________________
દાદા ગુરુદેવ ચરિત્ર મુગલસેનાથી શ્રાવકોને બચાવ્યા
૫૫
તેઓશ્રીનું નાડોલાઇમાં આગમન થયું ત્યારે ત્યાં મુગલસેનાનાં ભયથી બધા જ નાગરિકો સ્વસુરક્ષા હેતુ ચારે તરફ દોડાદોડ કરવા લાગ્યા હતા. સૂરિશ્વરજી મ. સા. તો નિશ્ચિન્ત અને નિર્ભિક થઇ કાર્યોત્સર્ગમાં બેસી ગયા. ધ્યાનના પ્રભાવથી મુગલસેના રસ્તો ભૂલી ગઈ અને અન્યત્ર ચાલી ગઇ. નાગરિકો શ્રી જિનચંદ્રસૂરિનો આ પ્રત્યક્ષ ચમત્કાર જોઈ શ્રદ્ધાથી તેમનાં ચરણાર્વિન્દોમાં નતમસ્તક થઈ ગયાં.
આચાર્યશ્રી અમદાવાદમાં પુનઃ પધાર્યા એક દિવસ સ્થંડિલભૂમિ જતાં માર્ગમાં દશાપોરવાડ જાતિના શિવાજી અને સોમાજી નામના બે ભાઇઓને ચીભડાનો વેપાર કરતાં જોયા. આચાર્યશ્રીએ જ્ઞાન બળે તેઓનો નજીકના ભવિષ્યમાં ભાગ્યોદય જોઇ બંનેયને પોતાની પાસે બોલાવી મધુર વચનોથી વીતરાગ ધર્મનો ઉપદેશ આપી જૈન શાસનના અનુરાગી બનાવ્યા. તેઓએ શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો. એક દિવસે સોમાજીશિવાજીએ ગુરુદેવ પાસે આવી વિનંતિ કરી કે ધન વિના ધર્મારાધના કરવી બહુ દુષ્કર છે. · ખાલી પેટે ભજન કેવી રીતે કરીએ ? લાભ જાણી ગુરુદેવે જણાવ્યું કે જાઓ ચીભડાંતડબૂચનાં ધંધામાં આજે તમને ખૂબ જ લાભ થશે ! ગુરુ મહારાજની વાણી ઉપર વિશ્વાસ રાખી આખા શહેરમાં બધેયથી ચીભડાં અને તડબૂચ ખરીદી લીધાં અને ગુરુજી દ્વારા મંત્રિત કરેલા કપડાથી તેને ઢાંકી દીધાં.
આ બાજુ બાદશાહની ફોજ કોઈ જગ્યાએ વિજયી. થઇ અમદાવાદ આવી. ગરમીની મોસમ હતી. ફોજના