________________
૪૨
દાદાગુરુદેવ ચરિત્ર
દ્વારા કરમણકુમારે દીક્ષા અંગીકાર કરી. અને તેમનું નામ કરમણકુમારને બદલે કુશલકીર્તિ રાખ્યું. તે સમયે કરમણકુમારની સાથે દેવવલ્લભ, ચારિત્રતિલક તથા રત્નશ્રી સાધ્વીની પણ દીક્ષા થઈ હતી.
વિદ્યા અધ્યયન
તે સમયમાં ઉપાધ્યાય વિવેકસમુદ્ર ગીતાર્થ તથા પ્રકાંડ વિદ્વાન સાધુજી મ. સાહેબ હતા. તેમની અદ્ભુત વિદ્વતા તથા વિદ્યાઅધ્યયન કરાવવાની યોગ્યતા જગમશહુર હતી. તેથી શ્રીકુશલકીર્તિના ગુરુવર કલિકાલ કેવીલી શ્રી જિનચંદ્રસૂરિજીએ પણ તેમની પાસે અધ્યયન કર્યું હતું. રાજેન્દ્રચંદ્રસૂરિજી, દિવાકરાચાર્ય, રાજશેષાચાર્ય આદિ અનેક સુપ્રસિદ્ધ વિદ્વાનો પણ તેમની પાસે હેમવ્યાકરણ બૃહદવૃત્તિ, ન્યાય માહાતર્ક લક્ષણ, સાહિત્ય અલંકાર, જ્યોતિષ તથા સ્વપર દર્શનાદિ ગ્રન્થો ભણ્યા હતા. એટલે કુશલકીર્તિજીને પણ તેમની પાસે અધ્યયન હેતુ મોકલ્યા હતા. કુશાગ્ર બુદ્ધિથી
અલ્પ સમયમાં અનેક આગમોના જ્ઞાતા થયા તથા ન્યાય વ્યાકરણાદિ સંપૂર્ણ વિષયોના વિશેષજ્ઞ થયા. વાચનાચાર્યની પદવી :
આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજી ગુરુદેવે મુનિ-કુશલ કીર્તિજીમાં સર્વ પ્રકારની યોગ્યતા જોઇ પ્રસન્ન થયા અને નાગોર શહેરમાં સંવત ૧૩૭૫માં વિશાળ ઉત્સવપૂર્વક વાચનાચાર્યપદથી તેમને વિભૂષિત કર્યા. તે સમયે અનેક શહેરોના સંઘો એકત્રિત થયા હતા. કેટલાક સાધુ-સાધ્વીજી