________________
૧૪
દાદા ગુરુદેવ ચરિત્ર
બાળકનું ઉજ્જ્વળ ભવિષ્ય
એક સમયે માતાજી તેમને સાથે લઈને સાધ્વીજી મ. સા.ના ઉપાશ્રયે ગયાં. તેમનું દેદિપ્યમાન ચમકતું મુખડું જોઈને સાધ્વીજી મહારાજ આશ્ચર્યચકિત થઈ ગયાં. સાધ્વીજી મ. અષ્ટાંગ નિમિત્તનાં જ્ઞાતા હતાં. તેથી બાળકનું ઉજ્જ્વળ ભવિષ્ય જોઇ વિચાર કરવા લાગ્યા કે આ તેજસ્વી બાળક જો દીક્ષિત થાય તો જૈનશાસનની મોટી સેવા કરી શકશે અને સત્ય-હિંસાના ઝંડાને દેશદેશાન્તરમાં, લહેરાવશે.
શ્રાવિકા બાહડદેવીની સાથે વાતચીત દરમિયાન સાધ્વીજીએ કહ્યું કે, શ્રાવિકાજી ? ‘અમારી એક માંગણી છે તે તમે પૂર્ણ કરશો ?' શ્રાવિકા બાહડદેવીએ કહ્યું કે, ‘મારી શકિત હશે તો અવશ્ય આપની માગણી હું પૂરી કરીશ અને એમાં હું મારું અહોભાગ્ય સમજીશ.'
સાધ્વીજીએ અનુકૂળ પ્રસંગ જોઇને કહ્યું કે, જો આ બાળકને સંયમની ભાવના થાય તો તમે એને રોકશો નહીં. શ્રાવિકા બાહડદેવીએ એ વાત માન્ય કરી. યોગાનુયોગ જિનેશ્વરસૂરિજીના શિષ્ય ધર્મદેવ ઉપાધ્યાયનું શિષ્યો સહિત થોડા સમય પશ્ચાત્ ધોળકામાં આગમન થયું.
પિતા વાછગમંત્રી તથા માતા બાહડદેવીની સાથે વિશિષ્ટ લક્ષણના ધણી, મેધાવી બાળક સોમચંદ્ર નિત્ય ગુરુમહારાજનું વ્યાખ્યાન સાંભળવા જવા લાગ્યા. બાળકના વિનયાદિ ગુણો તથા બોલવાની અપૂર્વ વાક્ છટાથી ગુરુમહારાજ પણ આશ્ચર્યાન્વિત થઈ ગયા.
ગુરુમહારાજની વૈરાગ્યયુકત અમૃતવાણીનું નિત્ય શ્રવણ