________________
દ્મદા ગુરુદેવ ચરિત્ર
૩૯
અગ્નિસંસ્કારના સમયે એક વ્યક્તિ ગુપ્ત રીતે દૂધથી ભરેલો વાડકો લઇ ઊભો હતો. અગ્નિસંસ્કાર થતાં જ ગુરુદેવના મસ્તકમાં રહેલું મણિ ઊડીને દૂધના વાડકામાં પડયું. મિણ દૂધમાં પડતાંની સાથે સંઘને યાદ આવ્યું કે અરે ! ગુરુદેવે હેલી અંતિમ બંને વાતો ભૂલી ગયા. સંઘને પશ્ચાતાપ થયો.
પરંતુ મણિ તે વ્યક્તિ પાસે પણ ટકી શક્યું નહીં. કુપાત્રમાં કદાપિ સારી વસ્તું ટકી શકતી નથી.
વાસ્તવમાં યુગપ્રધાન મણિધારી શ્રી જિનચંદ્રસૂરિજી સાધારણ આચાર્ય ન હતા. તેઓ મહાન ચમત્કારી તથા પ્રભાવશાળી આચાર્ય હતા. ૬ વર્ષની લઘુવયમાં દીક્ષા લેવી અને બે જ વર્ષના દીક્ષાપર્યાયમાં એટલે કે આઠ વર્ષની ઉંમરમાં આચાર્ય પદ પ્રાપ્ત કરવું એ જ એમની પ્રખર પ્રતિભાનો પરિચય હતો.
વળી મદનપાલ જેવા રાજાને પ્રતિબોધ આપી જૈન શાસનના અનુરાગી બનાવવા એ કોઇ જેવી તેવી વાત ન કહેવાય. એમાં એમની ઉત્કૃષ્ટ સાધનાનું જ શુભ પરિણામ હતું. આ પ્રમાણે તેઓ યશસ્વી જીવન જીવ્યા હતા. એવા ગુરુદેવનાં ચરણોમાં હમારા શત શત નમન હો. (કોટિ કોટિ નમન હો.)
આજ પણ શ્રદ્ધાળુ ભક્તો માટે જીવતી જાગતી જ્યોત છે. મહરોલીમાં ભાદરવા સુદ સપ્તમીનો મેળો પ્રતિવર્ષ ભરાય છે લાખો ભક્તો શ્રદ્ધાંજલિ અર્પિત કરી જીવન પાવન કરે છે.