Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

Previous | Next

Page 68
________________ જિનચંદ્રસૂરિ ગુરુદેવ-ચતુર્થ દાદાગુરુદેવ સત્તરમી શતાબ્દિમાં અનેક મહાન જૈનાચાર્યો થયા તેમાં ખરતરગચ્છ પરંપરાના આચાર્યોમાં અક્બર પ્રતિબોધક યુગપ્રધાન ભટ્ટારક શ્રી જિનચંદ્રસૂરિજી પોતાના વિશિષ્ટ ગુણોને લીધે સર્વના આદરણીય તથા પ્રિયપાત્ર હતા. તેઓ અકબર પ્રતિબોધક ચોથા દાદાસાહેબ શ્રી જિનચંદ્રસૂરિજીના નામથી જગપ્રસિદ્ધ થયા છે. જન્મ તેમનો જન્મ એવા સમયે થયો જ્યારે સમાજમાં અનેક વિકૃતિઓ, શિથિલતા તથા દુષ્પ્રવૃત્તિઓનું અસ્તિત્વ વધી ગયું હતું. સંવત ૧૫૯૫ ના ચૈત્ર વદ ૧૨ ના દિવસે જોધપુર (રાજસ્થાન)ની પાસે ખેતસરગામના નિવાસી, રીહડ ગોત્રીય ઓસવાલ શેઠ શ્રીવંતશાહનાં ધર્મપત્ની શ્રીયાદેવીની કુખે તેમનો જન્મ થયો હતો. તેમનું નામ સુલતાનકુમાર રાખ્યું હતું. યથાનામ તથા ગુણ પ્રાપ્ત કરીને જૈન સમાજનાં તે સુલતાન જ બન્યા હતા. બાલ્યકાળ અને વિદ્યા અધ્યયન બાલ્યકાળમાં જ પોતાની પ્રખર બુદ્ધિથી અનેક કલાઓ તથા વિદ્યાઓમાં તે પારંગત થયા, છતાં પૂર્વ સંસ્કારોને કારણે તેમનું મન ધર્મ આરાધનામાં અત્યાધિક હતું. સંવત ૧૬૫૪માં પણલનાયક શ્રી જિન ૧

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88