Book Title: Dada Gurudev Charitra Author(s): Muktiprabhashreeji Publisher: Vichakshan Smruti PrakashanPage 86
________________ ૬૩ દાદા ગુરુદેવ ચરિત્ર પાંચ નદીના સંગમ પર પાંચ પીર-દેવો સમ્રાટે સૂરિજીને પાંચ નદીના સંગમ સ્થાન પર પાંચ પીર-દેવોને વશ કરવા માટે આગ્રહ કર્યો. સૂરિજી મહારાજે ત્યાં જઈ સૂરિમંત્રનો જાપ કર્યો તેથી તે સર્વ દેવો સૂરિજીને વશ થઇ ભકત બની ગયા અને શાસનના કાર્યોમાં સહાયતા કરવા સદા તત્પર રહેવા લાગ્યા. અનેક ભકત સમુદાય મંત્રીશ્વર સંગ્રામસિંહ, કર્મચંદ, સંઘપતિ-સોમાજી શિવાજી, ચેહરૂશાહ ભંસાલી વગેરે લાખો શ્રાવકો સૂરિજીના ભકત હતા તથા તેમને હજારો સાધુઓનો શિષ્ય પરિવાર હતો. અનેક મોટા મોટા રાજા મહારાજાઓ પણ તેઓશ્રીની આજ્ઞા શિરોધાર્ય કરવામાં પોતાનું અહોભાગ્ય સમજતા હતા. સાધુઓના બંધ કરેલા વિહાર ચાલુ કરાવ્યા. એક સમયે કોઈ કારણસર જહાંગીરે સર્વ સાધુઓનો વિહાર બંધ કરી દીધો અને તેમને ગિરફતાર કરી મોટા સંકટમાં નાખી દીધા. ચારેય બાજુના સંઘોમાં ખળભળાટ (ખલબલી) મચી ગયો. તે સમયે સૂરિજી મહારાજ સિવાય કોઈ એવા પ્રતિભાસંપન્ન સાધુ હતા નહીં જે આ સંકટ દૂર કરી શકે. આગ્રા સંઘે સૂરિજી પાસે જઈ સંકટ દૂર કરવાની પ્રાર્થના કરી, વૃદ્ધાવસ્થામાં પણ સૂરિજી પાટણથી ઉગ્ર વિહાર કરી આગ્રા પધાર્યા. ત્યાં જઈ બાદશાહને મળ્યા અને તેમનો હુકમ રદ કરાવી સાધુઓનો વિહાર ચાલુ કરાવ્યો..Page Navigation
1 ... 84 85 86 87 88