________________
દાદા ગુરુદેવ ચરિત્ર - આયાર્ય મહારાજની અમૃતવાણીના નિત્યશ્રવણ તથા સત્સંગતિથી દિલ્હી નરેશની ધર્મ પ્રત્યેની આસ્થા વધતી ગઈ. ગુરુદેવના ધર્મોપદેશથી અનેક ભવ્યાત્માઓનાં જીવન પરિવર્તન થયાં. મંત્ર-યંત્ર પટ્ટક પૂજા કુલચંદ્રને ધનાઢ્યતા
એક કુલચંદ્ર નામના શ્રાવક ગુરુદેવના ઉત્કૃષ્ટ ચારિત્ર તપ, ત્યાગથી પ્રભાવિત થઈ પરમ ભક્ત બન્યા. પરંતુ કે સંયોગે નિર્ધન હતા. ધનના અભાવથી કુલચંદ્ર શ્રાવક દિનપ્રતિદિન દુર્બળ થતા જોઈ સૂરિજી મ. સાહેબે કંકુ, કસ્તુર આદિ સુગંધિત દ્રવ્યોથી મંત્રાક્ષર લખી એક યંત્ર પટ્ટક આપ્યો અને તે યંત્રપટ્ટકનું વાસક્ષેપથી નિત્ય પૂજન કરવા કહ્યું. ઉતરેલો વાસક્ષેપ પારા આદિના સંપર્કથી સુવર્ણ બની જશે. કુલચંદ્ર શ્રાવકે ગુરુએ દર્શાવેલી વિધિનુસાર યંત્રપટ્ટકની પૂજા ચાલુ કરી. અલ્પ સમયમાં જ તે શ્રાવક ધનાઢય બની ગયો.
આ પ્રમાણે દાદાસાહેબ શ્રી જિનચંદ્રસૂરિજી ગુરુદેવે સમયની અનૂઠી સાધનાબળથી તથા અલૌકિક પ્રતિભાથી દેશ, સમાજ, રાષ્ટ્ર અને શાસનની અનેકવિધ સેવાનાં મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યા.
સાહિત્ય સેવામાં પણ તેઓ એટલા જ અગ્રેસર હતા. પોતાની વિદ્વતા તથા અલૌકિક બુદ્ધિથી તેમણે અનેક ગ્રંથ રચ્યા હતા. આજે પણ આચાર્યશ્રીનો વ્યવસ્થા કુલક' ગ્રંથ ઉપલબ્ધ છે.