________________
૩૮
દાદાગુરુદેવ ચરિ
પ્રસરી ગયું. મદનપાલ રાજા પણ ગુરુવિરહ વ્યથાથી બહુ દુ:ખ
થયા.
સંઘ અત્યંત શોકાતુર બની ગયો. તેમની ઉદ્વિગ્નત તથા વિરહાગ્નિની દશા તો અવર્ણનીય હતી. ગચ્છ તથા સં અનાથ બની ગયા. જૈન શાસનમાં તેમના સ્વર્ગગમનથી પૂર્ર ન શકાય તેવી ખોટ પડી હતી. આવી દુઃખદ અવસ્થાન કારણે આચાર્યશ્રીએ આપેલી બંનેય શિક્ષા સૂચનાઓ શ્રાવ ભૂલી ગયા હતા.
ગુરુદેવની પાલખી લઇ જતાં માર્ગમાં (દિલ્હીનું મોટું બજાર) માણેકચોકમાં પૂર્વપ્રથાનુસાર વિશ્રામ આપી દીધો. આચાર્યશ્રીના કથાનાનુસાર પાલખી માણેકચોક બજારમાંથી ઊઠી જ નહીં.
મદનપાલ રાજાએ મોટા મોટા બળવાન હાથીઓ દ્વારા લોઢાની સાંકંળોથી પાલખીને ખેંચાવવાના અનેક પ્રયત્નો કર્યા પરંતુ પાલખી (વિમાન) લેશમાત્ર પણ ત્યાંથી ખસી નહીં એમાં આચાર્યશ્રીનો ચમત્કાર સમજી દિલ્હી નરેશના આદેશથી બજારની વચમાં ચંદનાદિ સુંગધિત દ્રવ્યોથી ગુરુદેવના પાર્થિવ શરીરનો અગ્નિસંસ્કાર કર્યો. આજે પણ તે સ્થાન મહોલીના નામથી પ્રસિદ્ધ છે.
આજે પણ ગુરુદેવની તે સ્વર્ગભૂમિની લાખો યાત્રીઓ શ્રદ્ધાથી દર્શન, પૂજનાદિ કરે છે. ગુરુદેવ પરોક્ષરૂપે અનેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.