________________
૫૪
દાદા ગુરુદેવ ચરિત્ર નવા નિયમો બનાવ્યા. જેનું પાલન દરેક સાધુ માટે અનિવાર્ય હતુ. દેશ, સમાજ, શાસન તથા ધર્મની ક્રાન્તિમાં તેમણે સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી હતી. ૧૯ વર્ષની યુવાવસ્થામાં આચાર્યશ્રીનું આ સાહસપૂર્ણ કાર્ય અત્યન્ત પ્રશંસનીય હતું. પૌષધવિધિ પ્રકરણની ટીકા લખી અને અનેક ધર્મવિધિઓ કરાવી
આચાર્યશ્રી વિચરણ કરતા કરતાં પાટણ પધાર્યા તે સમયે ખરતરગચ્છનો પ્રભાવ ગુજરાતમાં બહુ જ હતો. અને તેમાંય વળી પાટણ શહેર તો ખરતરગચ્છનું ઉત્પત્તિ સ્થાન હતું. ત્યાંના દુર્લભ રાજાએ શ્રી જિનેશ્વરસૂરિજીની સર્વોત્કૃષ્ટ ત્યાગ અને તપમય સાધનાથી પ્રભાવિત થઇ તેમને ખરતર બિરુદ આપ્યું હતું અને ત્યાં જ અમારા ચરિત્રનાયક શ્રી જિનચંદ્રસૂરિજીએ પૌષધવિધિ પ્રકરણની વિદ્વતાપૂર્ણ ટીકા લખી હતી. તેઓ અનેક ગામોની જનતાને ત્યાગયુક્ત વાણીનો રસાસ્વાદ કરાવતા અમદાવાદ પધાર્યા ત્યાં મંત્રી સારંગધર સત્યવાદીએ એક વિદ્વત્તાભિમાની ભટ્ટને બોલાવ્યો હતો, તેની સમસ્યાપૂર્તિ કરીને આચાર્યશ્રી એ પરાસ્ત કર્યો. ત્યાર પછી અનેક સ્થાનોમાં યશસ્વી ચાતુર્માસ કર્યા. કેટલાક સ્થાનોમાં પ્રતિષ્ઠાઓ, અઠ્ઠાઈ મહોત્સવો, દીક્ષાઓ કરાવી, યાત્રી સંઘો કઢાવ્યાં. તેમના જ્યાં પણ ચરણ પડયા ત્યાં અનેકવિધ શાસનની ઉન્નતિનાં અદ્ભુત કાર્યો થયાં જે તેમની ઉત્કૃષ્ટ ચારિત્રિક શક્તિનો જ પ્રભાવ માનવો રહ્યો.