________________
૫૬
દાદા ગુરુદેવ ચરિત્ર માણસોએ ચીભડાં-તડબૂચની તપાસ કરાવતાં સોમાજી-શિવાજી પાસે મળી આવ્યાં. બધી જ ફોજ ત્યાં પહોંચી. એક એક નંગની એક એક મહોરની કિંમત હતી. મંત્રના પ્રભાવથી ચીભડાં-તડબૂચનો સ્વાદ અતિ મધુર અને અનેરો થઇ પડયો હતો, તેથી મૂલ્ય વધુ હોવા છતાં પણ બધો જ માલ ખપી ગયો. આથી તેઓ બહુ સંપત્તિશાળી બન્યા. ગુરુદેવના ઉપકાર તથા તેમની કૃપાથી મળેલા દ્રવ્યને સાર્થક કરવા માટે શત્રુંજય યાત્રાનો બહુ જ મોટો સંઘ તેમણે કાઢયો અને તેમાં ખુલ્લા હાથે ધન ખર્ચ કરી પુણ્યોપાર્જન કર્યું. (મહોત્સવો-પ્રતિષ્ઠાઓ તથા) ધર્મોનિતિનાં કાર્યો તથા અકબર
પર પ્રભાવ :
ત્યાર પછી આચાર્ય દેવ સુરત આદિ ક્ષેત્રોમાં વિચરણ કરી અમદાવાદ પુનઃ પધાર્યા ત્યારે સોમાજી-શિવાજીએ હાજાપટેલની પોળમાં શ્રી શાંતિનાથ ભગવાનનું અતિ ભવ્ય જિનાલય બનાવેલું તેની પ્રતિષ્ઠા ગુરુદેવે બહુ જ મોટા ઉત્સાહપૂર્વક કરાવી. શાંતિનાથ ભગવાનના દેરાસરના લેખમાં આજે પણ ખરતર ગચ્છાચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજી મ. સાહેબનું નામ અંકિત છે. તે જિનાલયમાં કાષ્ટની કલાકૃતિ અદ્ભુત અને અજોડ છે. તે જિનાલયનાં ચારસો વર્ષ પૂર્ણ થયાનો મહોત્સવ સંઘે સં. ૨૦૪૭ના આસો મહિનામાં સુંદર રીતે ઉજવ્યો હતો. આ સિવાય અમદાવાદમાં મહા સુદ ૧૦ના ધનાસુથારની પોળમાં તથા શામળાજીની પોળમાં, ટેમલાની પોળમાં, શેઠના પાળામાં આદિ અનેક સ્થાનોમાં મોટા મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠાઓ કરાવી હતી. અન્ય પણ કેટલાક