________________
‘લખ્યા.
દાદા ગુરુદેવ ચરિત્ર એવું અલૌકિક વર્ણન કર્યું કે ક્ષત્રિય શ્રોતાજનોમાં વીરતા આવી ગઈ અને બાંયો ચઢાવીને ઊભા થઈ ગયા. આ પ્રકારની વિષય પ્રતિપાદન કરવાની વિશિષ્ટતમ શક્તિ આપમાં નિહિત હતી.
તે સમયમાં સાધુભગવંતોમાં આગમિક અધ્યયન નહિવત થતું ગયું અને જ્યોતિષ, સામુદ્રિક, આયુર્વેદ વિગેરે વિષયોમાં તે પારંગત થવા લાગ્યા. મંત્ર-તંત્ર-જંત્ર વિદ્યાથી રાજાઓ તથા જનતાને તેઓ પ્રભાવિત કરવા લાગ્યા.
આચાર્ય અભયદેવસૂરિજીનું આ તરફ લક્ષ્ય ગયું. તેમણે પોતાના વિશ્રુતજ્ઞાનનો ઉપયોગ કરી વિશિષ્ટ પ્રકારે આગમોના અધ્યયનનો નિર્ણય કર્યો. પરંતુ શક્તિથી પણ અધિક શરીરનો પરિશ્રમ અને ઉત્કૃષ્ટ ઘોર તપશ્ચર્યાના કારણે તેમનું શરીર અતિકૃશ થઈ ગયું અને આખા શરીરે કોઢ રોગ વ્યાપી ગયો હતો. છતાં પણ શરીરની પરવા કર્યા વિના તેનાથી કામ લેતા જ ગયા. આખરે શરીરે બિલકુલ કામ આપવું બંધ કર્યું, ત્યારે તેમણે વિચાર્યું કે અનશન કરીને દેહ ત્યાગવો તે જ અતિ ઉત્તમ છે. તે સમયે આચાર્યશ્રી ખંભાતમાં બિરાજમાન હતા. પોતાના અનશનનો નિર્ણય શ્રી સંઘ સમક્ષ મૂક્યો. શ્રી સંઘે ગુરુદેવની વાતને માન્ય ન કરતાં તેમને પોતાના નિર્ણયથી પાછા હટવા માટે આગ્રહ કર્યો છતાં આચાર્યશ્રી પોતાના વિચારોમાં અડગ રહ્યા અને ઉદ્ઘોષણા કરી કે કાલથી હું અનશન સ્વીકારીશ. ખંભાત તથા ખંભાતના આસપાસના સંઘોમાં વાયુવેગે આ સમાચાર પ્રસરી ગયા. બધા જ સંઘોમાં શોક