________________
દાદા ગુરુદેવ ચરિત્ર વિદ્યાભ્યાસમાં અજોડ બાલ-સાધુ
બાલ સાધુજીએ દીક્ષા પછી એકાગ્ર મનથી અધ્યયનનો પ્રારંભ કર્યો. પોતાની અપૂર્વ સ્મરણ-શક્તિ તથા વિશિષ્ટ બુદ્ધિબળથી બે વર્ષના અતિ અલ્પ સમયમાં તેઓ ખીલી ઊઠયા. તે સમયે તેમની સમકક્ષ એવી પ્રતિભાશાળી અન્ય કોઈ વ્યક્તિ હતી નહીં. તેઓ અજોડ હતા. સરસ્વતી તો જાણે તેમની જીહ્વા પર સાક્ષાત વિરાજમાન હતી.
૨૯
આમ 'બાલસાધુજીની અસાધારણ મેધા, પ્રભાવશાળી મુખમુદ્રા તથા આકર્ષક વાક્ચાતુર્યથી બધો જ જનસમુદાય અહોભાવથી ચમત્કૃત થઈ મુક્ત કંઠે બાલસાધુની તથા શ્રી જિનદત્તસૂરિજી મ. સાહેબની અદ્ભુત પરખની પ્રશંસા કરવા
લાગ્યા.
બાલવયમાં આચાર્યપદ પામ્યા
બે જ વર્ષના દીક્ષિત બાલમુનિની વિશિષ્ટ યોગ્યતા જોઈને સંવત ૧૨૦૫ના વૈશાખ સુદ ૬ (છઠ્ઠ) ના શુભ દિવસે વિક્રમપુરમાં શ્રી મહાવીર પ્રભુના જિનાલયમાં ગુરુદેવે સર્વ શ્રી સંઘની સંમતિથી લઘુવયસ્ક પણ મહાન વિદ્વાન બાલસાધુને આચાર્યપદ પ્રદાન કર્યું. બાલસાધુ શ્રી જિનચંદ્રસૂરિજીના નામથી પ્રસિદ્ધ થયા. આચાર્યપદનો મહોત્સવ તેમના પિતા શાહ રાસલે ધામધૂમથી ઊજવ્યો હતો.
ગુરુઆશીર્વાદ સાથે અનેક વિષયોમાં નિપુણતા
પૂજ્ય ગુરુદેવ શ્રી જિનદત્તસૂરિજીએ બાલસૂરિજીને આગમોનું અપાર જ્ઞાન આપ્યું. સાથે સાથે મંત્ર, તંત્ર, જ્યોતિષ,