________________
૨૨
દાદા ગુરુદેવ ચરિત્ર આપે તો હું તેમની આશાતના કરવી છોડું. આભુશાહે તે વાતને માન્ય કરી. ગુરુદેવ નિર્વિધ્ર થયા પછી ગુરુદેવે શેઠના કુટુંબને બચાવવા માટે તેમના ઉપર પોતાનો ઓઘો ફેરવ્યો એટલે તે વ્યંતરદેવ શકિતહીન થઈ ગયો અને ત્યાંથી ચાલ્યો ગયો. આ રીતે શેઠના કુટુંબને ગુરુદેવે બચાવી લીધું. રોગનિવારણ અને માહેશ્વરી બ્રાહ્મણનો જૈનધર્મ સ્વીકાર
એક વખત એવો પ્રસંગ બન્યો કે વિક્રમપુર નગરીમાં ભયંકર મહામારીના રોગનો ઉપદ્રવ થયો. શ્રાવકોએ ગુરુદેવને રોગનિવારણ માટે પ્રાર્થના કરી. ગુરુદેવે જૈનધર્મની પ્રભાવના થતી જોઈને સપ્તસ્મરણ વગેરે સ્તોત્રોના પાઠ દ્વારા રોગના ઉપદ્રવને શાંત કરી દીધો. દાદા ગુરુદેવનો આ પ્રભાવ જોઈને જૈનેતર લોકોએ પણ રોગથી બચવા માટે સૂરિજીને વિનંતિ કરી. તપ-ત્યાગની અનૂઠી સાધનાથી સૂરિજીએ નગરનિવાસીઓના રોગને સમૂળગો નષ્ટ કરી દીધો. સૂરિજીની આ પ્રકારની અદ્ભુત આરાધનાથી તે સમયે માહેશ્વરી બ્રાહ્મણ આદિ અનેક કુટુંબોએ જૈન ધર્મનો સ્વીકાર કર્યો. વળી ત્યાં જ તેમના ધર્મોપદેશના પ્રભાવથી એકસાથે ૫00 પુરુષો અને ૭૦૦ સ્ત્રીઓએ દીક્ષા ગ્રહણ કરી. આચાર્યશ્રીની ઉક્ટ સાધનાનું જ આ પરિણામ હતું. શેઠના પુત્રને દૃષ્ટિદાન
એક સમયે ગુજરાતના સુરત શહેરમાં ધાર્મિક વૃત્તિવાળા એક શેઠ રહેતા હતા. તેમને એક જ પુત્ર હતો. આ પુત્રની આંખોની રોશની સર્વથા નષ્ટ થઈ ગઈ હતી. અનેક ઉપચારો કરાવ્યા છતાં રોશની આવી નહીં. શેઠ પોતાના પુત્રને ગુરુદેવની