________________
૨૬
- દાદા ગુરુદેવ ચરિત્ર ૧૦૮ વાર દાદા ગુરુદેવ એકત્રીસાનો એક જ આસને બેસીને પાઠ કરે છે તે શ્રદ્ધાવાન ભક્ત મનવાંછિત ફળ પ્રાપ્ત કરી પાપોથી મુકત થાય છે.'
- તેમની સ્વર્ગભૂમિ અજમેરમાં આજે પણ તેમની સ્વર્ગતિથિ અષાડ સુદ ૧૧ના દિવસે મેળો ભરાય છે. અનેક ભકતગણ તે પવિત્ર સ્વર્ગભૂમિમાં જઈ તેમનાં ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પિત કરે છે. '
સંપૂર્ણ ભારતનાં અનેક શહેરો, નગરો તથા ગામડાંમાં એમના નામની ભવ્ય-દાદાવાડીઓ બનેલી છે જેમાં તેમની મૂર્તિઓ અથવા તેમની ચરણપાદુકાઓનાં દર્શન થાય છે. તેમના સ્વર્ગને ૮૩૮ વર્ષો વ્યતીત થયા છતાં તેમના પ્રત્યેની અપાર ભકિત હજારો મનુષ્યોમાં જોવા મળે છે.