ટક પૂજા કુલચંદ્રને ધનાઢ્યતા એક કુલચંદ્ર નામના શ્રાવક ગુરુદેવના ઉત્કૃષ્ટ ચારિત્ર તપ, ત્યાગથી પ્રભાવિત થઈ પરમ ભક્ત બન્યા. પરંતુ કે સંયોગે નિર્ધન હતા. ધનના અભાવથી કુલચંદ્ર શ્રાવક દિનપ્રતિદિન દુર્બળ થતા જોઈ સૂરિજી મ. સાહેબે કંકુ, કસ્તુર આદિ સુગંધિત દ્રવ્યોથી મંત્રાક્ષર લખી એક યંત્ર પટ્ટક આપ્યો અને તે યંત્રપટ્ટકનું વાસક્ષેપથી નિત્ય પૂજન કરવા કહ્યું. ઉતરેલો વાસક્ષેપ પારા આદિના સંપર્કથી સુવર્ણ બની જશે. કુલચંદ્ર શ્રાવકે ગુરુએ દર્શાવેલી વિધિનુસાર યંત્રપટ્ટકની પૂજા ચાલુ કરી. અલ્પ સમયમાં જ તે શ્રાવક ધનાઢય બની ગયો. આ પ્રમાણે દાદાસાહેબ શ્રી જિનચંદ્રસૂરિજી ગુરુદેવે સમયની અનૂઠી સાધનાબળથી તથા અલૌકિક પ્રતિભાથી દેશ, સમાજ, રાષ્ટ્ર અને શાસનની અનેકવિધ સેવાનાં મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યા. સાહિત્ય સેવામાં પણ તેઓ એટલા જ અગ્રેસર હતા. પોતાની વિદ્વતા તથા અલૌકિક બુદ્ધિથી તેમણે અનેક ગ્રંથ રચ્યા હતા. આજે પણ આચાર્યશ્રીનો વ્યવસ્થા કુલક' ગ્રંથ ઉપલબ્ધ છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ દાદા ગુરુદેવ ચરિત્ર ૩૭ - આચાર્યશ્રી જિનચંદ્રસૂરિજીએ પોતાનું આયુષ્ય નિકટ જાણી ચતુર્વિધ સંઘની સમક્ષ પ્રાણીમાત્રથી ક્ષમાપના કરી અંતમાં અનશનાદિ અંતિમ આરાધના કરી સંવત ૧૨૨૩ ના દ્વિતીય ભાદરવા વદ - ૧૪ ના દિવસે સ્વર્ગે સિધાવ્યા. અંતસમયની બે ભવિષ્યવાણી અંત સમયે શ્રાવકો સમક્ષ સૂરિજીએ બે ભવિષ્યવાણી કરી હતી. (૧), મૃત્યુ પછી મારી અરથીને જ્યાં અગ્નિ સંસ્કાર કરવાનો હોય તે જ સ્થળે ઉતારજો. વચમાં ક્યાંય વિશ્રામ આપશો નહીં. (૨) બીજી ભવિષ્યવાણી એ હતી કે મારા પાર્થિવ શરીરનો અગ્નિ - સંસ્કાર કરો તે સમયે નજીકમાં દૂધથી ભરેલું પાત્ર રાખજો જેથી મારા મસ્તકમાં રહેલું પ્રભાવિક મણિરત્ન મસ્તકમાંથી નીકળી દૂધના પાત્રમાં સ્વતઃ ઊડીને પડશે. - વિશેષ : યુગપ્રધાન દાદાસાહેબ શ્રી જિનચંદ્રસૂરિજીના મસ્તકમાં અતિ કીમતી પ્રભાવિ મણિરત્ન બચપણથી જ ચમકતું દષ્ટિગોચર હતું તેથી તેમનું નામ “મણિધારી શ્રી જિનચંદ્રસૂરિજી' જગતમાં જાણીતું થયું. આજે પણ મણિધારીના નામથી જ તેમને ઓળખવામાં આવે છે. સ્વર્ગગમનથી સર્વત્ર શોકનું વાતાવરણ ૨૬ વર્ષની અતિ અલ્પ ઉંમરે ગુરુદેવના સ્વર્ગ ગમનથી સમસ્ત નગરમાં હાહાકાર મચી ગયો. સર્વત્ર શોકનું વાતાવરણ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮ દાદાગુરુદેવ ચરિ પ્રસરી ગયું. મદનપાલ રાજા પણ ગુરુવિરહ વ્યથાથી બહુ દુ:ખ થયા. સંઘ અત્યંત શોકાતુર બની ગયો. તેમની ઉદ્વિગ્નત તથા વિરહાગ્નિની દશા તો અવર્ણનીય હતી. ગચ્છ તથા સં અનાથ બની ગયા. જૈન શાસનમાં તેમના સ્વર્ગગમનથી પૂર્ર ન શકાય તેવી ખોટ પડી હતી. આવી દુઃખદ અવસ્થાન કારણે આચાર્યશ્રીએ આપેલી બંનેય શિક્ષા સૂચનાઓ શ્રાવ ભૂલી ગયા હતા. ગુરુદેવની પાલખી લઇ જતાં માર્ગમાં (દિલ્હીનું મોટું બજાર) માણેકચોકમાં પૂર્વપ્રથાનુસાર વિશ્રામ આપી દીધો. આચાર્યશ્રીના કથાનાનુસાર પાલખી માણેકચોક બજારમાંથી ઊઠી જ નહીં. મદનપાલ રાજાએ મોટા મોટા બળવાન હાથીઓ દ્વારા લોઢાની સાંકંળોથી પાલખીને ખેંચાવવાના અનેક પ્રયત્નો કર્યા પરંતુ પાલખી (વિમાન) લેશમાત્ર પણ ત્યાંથી ખસી નહીં એમાં આચાર્યશ્રીનો ચમત્કાર સમજી દિલ્હી નરેશના આદેશથી બજારની વચમાં ચંદનાદિ સુંગધિત દ્રવ્યોથી ગુરુદેવના પાર્થિવ શરીરનો અગ્નિસંસ્કાર કર્યો. આજે પણ તે સ્થાન મહોલીના નામથી પ્રસિદ્ધ છે. આજે પણ ગુરુદેવની તે સ્વર્ગભૂમિની લાખો યાત્રીઓ શ્રદ્ધાથી દર્શન, પૂજનાદિ કરે છે. ગુરુદેવ પરોક્ષરૂપે અનેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨થી (પાલખી) નો ચમત્કાર Page #53 --------------------------------------------------------------------------  Page #54 -------------------------------------------------------------------------- ________________ દ્મદા ગુરુદેવ ચરિત્ર ૩૯ અગ્નિસંસ્કારના સમયે એક વ્યક્તિ ગુપ્ત રીતે દૂધથી ભરેલો વાડકો લઇ ઊભો હતો. અગ્નિસંસ્કાર થતાં જ ગુરુદેવના મસ્તકમાં રહેલું મણિ ઊડીને દૂધના વાડકામાં પડયું. મિણ દૂધમાં પડતાંની સાથે સંઘને યાદ આવ્યું કે અરે ! ગુરુદેવે હેલી અંતિમ બંને વાતો ભૂલી ગયા. સંઘને પશ્ચાતાપ થયો. પરંતુ મણિ તે વ્યક્તિ પાસે પણ ટકી શક્યું નહીં. કુપાત્રમાં કદાપિ સારી વસ્તું ટકી શકતી નથી. વાસ્તવમાં યુગપ્રધાન મણિધારી શ્રી જિનચંદ્રસૂરિજી સાધારણ આચાર્ય ન હતા. તેઓ મહાન ચમત્કારી તથા પ્રભાવશાળી આચાર્ય હતા. ૬ વર્ષની લઘુવયમાં દીક્ષા લેવી અને બે જ વર્ષના દીક્ષાપર્યાયમાં એટલે કે આઠ વર્ષની ઉંમરમાં આચાર્ય પદ પ્રાપ્ત કરવું એ જ એમની પ્રખર પ્રતિભાનો પરિચય હતો. વળી મદનપાલ જેવા રાજાને પ્રતિબોધ આપી જૈન શાસનના અનુરાગી બનાવવા એ કોઇ જેવી તેવી વાત ન કહેવાય. એમાં એમની ઉત્કૃષ્ટ સાધનાનું જ શુભ પરિણામ હતું. આ પ્રમાણે તેઓ યશસ્વી જીવન જીવ્યા હતા. એવા ગુરુદેવનાં ચરણોમાં હમારા શત શત નમન હો. (કોટિ કોટિ નમન હો.) આજ પણ શ્રદ્ધાળુ ભક્તો માટે જીવતી જાગતી જ્યોત છે. મહરોલીમાં ભાદરવા સુદ સપ્તમીનો મેળો પ્રતિવર્ષ ભરાય છે લાખો ભક્તો શ્રદ્ધાંજલિ અર્પિત કરી જીવન પાવન કરે છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ - જિન કલસરિજી પ્રથમ ગુરુદેવ યુગપ્રધાન શ્રીજિનદત્તસૂરિજી મ. સા. તથા બીજા ગુરુદેવ મણિધારી શ્રી જિનચંદ્રસૂરિજી મ. સા. પછી ત્રીજા દાદા ગુરુદેવ યુગપ્રધાન શ્રી જિનકુશલસૂરિજી મ. સા. નું નામ ઇતિહાસના પાના પર અમર થયેલું છે. જન્મ : * ભક્ત વત્સલ, પ્રગટપ્રભાવી આચાર્ય પ્રવર શ્રી જિનકુશલસૂરિજીનો જન્મ રાજસ્થાનના ગઢસિવાના ગામમાં સંવત ૧૩૩૭ માં થયો હતો. તેમના પિતાજીનું નામ શ્રી જેસલ (જલ્ડાગર) હતું. તેઓ છાજેડ ગોત્રિય હતા તથા રાજમંત્રી પણ હતા. માતાનું નામ જયંતશ્રી હતું. તેમનું જન્મ નામ કરમણકુમાર હતું. બાળપણ : . જ્યારે દસ વર્ષના થયા ત્યારે ગઢ સિવાનામાં ખરતરગચ્છાચાર્ય શ્રી જિનપ્રબોધસૂરિજીના પટ્ટધર કલિકાલકેવલી શ્રી જિનચંદ્રસૂરિશ્વરજીનું આગમન થયું. ગુરુદેવની વૈરાગ્ય યુક્ત અમૃતવાણી સાંભળી કરમણકુમારને વૈરાગ્ય ભાવના જાગૃત થઇ. નિઃસાર સંસારના સ્વરૂપને જોઈ સમજીને પોતાના જીવનને ત્યાગતપમય વ્યતીત કરવાનો મનમાં દઢ સંકલ્પ કર્યો. ઘરે જઈ માતાજી સમક્ષ સવિનય સંસાર ત્યાગનો વિચાર દર્શાવ્યો. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૧ દાદા ગુરુદેવ ચરિત્ર સંસારત્યાગ ભાવના : પુત્રના વિચાર જાણી માતાને બહુ જ દુઃખ થયું અને તે મોયુક્ત વચનોથી કહેવા લાગ્યાં કે પુત્ર તું આ શું બોલે છે ? મારા જીવનનો માત્ર એક તું જ આધાર છે. તારા વિના જીવવું મારા માટે અતિ દુષ્કર છે. ત્યાગ માર્ગ અત્યંત કઠોર તથા સંકટોથી ભરેલો છે. તારા સુકુમાર શરીર માટે તે માર્ગ સર્વથા ઉપયુક્ત નથી. તું હજુ બાળક છે. સંસારનાં સુખોનો તેં હજુ અનુભવ પણ કર્યો નથી. માટે સંસાર ત્યાગની વાતો છોડી સુખપૂર્વક અપાર ઐશ્વર્યનો આનંદથી ઉપભોગ કર. મારા મનના મનોરથ પૂર્ણ કરી મને સુખી બનાવ. માતાનાં વચનો સાંભળી કરમણકુમારે કહ્યું “સંસારમાં કોઈની તાકાત નથી કે કોઈ કોઈને દુઃખી અથવા સુખી કરી શકે. પ્રત્યેક પ્રાણી પોતાનાં કૃતકર્મોથી જ સુખદુઃખનો અનુભવ કરે છે. આ આત્માએ અનંતવાર સંસારના સંબંધો અનેક પ્રાણીઓ સાથે બાંધ્યા છે. પરંતુ કોઈની સાથેનો સંબંધ સ્થાયી રહ્યો નથી. કોઈ કોઈનું નથી. : સંસારમાં આત્માને સુખી બનાવનાર જો કોઈ હોય એ તો જિનેશ્વર ભાષિત સંયમમાર્ગ જ છે. તે માર્ગ સ્વીકારવાનો મારો દૃઢ નિશ્ચય છે માટે અવિલંબ આજ્ઞા પ્રદાન કરો. પુત્રની સંયમ ગ્રહણ કરવાની દઢ વિચારણા જોઈ માતાને અનિચ્છાએ પણ દીક્ષા લેવાની આજ્ઞા પ્રદાન કરવી પડી. સંવત ૧૩૪૭ના ફાગણ સુદ ૮ ના દિવસે આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિના કરકમલો દ્વારા દબદબાભર્યા. મોટા સમારોહ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૨ દાદાગુરુદેવ ચરિત્ર દ્વારા કરમણકુમારે દીક્ષા અંગીકાર કરી. અને તેમનું નામ કરમણકુમારને બદલે કુશલકીર્તિ રાખ્યું. તે સમયે કરમણકુમારની સાથે દેવવલ્લભ, ચારિત્રતિલક તથા રત્નશ્રી સાધ્વીની પણ દીક્ષા થઈ હતી. વિદ્યા અધ્યયન તે સમયમાં ઉપાધ્યાય વિવેકસમુદ્ર ગીતાર્થ તથા પ્રકાંડ વિદ્વાન સાધુજી મ. સાહેબ હતા. તેમની અદ્ભુત વિદ્વતા તથા વિદ્યાઅધ્યયન કરાવવાની યોગ્યતા જગમશહુર હતી. તેથી શ્રીકુશલકીર્તિના ગુરુવર કલિકાલ કેવીલી શ્રી જિનચંદ્રસૂરિજીએ પણ તેમની પાસે અધ્યયન કર્યું હતું. રાજેન્દ્રચંદ્રસૂરિજી, દિવાકરાચાર્ય, રાજશેષાચાર્ય આદિ અનેક સુપ્રસિદ્ધ વિદ્વાનો પણ તેમની પાસે હેમવ્યાકરણ બૃહદવૃત્તિ, ન્યાય માહાતર્ક લક્ષણ, સાહિત્ય અલંકાર, જ્યોતિષ તથા સ્વપર દર્શનાદિ ગ્રન્થો ભણ્યા હતા. એટલે કુશલકીર્તિજીને પણ તેમની પાસે અધ્યયન હેતુ મોકલ્યા હતા. કુશાગ્ર બુદ્ધિથી અલ્પ સમયમાં અનેક આગમોના જ્ઞાતા થયા તથા ન્યાય વ્યાકરણાદિ સંપૂર્ણ વિષયોના વિશેષજ્ઞ થયા. વાચનાચાર્યની પદવી : આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજી ગુરુદેવે મુનિ-કુશલ કીર્તિજીમાં સર્વ પ્રકારની યોગ્યતા જોઇ પ્રસન્ન થયા અને નાગોર શહેરમાં સંવત ૧૩૭૫માં વિશાળ ઉત્સવપૂર્વક વાચનાચાર્યપદથી તેમને વિભૂષિત કર્યા. તે સમયે અનેક શહેરોના સંઘો એકત્રિત થયા હતા. કેટલાક સાધુ-સાધ્વીજી Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૩ દાદા ગુરુદેવ ચરિત્ર દીક્ષિત થયાં, કેટલાય શ્રાવકોએ બાર વ્રતાદિના પ્રત્યાખ્યાન કર્યા, અને જિનેશ્વર પ્રભુના જિનાલયોમાં અઠ્ઠાઈ મહોત્સવાદિ મંગલ કાર્યક્રમો થયાં. તીર્થયાત્રા : વાચનાચાર્ય શ્રી કુશલકીર્તિજીએ શ્રી જિનચંદ્રસૂરિજી સાથે અનેક તીર્થોની યાત્રા કરી અને ખંડસરાયમાં ચાતુર્માસ કર્યું. ચોમાસા પછી ગુરુદેવ શ્રી જિનચંદ્રસૂરિજીને કંપરોગ ઉત્પન્ન થયો. જ્ઞાનબળથી પોતાનું અલ્પ આયુષ્ય જાણી એમણે વિચાર કર્યો કે મારા પછી મારા શિષ્યોમાં એવો ક્યો યોગ્ય શિષ્ય છે કે જે જૈન શાસનનું સંચાલન સારી રીતે કરી શકે. આ રીતે વિચાર કરતાં તેમની પેની દૃષ્ટિ વાચનાચાર્ય શ્રી કુશલકીર્તિગણિજીના ઉપર પડી અને તેમને પોતાના પાટને યોગ્ય સમજ્યા. પોતાના આ સુંદર વિચાર પોતાના વિશ્વાસ પાત્ર રાજેન્દ્રાચાર્ય, પ્રવર્તક જયવલ્લભગણિ આદિ પ્રમુખ સાધુ તથા શ્રાવકો સમક્ષ દર્શાવ્યા. જિનકુશલસૂરિજી મહારાજનો આચાર્ય પદ મહોત્સવ તેમના વિચાર અનુસાર શ્રી રાજેન્દ્રાચાર્ય, મહોપાધ્યાય વિવેકસમુદ્રમણિજી મહારાજ, પ્રવર્તક જયવલ્લભગણિ મહારાજ વગેરે ૩૩ સાધુજી મ. ૨૩ સાધ્વિજી મ. તથા અનેક સ્થાનોના સંઘોની ઉપસ્થિતિમાં પાટણ શહેરના શાંતિનાથ પ્રભુના દેરાસરમાં વાચનાચાર્યશ્રી કુશલકીર્તિગણિ મ. ને સંવત ૧૩૭૭ ના જેઠ વદ ૧૧ના દિવસે આચાર્ય પદવી આપી અને ગુરુજીના નિર્દેશાનુસાર તેમનું નામ જિનકુશલસૂરિજી સ્થાપિત કર્યું. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૪ દાદા ગુરુદેવ ચરિત્ર આ આચાર્યપદનો મહોત્સવ શેઠ તેજપાલ તથા તેમના ભાઈ રુદ્રપાલે હર્ષોલ્લાસપૂર્વક ઉજવ્યો હતો. તે મહોત્સવનું દશ્ય અતિ સુંદર તથા અવર્ણનીય હતું. સંપૂર્ણ નગર વિવિધ પ્રકારની ધ્વજાઓ તથા તોરણો વગેરેથી સજાયું હતું. અનેક પ્રકારનાં વાજિંત્રોનાં મધુર નાદથી આકાશ ગુંજી ઊઠયું હતું. ચકલે ને ચૌટે સધવા સ્ત્રીઓ મંગલ ગીતો ગાઈને ખુશી વ્યક્ત કરતી હતી. ચતુર્વિધ સંઘની ભીડથી સંપૂર્ણ પાટણનગર સંકીર્ણ થઈ ગયું હતું. યાચકોને પણ મન ઇચ્છિત સોનું, ચાંદી, હાથી, ઘોડા, વસ્ત્રો, અન્સ વગેરનાં દાન અપાયાં હતાં. આ મહોત્સવ દરમ્યાન સાધર્મિવાત્સલ્યનો પણ લાભ લીધો હતો. તેમને પોતાના ઘરે ૧૦૦ આચાર્યજી મ. સાહેબ, ૭૦૦ સાધુજી મ. સાહેબ તેમજ ૨૪૦૦ સાધ્વીજી મ. સાહેબને પ્રતિભાભી કામળી, વસ્ત્રાદિ વહોરાવ્યાં. આ પ્રમાણે તેજપાલ તથા રુદ્રપાલે ન્યાયપાર્જિત ધન ખુલ્લે હાથે ખર્ચને મહાફળ પ્રાપ્ત કર્યું હતું. આચાર્યપદના મહાન મંગલકારી પ્રસંગે અન્ય શહેરોના શ્રાવકોએ પણ વિપુલ ધનનું દાન કરી પુણ્ય ઉપાર્જન કર્યું. ભ્રમણ તથા જ્ઞાન પરિચય : આચાર્ય શ્રી જિનકુશલસૂરિ ગુરુદેવે ત્યાર પછી ઘણાં ગામડાં તથા શહેરોમાં ભ્રમણ કરી જૈન ધર્મની પ્રભાવનાનાં અનેક કાર્યો કર્યા. ક્રમશઃ તેઓ ભીમપલ્લી પંધાર્યા ત્યાં જ્ઞાનોપયોગથી શ્રી વિવેકસમુદ્રોપાધ્યાયનું આયુષ્ય શેષ નિકટ જાણીને ભીમપલ્લીથી વિહાર કરી પાટણ પધાર્યા. શ્રી વિવેક Page #60 -------------------------------------------------------------------------- ________________ પણ શ્રી શરીરમાં કોઇ જ દાદા ગુરુદેવ ચરિત્ર સમુદ્રોપાધ્યાયજી. બિલકુલ સ્વસ્થ હતા. શરીરમાં કોઈપણ પ્રકારની વ્યાધિ ના હતી છતાં પણ શ્રી સંઘની સમક્ષ જેઠ વદી ૧૪ના દિવસે સર્વ જીવોથી ક્ષમાપના સહિત તેમને અનશન કરાવી દીધું અને અચાનક જેઠ સુદ - ૨ના દિવસે સમાધિપૂર્વક તેઓનો સ્વર્ગવાસ થઈ ગયો. ઉપરની ઘટનાથી શ્રીસંઘ સહિત અનેક વ્યક્તિ આશ્ચર્યાન્વિત થઈ ગયા. આ રીતે આચાર્ય શ્રી જિનકુશલસૂરિજી મ. સાહેબના અપૂર્વ આત્મવિશ્વાસ તથા તેમના વિશુદ્ધ જ્ઞાનની પ્રતિતીનો પરિચય બધાને થયો. ગિરનાર આદિ મહાતીર્થ સંઘ અને જિનેશ્વર દેરાસરોની પ્રતિષ્ઠા - તત્પશ્ચાત સૂરિજી મ. પાટણથી વિહારી કરી વિજાપુર ત્રિશંગમ વગેરે નગરમાં વિચરણ કરતા દિલ્હી શહેરમાં પધાર્યા. તેમની પ્રેરણાથી શ્રીમાલ ગોત્રિય શેઠ રયપતિએ દિલ્હીથી પાલિતાણા (શત્રુંજય), ગિરનાર આદિ મહાતીર્થોનો વૈશાખ કૃષ્ણ ૭ ના શુભ દિવસે વિશાળ સંઘ કાઢયો. તે યાત્રા સંઘમાં બાર પ્રકારનાં વાજિંત્રોવાળી શાહી સેના પણ હતી. તે યાત્રા પ્રવાસમાં આવતાં કેટલાંય નગરો તથા ઉપનગરોમાં જિનેશ્વર દેરાસરોની પ્રતિષ્ઠા કરાવી તો ક્યાંય ધ્વજાદંડ ચઢાવી. આ પ્રમાણે વિવિધ શાસન પ્રભાવનાના કાર્યક્રમો કરાવતાં શત્રુજ્ય તીર્થમાં નિર્વિઘ્ન સંઘ પહોંચ્યો હતો. ત્યાં પણ દસ દિવસ સુધી વિશાળ મહોત્સવ સાથે અનેક પ્રતિષ્ઠાઓ કરાઈ. . આજ પ્રમાણે દાદાસાહેબ શ્રી જિનકુશલસૂરિ મ. સાહેબે ઉત્કૃષ્ટ તપ, ત્યાગ તથા પ્રભાવોત્પાદક અમૃતવાણીથી Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૬ દાદાગુરુદેવ ચરિત્ર ભીમપલ્લી આદિ સ્થાનોથી છરીપાલી યાત્રીસંઘ કઢાવ્યા, અનેક સ્થાનોમાં પ્રતિષ્ઠાઓ, દીક્ષાઓ કરાવી જેથી તેમની કીર્તિ ચારે દિશાઓમાં પ્રસરી. તે સમયમાં સિન્ધુદેશમાં મિથ્યાત્વ પ્રવૃત્તિઓ તથા હિંસાત્મક અધર્મનો પ્રચાર પ્રસાર બહું વધી ગયો હતો. પૂજ્ય ગુરુદેવનું તે તરફ લક્ષ્ય ગયું અને સિંધુ દેશની આવી ભયંકર વિષમ પરિસ્થિતિનો વિચાર કરી તેમણે તે તરફ વિહાર કરવાનો નિર્ણય કર્યો. સંયોગવશ ઉચ્ચનગર તથા દેવરાજપુરના પ્રમુખ શ્રાવકો સૂરિજીના ચરણોમાં આવ્યા. તેમનાં દર્શન વંદન કરી સિન્ધુદેશમાં પધારવા માટે આગ્રહભરી વિનંતી કરી. સૂરિજીએ પણ યોગ્ય (ઉપયુક્ત) સમજી તરફ જવા માટે અનુમતિ આપી. • પૂજ્ય ગુરુદેવે સિંધુદેશ તરફ વિહાર શરૂ કરી દીધો. ક્રમશઃ ગુરુદેવ સિન્ધુ દેશમાં પધાર્યાં. તેમના આગમનથી તે બાજુનાં બધાં ક્ષેત્રોના સંઘોમાં અપૂર્વ ઉત્સાહ જાગૃત થયો. તેમની પ્રભાવિ વાણીથી જૈન અને જૈનેતર વગેરે બધા જ આકર્ષિત થયા. તેમણી વાણીનો રસાસ્વાદ લેવા માટે સર્વદા બધા આકર્ષાયેલા (લાલાયિત) રહેતા. સિંધુ દેશના પ્રત્યેક ગામ અને શહેરમાં ફરી ફરીને ગુરુદેવે સત્યધર્મનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો જેથી જનજનનાં હૃદય ધર્મથી આપ્લાવિત થઈ ગયાં. અનેક મિથ્યાત્વ પ્રવૃત્તિઓ તથા અધાર્મિકતા નિર્મૂળ થઇ ગઇ. સંપૂર્ણ જનજીવન અહિંસામય બનતાં; વાતાવરણ પ્રેમમય બની ગયું. અન્ય દેશોની જેમ અહીંયા પણ સર્વત્ર ધર્મક્રિયાઓ થવા લાગી. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૭. દાદા ગુરુદેવ ચરિત્ર પરસ્પરની વૈમનસ્ય ભાવનાઓ સમાપ્ત થઈ ગઈ અને ભ્રાતૃભાવની વૃદ્ધિ થઈ. | સંવત ૧૩૮૯માં સૂરિજી દેવરાજપુરમાં પધાર્યા. ચાતુર્માસ પણ ત્યાં જ વ્યતીત થયું. તે પછી ગુરુદેવ જ્ઞાનબળથી પોતાનો સ્વર્ગવાસ સમીપ જાણીને દેવરાજપુરમાં સ્થિર રહેવાનો નિર્ણય કર્યો. જ્યારે નિર્વાણનો સમય અતિ નિકટ આવ્યો ત્યારે ગુરુદેવે તરુણપ્રભાચાર્ય તથા લબ્લિનિધાન ઉપાધ્યાયને કહ્યું કે મારાં પદને યોગ્ય પંદર વર્ષની ઉંમરવાળા મારા શિષ્ય પદ્મ મૂર્તિ બધી જ વાતે યોગ્ય છે એટલે તેમને જ ગચ્છનાયક પદ આપજો. અને તેમને ગચ્છસંચાલન સંબંધિત બીજી પણ અનેક શિક્ષાઓ આપી. પછી ફાગણ વદ - ૫ (પાંચમ) ના દિવસે શ્રી સંઘ સમક્ષ ક્ષમાયાચના કરી પોતે જ અનશનવ્રત ગ્રહણ કરી પંચપરમેષ્ઠિના ધ્યાનમાં લીન થઈ ગયાં. ફાગણ વદ અમાવસ્યાની રાત્રિના બે પ્રહર વ્યતીત થયા પછી ગુરુદેવ સ્વર્ગે સિધાવ્યા. - દાદાસાહેબ શ્રી જિનકુશલસૂરિજીએ જીવિત અવસ્થામાં જે રીતે પાંડિત્યપૂર્ણ પ્રભાવશાળી પરિચય આપ્યો હતો અને પ્રાણીમાત્રનું કલ્યાણ કરવા જે રીતે તત્પર રહેતા હતા તે જ રીતે સ્વર્ગગમન પશ્ચાત પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરવામાં સાક્ષાત્ કલ્પવૃક્ષ સમાન છે. તેમનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરનાર ભક્તજનોને આજે પણ પ્રત્યક્ષરૂપે દર્શન આપી તેમના દુઃખો તથા મુશ્કેલીઓ દૂર કરે છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ४८ દાદા ગુરુદેવ ચરિત્ર એમના પરોક્ષજીવન સંબંધમાં પણ અનેક ચમત્કારપૂર્ણ પ્રસંગો સાંભળવા અને જોવા મળે છે. તે બધા જ પ્રસંગોનો સંગ્રહ કરી લખીએ તો એક બહુ મોટો ગ્રંથ થઈ જાય પરંતુ અહીં થોડા પ્રસંગોનો ઉલ્લેખ કરવામાં આવે છે. (૧) એક વખત કવિવર સમયસુંદરજી જ્યારે સિંધુ દેશમાં વિચરણ કરતા હતા ત્યારે સંઘ સહિત ઉચ્ચનગર જતાં માર્ગમાં આવતી પાંચ નદીને પાર કરવા માટે નાવડીમાં બેઠા. અચાનક આંધી અને તોફાનની સાથે ખૂબ જ વરસાદ થયો તેથી નાવડી હાલમ ડોલમ થવા લાગી અને બધા શ્રાવકો ભયભીત થઈ ગયા. તે સમયે સમયસુંદરજી મહારાજે પોતાના ઈષ્ટ દાદાસાહેબ શ્રી જિનકુશલસૂરિજીનું સ્મરણ કર્યું. પરિણામે દાદાસાહેબનાં દેવાત્માએ તુરંત સહાય કરીને સંકટનું નિવારણ કર્યું અને બધા નિર્ભિક થયા. આ પ્રસંગનું વર્ણન સમયસુંદરજીએ તેમણે રચેલા પોતાના સ્તવનમાં કર્યું છે. (૨) બિકાનેરના મંત્રી વરસિંહને દાદા ગુરુદેવ શ્રી જિનકુશલ સૂરિશ્વરની સ્વર્ગભૂમિ દેવરાજપુર (દરાવર)ની યાત્રા કરવાની અતિ ઉત્કંઠા હોવા છતાં પણ કારણસર યાત્રા કરી શક્યા નહીં તે કારણે તેમનું મન વ્યથિત રહેતું, એટલે તેમની મનોકામના પૂર્ણ કરવા ગુરુદેવે બિકાનેરથી ચાર ગાઉ (કોશ) દૂર “નીલ” સ્થાનમાં સામે આવીને સ્વપ્ન દ્વારા દર્શન આપ્યાં અને કહ્યું કે તારી અનન્ય ભક્તિથી હું પ્રસન્ન થયો છું. તારી દેવરાજપુરની યાત્રાની ભાવના અહીં જ સફળ થઈ સમજવી. Page #64 -------------------------------------------------------------------------- ________________ ડુબતી નાવ તરાવવી. Page #65 --------------------------------------------------------------------------  Page #66 -------------------------------------------------------------------------- ________________ દાદા ગુરુદેવ ચરિત્ર ૪૯ ગુરુદેવના પ્રત્યક્ષવત્ દર્શનથી મંત્રી વરસિંહને અપાર આનંદ થયો. મંત્રીશ્વરે તે જ સ્થાને વિશાળ ગુરુમંદિર બનાવ્યું. આજે પણ તે સ્થાન ચમત્કારી અને પ્રગટ-પ્રભાવી છે તેનો પ્રત્યક્ષ અનુભવ અનેક ભક્તોને થયો છે. સોમવાર અને પૂનમના દિવસે અનેક ભક્તગણ અહીં દર્શને આવે છે. (૩) અજમેરની પાસે માલપુરામાં એક શ્રાવક ગુરુદેવના પરમભક્ત હતા. તેમને ગુરુદર્શનની અત્યાધિક જિજ્ઞાસા હતી એટલે ગુરુદેવે તેમને પણ પ્રત્યક્ષ દર્શન આપ્યાં. ત્યારથી માલપુરા ગામ પણ ગુરુતીર્થ બની ગયું. જે પાષાણ પર ઊભા રહી ગુરુદેવે દર્શન આપેલાં તે જ પાષાણ ગુરુચરણરૂપે આજે પૂજાય છે. દૂર દૂરથી અહીં રોજ સંઘો આવે છે અને સેંકડો યાત્રીયો દર્શન કરી મનોવાંછના પૂરી કરે છે. પ. પૂ. સમતામૂર્તિ સ્વ. પ્રવર્તિની શ્રી વિચક્ષણશ્રીજી મ.સા.ની પ્રેરણાથી તે તીર્થનો (માલપુરા) જીર્ણોદ્ધાર થયો તથા વિશાળ ધર્મશાળાનું નિર્માણ થયું અને તેમનાં જ સચનોથી ફાગણ વદી અમાવસનો બહુ મોઢે મેળો ભરાય છે. ગુરુદેવની સેવામાં કાળા અને ગોરા ભેરુજી (દેવ) નિરંતર રહેતા હતા. ધર્મોપદેશથી કેટલાય ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ આપી સન્માર્ગી બનાવ્યાં હતા. તથા પચાસ હજાર અજૈનોને નૂતન જૈન બનાવ્યા હતા. Page #67 -------------------------------------------------------------------------- ________________ પ૦ દાદા ગુરુદેવ ચરિત્ર તેમના જીવનની બીજી પણ અનેક ચમત્કારી ઘટનાઓ -વાંચવા તથા સાંભળવા મળે છે. , પૂજ્ય ગુરુદેવનાં સ્તવનો, સ્તુતિઓ, સ્તોત્રો, અષ્ટક, છંદ, પદો, મૂર્તિઓ, ચરણ પાદુકાઓ, ગુરુમંદિરો વગેરે અનેક સ્થળોએ જોવાય છે. આટલાં સ્તવનો, સ્મારકો, ગુરુમંદિરો અન્ય કોઈ પણ આચાર્યના મળતાં નથી. તેમને વિના મતભેદે બધા જ સંપ્રદાયના લોકો ભક્તિભાવપૂર્વક માને છે. આવા ઉપકારી ગુરુદેવના પદાર્વિન્દોમાં અમારા શત શત નમસ્કાર હો. Page #68 -------------------------------------------------------------------------- ________________ જિનચંદ્રસૂરિ ગુરુદેવ-ચતુર્થ દાદાગુરુદેવ સત્તરમી શતાબ્દિમાં અનેક મહાન જૈનાચાર્યો થયા તેમાં ખરતરગચ્છ પરંપરાના આચાર્યોમાં અક્બર પ્રતિબોધક યુગપ્રધાન ભટ્ટારક શ્રી જિનચંદ્રસૂરિજી પોતાના વિશિષ્ટ ગુણોને લીધે સર્વના આદરણીય તથા પ્રિયપાત્ર હતા. તેઓ અકબર પ્રતિબોધક ચોથા દાદાસાહેબ શ્રી જિનચંદ્રસૂરિજીના નામથી જગપ્રસિદ્ધ થયા છે. જન્મ તેમનો જન્મ એવા સમયે થયો જ્યારે સમાજમાં અનેક વિકૃતિઓ, શિથિલતા તથા દુષ્પ્રવૃત્તિઓનું અસ્તિત્વ વધી ગયું હતું. સંવત ૧૫૯૫ ના ચૈત્ર વદ ૧૨ ના દિવસે જોધપુર (રાજસ્થાન)ની પાસે ખેતસરગામના નિવાસી, રીહડ ગોત્રીય ઓસવાલ શેઠ શ્રીવંતશાહનાં ધર્મપત્ની શ્રીયાદેવીની કુખે તેમનો જન્મ થયો હતો. તેમનું નામ સુલતાનકુમાર રાખ્યું હતું. યથાનામ તથા ગુણ પ્રાપ્ત કરીને જૈન સમાજનાં તે સુલતાન જ બન્યા હતા. બાલ્યકાળ અને વિદ્યા અધ્યયન બાલ્યકાળમાં જ પોતાની પ્રખર બુદ્ધિથી અનેક કલાઓ તથા વિદ્યાઓમાં તે પારંગત થયા, છતાં પૂર્વ સંસ્કારોને કારણે તેમનું મન ધર્મ આરાધનામાં અત્યાધિક હતું. સંવત ૧૬૫૪માં પણલનાયક શ્રી જિન ૧ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૨ દાદા ગુરુદેવ ચરિત્ર માણિક્યસૂરિજી શિષ્ય સમુદાય સહિત ખેતસરમાં પધાર્યા એમનો ઉપદેશ-શ્રવણનો યોગ સુલતાનકુમારને પ્રાપ્ત થયો તે નિત્યપ્રતિ ઉપદેશ-શ્રવણ હેતુ આચાર્યશ્રીની પાસે જવ લાગ્યા. આચાર્યશ્રીની અમૃતવાણીનો સુલતાનકુમારના માનર પટ પર અદ્ભુત પ્રભાવ પડયો. સંસારના વિચિત્ર સ્વરૂપ તેમને જ્ઞાન થયું. જેથી સ્વ પર કલ્યાણાર્થ સંયમગ્રહણ કરવાને ભાવના ઉત્પન્ન થઈ. સુલતાનકુમારની ત્યાગની ઉત્કૃષ્ટ ભાવન જોઈને માતાપિતાને પણ વિવશ થઈ દીક્ષાની આજ્ઞા પ્રદાન કરવી પડી. ૯ વર્ષની બાળવયમાં સુલતાનકુમારે અતિ હર્ષોલ્લાસપૂર્વક શ્રી જિનમાણિજ્યસૂરિજીની પાસે સંયમમા સ્વીકાર કર્યો. ગુરુદેવે તેમનું નામ સુલતાનકુમારને બદલે સુમતિ ધીમુનિ રાખ્યું. બુદ્ધિનિધાન સુમતિધીર મુનિજીએ અતિ અલ્પ સમયમાં જ આગમોનું તથા અનેક શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું એટલું જ નહીં પરંતુ વ્યાખ્યાન, વાદવિવાદ આદિ અનેક કલાઓમાં તેઓ પારંગત થયા અને ગુરુમહારાજની સાથે વિચરણ કરવા લાગ્યા. આચાર્ય પદે સંવત ૧૬૧૨ના અષાઢ સુદ ૪ ના દિવસે શ્રી જિનમાણિજ્યસૂરિજી ગુરુદેવે પિપાસા પરિષદના કારણે અનસન વ્રત ગ્રહણ કરી લીધું અને નવકાર મંત્રની આરાધનાપૂર્વક તેઓ સ્વર્ગે સીધાવ્યા. તેમના સ્વર્ગગમન પછી તેમના ૨૪ શિષ્યો હતા, તે બધા જ જેસલમેર પધાર્યા. ત્યાં સર્વસંઘની સંમતિથી શ્રી ગુણપ્રભસૂરિજી દ્વારા ભાદરવા સુદ ૯ ને Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૩ દાદા ગુરુદેવ ચરિત્ર ગુરુવારે ૧૭ વર્ષની નાની ઉંમરમાં શ્રી સુમતિધરમુનિજીને આચાર્યપદ અર્પણ કરી તેમનું નામ શ્રી જિનચંદ્રસૂરિજી રાખ્યું. આચાર્યપદનો મહામહોત્સવ મહારાવલ માલદેવ નામના રાજાએ હર્ષોલ્લાસથી કર્યો. તે જ રાત્રિએ તેમના ગુરુ શ્રી જિનમાણિજ્યસૂરિજીએ સ્વપ્નમાં દર્શન આપ્યાં હતાં. શાસન શિથિલતા દૂર કરવાનું બીડું ઝડપ્યું. નૂતન આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજીગચ્છ સંચાલન અત્યંત સુંદર રીતે કરવા લાગ્યા. ભરયુવાનીમાં પણ તેમનું મન સંયમની ઉત્કૃષ્ટ સાધનાની સાથે સાથે શાસન તથા ગચ્છ ઉન્નતિનાં કાર્યોમાં જ રત અથવા ગુંથાયેલું રહેતું હતું. શાસનમાં પરિસ્થિતિવશ આવેલી શિથિલતા તેમણે જોઈ. આ શિથિલતાનું નિષ્કાશન કરવા માટે તેમણે બિકાનેરમાં બીડું ઉઠાવ્યું. - આચાર્યશ્રીએ આજ્ઞા આપી કે જે સાધુ શુદ્ધ આચાર પાળી શકે તે અમારી સાથે રહે અને જે આચાર પાલનમાં અસમર્થ હોય તે સાધુવેશ ત્યાગી ગૃહસ્થ બની જાય. ચારિત્રજીવનમાં અનાચારને બિલકુલ સ્થાન નહીં અપાશે. ત્યાગયુક્ત દઢતાપૂર્વકનાં વચનો સાંભળી ૧૬ સાધુ સૂરિજીની સાથે થયા. સંયમ પાલનમાં જે અસમર્થ હતા તેમને ગૃહસ્થવેશ પહેરાવી મથેરણ મહાત્મા બનાવ્યા. જેઓ ચિત્ર, લેખન તથા અધ્યાપન દ્વારા પોતાની જીવિકા ચલાવવા લાગ્યા. આ પ્રમાણે બિકાનેરના મંત્રી સંગ્રામસિંહના સહયોગથી સૂરિજીએ સં. ૧૬૧૪ના ચૈત્ર વદ ૭ ને દિવસે ક્રિયોદ્ધાર કર્યો. સાધુ જીવનના ચારિત્રપાલનના કેટલાક ઉચ્ચ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ દાદા ગુરુદેવ ચરિત્ર નવા નિયમો બનાવ્યા. જેનું પાલન દરેક સાધુ માટે અનિવાર્ય હતુ. દેશ, સમાજ, શાસન તથા ધર્મની ક્રાન્તિમાં તેમણે સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી હતી. ૧૯ વર્ષની યુવાવસ્થામાં આચાર્યશ્રીનું આ સાહસપૂર્ણ કાર્ય અત્યન્ત પ્રશંસનીય હતું. પૌષધવિધિ પ્રકરણની ટીકા લખી અને અનેક ધર્મવિધિઓ કરાવી આચાર્યશ્રી વિચરણ કરતા કરતાં પાટણ પધાર્યા તે સમયે ખરતરગચ્છનો પ્રભાવ ગુજરાતમાં બહુ જ હતો. અને તેમાંય વળી પાટણ શહેર તો ખરતરગચ્છનું ઉત્પત્તિ સ્થાન હતું. ત્યાંના દુર્લભ રાજાએ શ્રી જિનેશ્વરસૂરિજીની સર્વોત્કૃષ્ટ ત્યાગ અને તપમય સાધનાથી પ્રભાવિત થઇ તેમને ખરતર બિરુદ આપ્યું હતું અને ત્યાં જ અમારા ચરિત્રનાયક શ્રી જિનચંદ્રસૂરિજીએ પૌષધવિધિ પ્રકરણની વિદ્વતાપૂર્ણ ટીકા લખી હતી. તેઓ અનેક ગામોની જનતાને ત્યાગયુક્ત વાણીનો રસાસ્વાદ કરાવતા અમદાવાદ પધાર્યા ત્યાં મંત્રી સારંગધર સત્યવાદીએ એક વિદ્વત્તાભિમાની ભટ્ટને બોલાવ્યો હતો, તેની સમસ્યાપૂર્તિ કરીને આચાર્યશ્રી એ પરાસ્ત કર્યો. ત્યાર પછી અનેક સ્થાનોમાં યશસ્વી ચાતુર્માસ કર્યા. કેટલાક સ્થાનોમાં પ્રતિષ્ઠાઓ, અઠ્ઠાઈ મહોત્સવો, દીક્ષાઓ કરાવી, યાત્રી સંઘો કઢાવ્યાં. તેમના જ્યાં પણ ચરણ પડયા ત્યાં અનેકવિધ શાસનની ઉન્નતિનાં અદ્ભુત કાર્યો થયાં જે તેમની ઉત્કૃષ્ટ ચારિત્રિક શક્તિનો જ પ્રભાવ માનવો રહ્યો. Page #72 -------------------------------------------------------------------------- ________________ દાદા ગુરુદેવ ચરિત્ર મુગલસેનાથી શ્રાવકોને બચાવ્યા ૫૫ તેઓશ્રીનું નાડોલાઇમાં આગમન થયું ત્યારે ત્યાં મુગલસેનાનાં ભયથી બધા જ નાગરિકો સ્વસુરક્ષા હેતુ ચારે તરફ દોડાદોડ કરવા લાગ્યા હતા. સૂરિશ્વરજી મ. સા. તો નિશ્ચિન્ત અને નિર્ભિક થઇ કાર્યોત્સર્ગમાં બેસી ગયા. ધ્યાનના પ્રભાવથી મુગલસેના રસ્તો ભૂલી ગઈ અને અન્યત્ર ચાલી ગઇ. નાગરિકો શ્રી જિનચંદ્રસૂરિનો આ પ્રત્યક્ષ ચમત્કાર જોઈ શ્રદ્ધાથી તેમનાં ચરણાર્વિન્દોમાં નતમસ્તક થઈ ગયાં. આચાર્યશ્રી અમદાવાદમાં પુનઃ પધાર્યા એક દિવસ સ્થંડિલભૂમિ જતાં માર્ગમાં દશાપોરવાડ જાતિના શિવાજી અને સોમાજી નામના બે ભાઇઓને ચીભડાનો વેપાર કરતાં જોયા. આચાર્યશ્રીએ જ્ઞાન બળે તેઓનો નજીકના ભવિષ્યમાં ભાગ્યોદય જોઇ બંનેયને પોતાની પાસે બોલાવી મધુર વચનોથી વીતરાગ ધર્મનો ઉપદેશ આપી જૈન શાસનના અનુરાગી બનાવ્યા. તેઓએ શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો. એક દિવસે સોમાજીશિવાજીએ ગુરુદેવ પાસે આવી વિનંતિ કરી કે ધન વિના ધર્મારાધના કરવી બહુ દુષ્કર છે. · ખાલી પેટે ભજન કેવી રીતે કરીએ ? લાભ જાણી ગુરુદેવે જણાવ્યું કે જાઓ ચીભડાંતડબૂચનાં ધંધામાં આજે તમને ખૂબ જ લાભ થશે ! ગુરુ મહારાજની વાણી ઉપર વિશ્વાસ રાખી આખા શહેરમાં બધેયથી ચીભડાં અને તડબૂચ ખરીદી લીધાં અને ગુરુજી દ્વારા મંત્રિત કરેલા કપડાથી તેને ઢાંકી દીધાં. આ બાજુ બાદશાહની ફોજ કોઈ જગ્યાએ વિજયી. થઇ અમદાવાદ આવી. ગરમીની મોસમ હતી. ફોજના Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૬ દાદા ગુરુદેવ ચરિત્ર માણસોએ ચીભડાં-તડબૂચની તપાસ કરાવતાં સોમાજી-શિવાજી પાસે મળી આવ્યાં. બધી જ ફોજ ત્યાં પહોંચી. એક એક નંગની એક એક મહોરની કિંમત હતી. મંત્રના પ્રભાવથી ચીભડાં-તડબૂચનો સ્વાદ અતિ મધુર અને અનેરો થઇ પડયો હતો, તેથી મૂલ્ય વધુ હોવા છતાં પણ બધો જ માલ ખપી ગયો. આથી તેઓ બહુ સંપત્તિશાળી બન્યા. ગુરુદેવના ઉપકાર તથા તેમની કૃપાથી મળેલા દ્રવ્યને સાર્થક કરવા માટે શત્રુંજય યાત્રાનો બહુ જ મોટો સંઘ તેમણે કાઢયો અને તેમાં ખુલ્લા હાથે ધન ખર્ચ કરી પુણ્યોપાર્જન કર્યું. (મહોત્સવો-પ્રતિષ્ઠાઓ તથા) ધર્મોનિતિનાં કાર્યો તથા અકબર પર પ્રભાવ : ત્યાર પછી આચાર્ય દેવ સુરત આદિ ક્ષેત્રોમાં વિચરણ કરી અમદાવાદ પુનઃ પધાર્યા ત્યારે સોમાજી-શિવાજીએ હાજાપટેલની પોળમાં શ્રી શાંતિનાથ ભગવાનનું અતિ ભવ્ય જિનાલય બનાવેલું તેની પ્રતિષ્ઠા ગુરુદેવે બહુ જ મોટા ઉત્સાહપૂર્વક કરાવી. શાંતિનાથ ભગવાનના દેરાસરના લેખમાં આજે પણ ખરતર ગચ્છાચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજી મ. સાહેબનું નામ અંકિત છે. તે જિનાલયમાં કાષ્ટની કલાકૃતિ અદ્ભુત અને અજોડ છે. તે જિનાલયનાં ચારસો વર્ષ પૂર્ણ થયાનો મહોત્સવ સંઘે સં. ૨૦૪૭ના આસો મહિનામાં સુંદર રીતે ઉજવ્યો હતો. આ સિવાય અમદાવાદમાં મહા સુદ ૧૦ના ધનાસુથારની પોળમાં તથા શામળાજીની પોળમાં, ટેમલાની પોળમાં, શેઠના પાળામાં આદિ અનેક સ્થાનોમાં મોટા મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠાઓ કરાવી હતી. અન્ય પણ કેટલાક Page #74 -------------------------------------------------------------------------- ________________ પ૭ દાદા ગુરુદેવ ચરિત્ર જિનાલયોની પ્રતિષ્ઠા સૂરિજીના હસ્તે થયેલી છે. જયાં જયાં આપ પધાર્યા ત્યાં ત્યાં ધર્મોન્નતિનાં અનેક કાર્યો કરી શાસનની શોભા વધારી. તેઓશ્રીની આ પ્રકારની મહિમા ધર્મજિજ્ઞાસુ અકબરે સાંભળી. અને તેમણે મંત્રી કર્મચંદને આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજી મ. સા.ને લાહોર બોલાવી લાવવા માટે આજ્ઞા આપી. મંત્રીએ સૂરિજી મ.સા.ને લાહોર પધારવા માટે વિનંતિ પત્ર લખ્યો. અકબરે જીવહિંસા નિષેધનું ફરમાન કર્યું સૂરિજી મહારાજે પણ વિશેષ લાભ થતો જાણી વિનંતિ સ્વીકારી લીધી અને શીધ્ર લાહોર તરફ વિહાર કર્યો. સં. ૧૬૪૮ના ફાગણ સુદ-૧૨ના દિવસે ૩૧ સાધુઓ સહિત સૂરિજી લાહોર પધાર્યા. બાદશાહ અકબરે હજારો નરનારીઓ સહિત ઉત્સાહપૂર્વક ધામધૂમથી સામૈયું કર્યું. ગુરુમહારાજના ઉપદેશથી બાદશાહ અત્યંત પ્રભાવિત થયા. તેઓ નિત્યપ્રતિ ડ્યોઢી મહેલમાં ગુરુદેવનું પ્રવચન શ્રવણ કરવા લાગ્યા. ધીરે ધીરે બાદશાહને જૈન ધર્મ તથા ગુરુદેવના સંયમી જીવન ઉપર અપાર શ્રદ્ધા જાગૃત થઈ. પરિણામ સ્વરૂપ અકબરે જીવહિંસા નિષેધનાં ફરમાન બાર (૧૨) સૂબામાં લખી મોકલ્યાં. આ પ્રમાણે અકબરનો જૈનશાસન પ્રતિ અનુરાગ વધતો જ ગયો. પુત્રી પરિત્યાગમાંથી બચાવ - એક વખત સમ્રાટના પુત્ર સલીમને મૂલા નક્ષત્રમાં પુત્રીનો જન્મ થયો. જયોતિષીઓએ પુત્રીનો જન્મ પિતા માટે અનિષ્ટકારક બતાવ્યો અને પુત્રીનો પરિત્યાગ કરવા માટે ફલાદેશ આપ્યો. ' Page #75 -------------------------------------------------------------------------- ________________ દાદા ગુરુદેવ ચરિત્ર જીવનમાં અહિંસાનો ગુરુદેવના સત્સંગથી બાદશાહના રંગ પૂર્ણરૂપે ચડેલો હોવાને કારણે પુત્રી ત્યાગનું હિંસાત્મક અયોગ્ય કાર્ય કરવા માટે બાદશાહ અકબરે ઇન્કાર કર્યો અને જૈનદર્શનાનુસાર ગ્રહશાંતિ આદિ અનુષ્ઠાન કરવા મંત્રીને આદેશ આપ્યો. ૫૮ મંત્રીએ ચૈત્ર સુદ-૧૫ના દિવસે બહુ મોટા સમારોહ પૂર્વક સુપાર્શ્વનાથ જિનાલયમાં શાંતિસ્નાત્ર પૂજન ભણાવ્યું, તેમાં એક લાખ રૂપિયાનો ખર્ચ કર્યો. આરતી તેમજ મંગળ દિપકના સમયે બાદશાહ અકબર તથા તેમનો પુત્ર સલિમ ઉપસ્થિત થઈ દસ હજાર રૂપિયા પ્રભુભકિતમાં ભેટ કર્યા. શાંતિસ્નાત્રપૂજાનો પક્ષાલ (નવનજલ) આદરપૂર્વક નેત્રોને લગાવ્યો અને પક્ષાલ અંતઃપુરમાં પણ મોકલ્યું. આ પ્રમાણે પુત્રી ત્યાગનાં હિંસાત્મક કાર્યથી પુત્રને બચાવી લીધો. અકબરની જૈન અનુષ્ઠાનમાં શ્રદ્ધા અકબર બાદશાહ જૈવિધિના શુભ અનુષ્ઠાનમાં આ પ્રમાણેનો ભાગ લે એ એક અસાધારણ ઘટના કહેવાય. વાસ્તવમાં ગુરુદેવની વાણીનો આ અદભુત ચમત્કાર જ હતો. અકબર આચાર્યશ્રીને બડે ગુરુદેવ કહીને જ બોલાવતા હતા જેથી તેમનું નામ બડે ગુરુદેવ પ્રસિદ્ધ થયું. ગુરુદેવના નિરંતર સંપર્કથી બાદશાહના જીવનનું પરિવર્તન થઇ ગયું. તેમણે જીવહિંસા ન કરવા તથા તીર્થોની સુરક્ષા માટે અનેક ફરમાનો (આદેશો) કાઢયાં. કાજીનાં કરતૂતો ઊંધાં પડતાં તિરસ્કૃત થઇ ભકત બન્યો : આ પ્રમાણે અકબરનો ગુરુદેવ પ્રત્યે પ્રવર્ધમાન પ્રેમ Page #76 -------------------------------------------------------------------------- ________________ ' 2 દિવ્યદૃષ્ટિથી જીવરક્ષા Page #77 --------------------------------------------------------------------------  Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૯ દાદા ગુરુદેવ ચરિત્ર જોઈને કાજીખાનખાં નામનો ચકિત ગુરુદેવની બહુ જ ઈર્ષ્યા કરવા લાગ્યો. આ કાજી હંમેશા બાદશાહની સાથે જ રહેતો હતો. તે આચાર્ય મહારાજને હલકા પાડવા માટે ભરસક પ્રયત્નો કરવા લાગ્યો પરંતુ એક પણ કાર્યમાં તેને સફળતા મળી નહીં. એક સમય સૂરિજી મહારાજ શાહી દરબારમાં પધારી રહ્યાં હતા ત્યારે માર્ગમાં કાજીએ ખાડો ખોદી ગુપ્તપણે એક બકરી તેમાં મૂકી દીધી અને ઉપરથી ખાડો વ્યવસ્થિત રીતે ઢાંકી દીધો જેથી કોઈને ખબર પડે નહીં. સૂરિજીએ પોતાના જ્ઞાનબળથી ખાડામાં બકરી મૂકેલી છે તે વાત જાણી લીધી અને ત્યાં આવતાં જ અટકી ગયાં. બાદશાહે પૂછયું ગુરુદેવ ! ચાલતા ચાલતા કેમ અટકી ગયા ? ગુરુદેવે કહ્યું કે આ જગાએ ખાડામાં જીવ છે. એટલે તેનાં ઉપરથી જવાય નહીં. સમ્રાટે પૂછયું કે કેટલા જીવ છે ? સૂરિજીએ જવાબ આપ્યો કે ત્રણ જીવ છે. સૂરિજીનો આ ઉત્તર સાંભળતાં જ કાજી અત્યંત ખુશ થઈ વિચારવા લાગ્યો કે આ પ્રયત્નમાં તો હું સફળ થયો. આ સાધુ ખાડામાં ત્રણ જીવ બતાવે છે પરંતુ મેં તો એક જ બકરી આમાં મૂકી છે. એટલે બાદશાહની સામે સાધુજી ખોટા પડશે એવું જાણી કાજી હસતા વદને જઈને ખાડા પરથી પત્થર માટી ઉપાડતાં બે બચ્ચાં સહિત બકરીને જોઈ કાજી આશ્ચર્યમાં પડ્યો. વિચાર કરવા લાગ્યો કે આ બકરીને બે બચ્ચાં કેવી રીતે થઈ ગયાં ? હા !! મને ખબર જ ન હતી કે આ બકરી ગર્ભવતી હતી. ખાડામાં જમીનની ગરમીથી તેને જલ્દી પ્રસૂતિ થઈ ગઈ. “ હાથે Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૦ દાદા ગુરુદેવ ચરિત્ર કર્યાં હૈયે વાગ્યાં 'ની ઉકિત કાજીને લાગુ પડી. બાદશાહ સમક્ષ કાજી જૂઠો પડયો અને તિરસ્કૃત થયો અને બાદશાહ ગુરુદેવ પ્રતિ વધુ માયાળુ બન્યા. એક સમયે સમ્રાટની સામે આચાર્ય મહારાજને અપ્રતિષ્ઠિત ક૨વાની દુર્ભાવનાથી કાજીએ પોતાની ટોપી મંત્રીત્ કરી આકાશમાં ઉડાવી અને આચાર્ય મહારાજને કહ્યું કે તમારામાં સામર્થ્ય હોય તો આ ટોપી લાવી આપો. તે સમયે જૈન ધર્મની હાંસી (હિલના) ન થાય તથા શાસન પ્રભાવનામાં વૃદ્ધિ થાય તે હેતુથી (રજોહરણ) ઓઘાને મંત્રિત કરી ટોપીની પાછળ છોડયો. તે ઓઘો (રજોહરણ) કાજીની ટોપીને મારતો મારતો નીચે લાવ્યો અને કાજીના માથા ઉપર ટોપી મૂકી દીધી. આચાર્યશ્રીની આવી મહાન શકિતથી બાદશાહ તો શું પરંતુ દ્વેષી કાજી પણ ચમત્કૃત થયો અને આચાર્યશ્રીનો ભકત બની ગયો. · અમાવાસ્યાની રાત પૂનમની રાતમાં બદલાઇ ફરી એક વખત સૂરિજીના શિષ્યને કોઇ મૌલવીએ આજે શું તિથિ છે તે પૂછ્યું ત્યારે તેમણે ભૂલથી અમાવાસ્યાને બદલે પૂર્ણિમા તિથિ બતાવી. મૌલવી બધા લોકોની સામે કહેવા લાગ્યો કે આજે અમાવાસ્યા છે અને જૈન સાધુ પૂનમ કહે છે. આ પ્રમાણે જૈન ધર્મ તથા સાધુમહારાજનો ઉપહાસ કરતાં બોલ્યો કે આજે પૂનમનો ચાંદ પ્રકાશિત થશે અને જો પૂર્ણિમાની ચાંદની રાત નહીં થશે તો જૈન સાધુ જૂઠા અને દંભી Page #80 -------------------------------------------------------------------------- ________________ અમાસની રાતનો પૂનમની રાતમાં પરિવર્તન Page #81 --------------------------------------------------------------------------  Page #82 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવની મંત્રશક્તિ : } } } ૨ Page #83 --------------------------------------------------------------------------  Page #84 -------------------------------------------------------------------------- ________________ દાદા ગુરુદેવ ચરિત્ર ૬૧ સમજવા. સૂરિજીના શિષ્યને પોતાની ભૂલ સમજમાં આવી તેથી શિષ્યે સૂરિજી પાસે જઇને બધી વાત કહી સંભળાવી. આ સમાચાર સમ્રાટ તથા તેમના દરબાર સુધી પહોંચી ગયાં. આ પ્રમાણેની પરિસ્થિતિ ઉત્પન્ન થતાં સૂરિજીએ શાસનની બદનામીને લક્ષ્યમાં રાખી કોઇ શ્રાવક પાસેથી સોનાનો થાળ મંગાવ્યો અને તેને મંત્રીત કરી ગગનમાં ચઢાવ્યો. દૈવિક શકિતથી પૂનમના ચંદ્રની જેમ તેનો પ્રકાશ ચારે બાજુ બાર બાર ગાઉ સુધી દેખાવા લાગ્યો. - મૌલવીના કહેવાથી તેની પ્રતીતિ કરવા માટે બાદશાહે ચારે દિશાઓમાં ઘોડે સવારો દોડાવ્યા. તેઓ બાર બાર ગાઉ સુધી જોઇ આવ્યા અને બાદશાહને કહ્યું કે સર્વત્ર પૂર્ણિમાનો ચંદ્ર ખિલેલો છે. આ પ્રમાણેની સત્યતા જાણી સમ્રાટ ચમત્કૃત થયા. સૂરિજી મહારાજે અમાવાસ્યાની પૂર્ણિમા કરી તેથી જૈન શાસનની પ્રભાવના ખૂબ વધી ગઇ. સૂરિજી દ્વારા થયેલા ઉપર્યુકત પ્રસંગનાં ચિત્રો કેટલાંય સ્થાનોમાં આજે પણ જોવા મળે છે. એક સમય કાશ્મીર વિજય માટે સમ્રાટ જઇ રહ્યા હતા. પ્રયાણનાં પ્રથમ દિવસે રામદાસની વાડીમાં પડાવ પડયો. ત્યાં સમ્રાટ, તેમનો પુત્ર સલીમ તથા અન્ય અનેક રાજામહારાજાઓ તથા વિદ્વાનોની એક વિશાળ સભા યોજાઈ. તેમાં સૂરિજી મહારાજને પણ આમંત્રિત કર્યાં. સૂરિજી મહારાજ શિષ્યમંડળીની સાથે સભામાં પધાર્યા અને સમ્રાટને આશીર્વાદ આપ્યાં. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૨ દાદા ગુરુદેવ ચરિત્ર મહિમરાજને આચાર્યની પદવી આપી કાશ્મીર વિજય પ્રાપ્ત કરી સમ્રાટ પુનઃ લાહોર આવ્યા ત્યારે પણ સૂરિજીથી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને તેમની આજ્ઞાથી તેમના શિષ્ય મહિમરાજને આચાર્યની પદવી આપીને તેમનું નામ શ્રી જિનસિંહસૂરિ સ્થાપિત કર્યું. યુગપ્રધાન પદની નવાજેશ એક વખત સમ્રાટે કર્મચંદ મંત્રીને પૂછ્યું કે બડે ગુરુદેવ માટે એવું કયું સર્વોચ્ચ-પદ છે . જે એમને આપી શકીએ ? મંત્રીએ જિનદત્તસૂરિજી મ. સાહેબનું જીવનચરિત્ર કહી સંભળાવ્યું અને તેમને અંબિકાદેવી પ્રદત્ત યુગપ્રધાનપદની વાત પણ જણાવી. સર્વ વૃતાન્ત સાંભળીને સમ્રાટે આચાર્યશ્રીને યુગપ્રધાનપદથી વિભૂષિત કર્યા અને આચાર્યપદનો મોટો મહોત્સવ કર્યો. મંત્રી કરમચંદે પણ યુગપ્રધાન ગુરુના નામ ઉપર સવા કરોડ રૂપિયાનું દાન કરી એક આદર્શ ઉપસ્થિત કર્યો. ગોવધ-બંધી આ પ્રમાણે સૂરિજી મહારાજનો નિરંતર સમાગમ મળવાથી સમ્રાટ અકબર બહુ જ દયાળુ બની ગયા હતા. સમ્રાટની દયાનાં અનેક શિલાલેખો આદિમાં પણ પ્રમાણ મળે છે કે સૂરિજીની આજ્ઞાથી વર્ષમાં છ મહિના સમ્રાટે પોતાના રાજ્યમાં જીવહિંસા નિષેધ કરી, સર્વત્ર ગોવધ બંધ કર્યો તથા શત્રુંજ્ય તીર્થને કરમુકત પણ કર્યું. 4 Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૩ દાદા ગુરુદેવ ચરિત્ર પાંચ નદીના સંગમ પર પાંચ પીર-દેવો સમ્રાટે સૂરિજીને પાંચ નદીના સંગમ સ્થાન પર પાંચ પીર-દેવોને વશ કરવા માટે આગ્રહ કર્યો. સૂરિજી મહારાજે ત્યાં જઈ સૂરિમંત્રનો જાપ કર્યો તેથી તે સર્વ દેવો સૂરિજીને વશ થઇ ભકત બની ગયા અને શાસનના કાર્યોમાં સહાયતા કરવા સદા તત્પર રહેવા લાગ્યા. અનેક ભકત સમુદાય મંત્રીશ્વર સંગ્રામસિંહ, કર્મચંદ, સંઘપતિ-સોમાજી શિવાજી, ચેહરૂશાહ ભંસાલી વગેરે લાખો શ્રાવકો સૂરિજીના ભકત હતા તથા તેમને હજારો સાધુઓનો શિષ્ય પરિવાર હતો. અનેક મોટા મોટા રાજા મહારાજાઓ પણ તેઓશ્રીની આજ્ઞા શિરોધાર્ય કરવામાં પોતાનું અહોભાગ્ય સમજતા હતા. સાધુઓના બંધ કરેલા વિહાર ચાલુ કરાવ્યા. એક સમયે કોઈ કારણસર જહાંગીરે સર્વ સાધુઓનો વિહાર બંધ કરી દીધો અને તેમને ગિરફતાર કરી મોટા સંકટમાં નાખી દીધા. ચારેય બાજુના સંઘોમાં ખળભળાટ (ખલબલી) મચી ગયો. તે સમયે સૂરિજી મહારાજ સિવાય કોઈ એવા પ્રતિભાસંપન્ન સાધુ હતા નહીં જે આ સંકટ દૂર કરી શકે. આગ્રા સંઘે સૂરિજી પાસે જઈ સંકટ દૂર કરવાની પ્રાર્થના કરી, વૃદ્ધાવસ્થામાં પણ સૂરિજી પાટણથી ઉગ્ર વિહાર કરી આગ્રા પધાર્યા. ત્યાં જઈ બાદશાહને મળ્યા અને તેમનો હુકમ રદ કરાવી સાધુઓનો વિહાર ચાલુ કરાવ્યો.. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૪ દાદા ગુરુદેવ ચરિત્ર બિલાડામાં ચાતુર્માસ ત્યાર પછી બિલાડા સંઘની વિનંતીથી તેઓશ્રીએ બિલાડામાં જ ચાતુર્માસ કર્યું. તેમની સાથે સુમતિ કલોલ, પુણ્યપ્રધાન, અમીપાલ આદિ અનેક સાધુ મહારાજ હતા. પર્યુષણ પછી જ્ઞાનોપયોગીથી પોતાનું આયુષ્ય અલ્પ જાણી સાધુઓને શિક્ષા આપી અને પોતે અનશન કરી લીધું. ચાર પહોર અનશન પાળી આસો વદ-૨ના દિવસે સૂરિજી સ્વર્ગ સિધાવ્યા. તેમની અંત્યેષ્ઠિ ક્રિયા લાખો વ્યકિતઓની સમક્ષ મોટા ઉત્સવ-મહોત્સવ સાથે કરવામાં આવી. તેમનું પાર્થિવ શરીર અગ્નિથી બળ્યું પરંતુ “મુખવસ્ત્રિકા” નહીં બળી આપનો આ અતિશય મહાન ચમત્કાર જોઈ લોકો ચક્તિ જ થઈ ગયા. તેમના અગ્નિસંસ્કારના સ્થાન પર વિશાળ સમાધિ મંદિર બનાવી તેની પ્રતિષ્ઠા પણ શ્રીસંઘે ઉલ્લાસથી કરાવી અને આચાર્યશ્રીના પાટ ઉપર શ્રી સિંહસૂરિજીને સ્થાપિત કર્યા. તેઓશ્રી અતિશય પ્રતિભાસંપન્ન હોવાથી ચોથા દાદાસાહેબના નામથી પ્રસિદ્ધ થયા. તેમની મૂર્તિઓ, ચરણપાદુકાઓ આજે પણ અનેક શહેરો તથા ગામોમાં પ્રતિષ્ઠિત છે. પ. પૂજય સમતામૂર્તિ પ્રવર્તિની સાધ્વી શ્રી વિચક્ષણશ્રીજી મ. સાહેબની પ્રેરણાથી સ્વર્ગભૂમિ બિલાડામાં વિશાળ સ્મારક તથા જિનાલય બન્યું છે. તથા ત્યાં પ્રતિવર્ષ ગુરુદેવની સ્વર્ગતિથિ આસો વદ-રના દિવસે મેળો ભરાય છે અને હજારો ભકતજન એકત્રિત થઈ ગુરુચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ जा. 3 sila