________________
૧૦
દાદા ગુરુદેવ ચરિત્ર સહિત આચાર્યશ્રી શેઢી નદીના કિનારે પહોંચ્યા અને ખાખરના ઝાડની શોધ કરવા લાગ્યા. લાઈન બંધ પલાશના ઝાડમાં ક્યા ઝાડ નીચે પ્રતિમાજી હશે ? એમ વિચાર કરી રહ્યા હતા તેવામાં જ એક ગોવાળ પોતાની ગાયો લઈને આવ્યો અને અત્યન્ત પ્રસન્નતાપૂર્વક સંઘને પૂછવા લાગ્યો કે “આજે તમે બધા શેઠિયાઓ આ જંગલમાં શા માટે આવ્યા છો ?” ત્યારે શેઠિયાઓએ તે ગોવાળ સાથે પ્રતિમા અંગે વાત કરી, “એ ખાખરનું કયું ઝાડ હશે ? તે અમે જોઈ રહ્યા છીએ. ત્યારે ગોવાળે કહ્યું કે, “શેઠ ! હું બીજું કશું જાણતો નથી. પરન્તુ મારી આટલી ગાયોમાંથી કોઈ-એક ગાયને નિવારવા છતાં નિત્ય પેલા ખાખરના ઝાડ નીચે દૂધ આપીને આવે છે. ગોવાળના મુખેથી આ સમાચાર સાંભળતાં જ બધા શ્રાવકો ખુશ થયા અને તે ખાખરના ઝાડ નીચે જ અવશ્ય પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા હોવી જોઈએ એવું સમજીને હર્ષિત થતાં આચાર્યશ્રી અભયદેવસૂરિજી સહિત શ્રી સંઘ ત્યાં પહોંચ્યો. પ્રથમ ભૂમિને પવિત્ર બનાવી પછી ધૂપ દીપ પ્રગટાવી બધા જ ત્યાં બેઠા. શાસનદેવીના નિર્દેશાનુસાર આચાર્યશ્રી નૂતન સ્તોત્રની રચના કરતા ગયા અને મધુર રાગથી તે શ્લોકો બોલવા લાગ્યા. આ પ્રમાણે ભાવોલ્લાસપૂર્વક પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરતા કરતા સ્તોત્રની મહપ્રભાવિ સત્તરમી ગાથા (ફણિફાર ફૂરત.) બોલતાંની સાથે જ ધરતી ફાટી અને પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રગટ થઈ. તે સમયે શ્રી સંઘમાં અતિ હર્ષોલ્લાસ પ્રસરી ગયો. શ્રી સંધ ત્યાં જ ભક્તિથી સ્નાત્રપૂજા ભણાવી