________________
પ્રથમ ગુરુદેવ જિન-દત્તસૂરિજી મ. સાહેબ
જનજીવનને ઉ૫૨ ઉઠાવવામાં મહાપુરુષોનું રિત્રચિત્ર વિશેષ ઉપયોગી રહ્યું છે. શાસ્ત્ર તો માત્ર માર્ગ દર્શાવે છે. પરંતુ મહાપુરુષો તો તત્ (તે) માર્ગાનુસાર જીવન જીવી સંસારનાં પ્રાણીઓ માટે અદ્ભુત આદર્શ સ્થાપે છે. એવી મહાન વ્યક્તિઓનાં જીવનથી સંસારનાં પ્રાણીઓને પ્રેરણા મળે એ સ્વાભાવિક છે. તેવી જ રીતે તેમનાં નામસ્મરણમાં પણ અપૂર્વ શકિત સમાયેલી છે.
<
એવા જ મહાપુરુષોમાં એક અધ્યાત્મયોગી, જૈનશાસનના પરમ પ્રભાવક જંગમ યુગપ્રધાન ખરતરગચ્છાચાર્ય પ્રથમ દાદાસાહેબ શ્રી જિનદત્તસૂરિજી મ.સા.નું સ્થાન પણ અતિ મહત્ત્વપૂર્ણ રહ્યું છે.
જન્મ
તેમનો જન્મ સંવત ૧૧૩૨ ની સાલમાં ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોળકા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ વાછગ અને માતાનું નામ બાહડદેવી હતું. પિતાજી વાછગ, હુંબડ ગોત્રીય જૈન ધર્માનુરાગી શ્રદ્ધાવાન શ્રાવક હતા તથા રાજ્યમંત્રી પદે પણ સુશોભિત હતા.
-
તેમનું નામ સોમચંદ્ર રાખ્યું હતું. તે જન્મથી જ પ્રખર બુદ્ધિશાળી તેમજ પરાક્રમી હતા. માતાપિતાના ધાર્મિક સંસ્કારો તેમનામાં સંપૂર્ણ રૂપે પરિણમ્યા હતા.