________________
૧૨
દાદા ગુરુદેવ ચરિત્ર કેટલાક સાધુઓને શ્રેષ્ઠ કવિ બનાવ્યા. વાસ્તવમાં અભયદેવસૂરિજીમાં અદ્વિતીય કાર્યનિષ્ઠતા, અલૌકિક આગમ જ્ઞાન, અનૂઠા અપ્રમત્તભાવ હતા. સાહિત્યજગતમાં પણ ખરત ગચ્છ નભોમણિ શ્રી અભયદેવસૂરિજીનું અનુપમ યોગદાન હતું. તેથી જ હજારો વર્ષ વ્યતીત થયા પછી પણ આજ તેમના ચરણાર્વિન્દમાં અનેક વિદ્વાનો નતમસ્તક છે. આચાર્ય અભયદેવસૂરિએ તેજસ્વી વ્યક્તિત્વ દ્વારા શાસનને ચમકાવી દીધું. આવા મહાન ઉપકારી આચાર્યશ્રીના ચરણોમાં શત શત નમન.