Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

Previous | Next

Page 84
________________ દાદા ગુરુદેવ ચરિત્ર ૬૧ સમજવા. સૂરિજીના શિષ્યને પોતાની ભૂલ સમજમાં આવી તેથી શિષ્યે સૂરિજી પાસે જઇને બધી વાત કહી સંભળાવી. આ સમાચાર સમ્રાટ તથા તેમના દરબાર સુધી પહોંચી ગયાં. આ પ્રમાણેની પરિસ્થિતિ ઉત્પન્ન થતાં સૂરિજીએ શાસનની બદનામીને લક્ષ્યમાં રાખી કોઇ શ્રાવક પાસેથી સોનાનો થાળ મંગાવ્યો અને તેને મંત્રીત કરી ગગનમાં ચઢાવ્યો. દૈવિક શકિતથી પૂનમના ચંદ્રની જેમ તેનો પ્રકાશ ચારે બાજુ બાર બાર ગાઉ સુધી દેખાવા લાગ્યો. - મૌલવીના કહેવાથી તેની પ્રતીતિ કરવા માટે બાદશાહે ચારે દિશાઓમાં ઘોડે સવારો દોડાવ્યા. તેઓ બાર બાર ગાઉ સુધી જોઇ આવ્યા અને બાદશાહને કહ્યું કે સર્વત્ર પૂર્ણિમાનો ચંદ્ર ખિલેલો છે. આ પ્રમાણેની સત્યતા જાણી સમ્રાટ ચમત્કૃત થયા. સૂરિજી મહારાજે અમાવાસ્યાની પૂર્ણિમા કરી તેથી જૈન શાસનની પ્રભાવના ખૂબ વધી ગઇ. સૂરિજી દ્વારા થયેલા ઉપર્યુકત પ્રસંગનાં ચિત્રો કેટલાંય સ્થાનોમાં આજે પણ જોવા મળે છે. એક સમય કાશ્મીર વિજય માટે સમ્રાટ જઇ રહ્યા હતા. પ્રયાણનાં પ્રથમ દિવસે રામદાસની વાડીમાં પડાવ પડયો. ત્યાં સમ્રાટ, તેમનો પુત્ર સલીમ તથા અન્ય અનેક રાજામહારાજાઓ તથા વિદ્વાનોની એક વિશાળ સભા યોજાઈ. તેમાં સૂરિજી મહારાજને પણ આમંત્રિત કર્યાં. સૂરિજી મહારાજ શિષ્યમંડળીની સાથે સભામાં પધાર્યા અને સમ્રાટને આશીર્વાદ આપ્યાં.

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88