________________
પ૭
દાદા ગુરુદેવ ચરિત્ર જિનાલયોની પ્રતિષ્ઠા સૂરિજીના હસ્તે થયેલી છે. જયાં જયાં આપ પધાર્યા ત્યાં ત્યાં ધર્મોન્નતિનાં અનેક કાર્યો કરી શાસનની શોભા વધારી. તેઓશ્રીની આ પ્રકારની મહિમા ધર્મજિજ્ઞાસુ અકબરે સાંભળી. અને તેમણે મંત્રી કર્મચંદને આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજી મ. સા.ને લાહોર બોલાવી લાવવા માટે આજ્ઞા આપી. મંત્રીએ સૂરિજી મ.સા.ને લાહોર પધારવા માટે વિનંતિ પત્ર લખ્યો. અકબરે જીવહિંસા નિષેધનું ફરમાન કર્યું
સૂરિજી મહારાજે પણ વિશેષ લાભ થતો જાણી વિનંતિ સ્વીકારી લીધી અને શીધ્ર લાહોર તરફ વિહાર કર્યો. સં. ૧૬૪૮ના ફાગણ સુદ-૧૨ના દિવસે ૩૧ સાધુઓ સહિત સૂરિજી લાહોર પધાર્યા. બાદશાહ અકબરે હજારો નરનારીઓ સહિત ઉત્સાહપૂર્વક ધામધૂમથી સામૈયું કર્યું. ગુરુમહારાજના ઉપદેશથી બાદશાહ અત્યંત પ્રભાવિત થયા. તેઓ નિત્યપ્રતિ ડ્યોઢી મહેલમાં ગુરુદેવનું પ્રવચન શ્રવણ કરવા લાગ્યા. ધીરે ધીરે બાદશાહને જૈન ધર્મ તથા ગુરુદેવના સંયમી જીવન ઉપર અપાર શ્રદ્ધા જાગૃત થઈ. પરિણામ સ્વરૂપ અકબરે જીવહિંસા નિષેધનાં ફરમાન બાર (૧૨) સૂબામાં લખી મોકલ્યાં. આ પ્રમાણે અકબરનો જૈનશાસન પ્રતિ અનુરાગ વધતો જ ગયો. પુત્રી પરિત્યાગમાંથી બચાવ
- એક વખત સમ્રાટના પુત્ર સલીમને મૂલા નક્ષત્રમાં પુત્રીનો જન્મ થયો. જયોતિષીઓએ પુત્રીનો જન્મ પિતા માટે અનિષ્ટકારક બતાવ્યો અને પુત્રીનો પરિત્યાગ કરવા માટે ફલાદેશ આપ્યો. '