________________
દાદાગુરુદેવ ચરિત્ર
છવાઈ ગયો. “ પ્રાતઃ કાલ થતાં જ હજારો શ્રાવક-શ્રાવિકાઓ આચાર્યશ્રીના અંતિમ દર્શન હેતુ આવવા લાગ્યા.
•આ બાજુ આચાર્યશ્રીની અનશન કરવાની દૃઢતા જોઈને રાત્રિમાં શાસનદેવી પ્રગટ થયા અને આચાર્ય અભયદેવસૂરિજીને અનશન કરવાના વિચારોથી રોકીને કહ્યું કે, ‘સૂરિજી ! આ રીતે દેહત્યાગ ના કરો ! તમારી મેધાશક્તિ તીક્ષ્ણ છે. તમારે તો હજુ શાસનની મતિ સેવા કરવાની છે. પ્રથમ તો આગમોની ટીકા થયેલી નથી તે નવ અંગની ટીકા તમારે રચવાની છે. જ્યાં ન સમજાય ત્યાં મારું સ્મરણ કરજો. હું તમારી મદદે આવીશ.' ત્યારે અભયદેવસૂરિએ કહ્યું કે, ‘હે શાસનમાતા ! મારું શરીર રોગથી ગ્રસિત થઈ ગયું છે. અંગ-પ્રત્યંગ અતિ શિથિલ થઈ ગયાં છે. કાર્ય કરવાની હવે આ શરીરમાં કોઈ ક્ષમતા રહી નથી, તો હું શાસનની સેવામાં કેવી રીતે ઉપયોગી થઈ શકું ? દેવીએ કહ્યું કે, ‘ચિન્તા ના કરશો. ખંભાતમાં શેઢી નદીના કિનારે પલાશ (ખાખર) ના ઝાડ નીચે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે. નૂતન સ્તોત્રની રચના દ્વારા તે પ્રતિમાને તમે બહાર કાઢો ને, તે પ્રક્ષાલના છંટકાવથી તમે રોગ રહિત સ્વસ્થ થશો.' આટલું બોલી દેવી અન્તર્ધ્યાન થઈ ગયાં.
પ્રાતઃકાલ થતાં જ ચારે તરફથી સંઘો આચાર્યશ્રીના દર્શન હેતુ આવવા લાગ્યા. બધા જ સંઘો એકત્ર થયા પછી આચાર્યશ્રીએ રાત્રિમાં શાસનદેવી આવ્યા, ને પ્રતિમાના સ્નાત્ર જલથી રોગનું નિવારણ થશે વિગેરેની વાત વિગતથી કરી, જેથી સંઘમાં સર્વત્ર ખુશીનું વાતાવરણ છવાઈ ગયું. પછી સંઘ