Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

View full book text
Previous | Next

Page 87
________________ ૬૪ દાદા ગુરુદેવ ચરિત્ર બિલાડામાં ચાતુર્માસ ત્યાર પછી બિલાડા સંઘની વિનંતીથી તેઓશ્રીએ બિલાડામાં જ ચાતુર્માસ કર્યું. તેમની સાથે સુમતિ કલોલ, પુણ્યપ્રધાન, અમીપાલ આદિ અનેક સાધુ મહારાજ હતા. પર્યુષણ પછી જ્ઞાનોપયોગીથી પોતાનું આયુષ્ય અલ્પ જાણી સાધુઓને શિક્ષા આપી અને પોતે અનશન કરી લીધું. ચાર પહોર અનશન પાળી આસો વદ-૨ના દિવસે સૂરિજી સ્વર્ગ સિધાવ્યા. તેમની અંત્યેષ્ઠિ ક્રિયા લાખો વ્યકિતઓની સમક્ષ મોટા ઉત્સવ-મહોત્સવ સાથે કરવામાં આવી. તેમનું પાર્થિવ શરીર અગ્નિથી બળ્યું પરંતુ “મુખવસ્ત્રિકા” નહીં બળી આપનો આ અતિશય મહાન ચમત્કાર જોઈ લોકો ચક્તિ જ થઈ ગયા. તેમના અગ્નિસંસ્કારના સ્થાન પર વિશાળ સમાધિ મંદિર બનાવી તેની પ્રતિષ્ઠા પણ શ્રીસંઘે ઉલ્લાસથી કરાવી અને આચાર્યશ્રીના પાટ ઉપર શ્રી સિંહસૂરિજીને સ્થાપિત કર્યા. તેઓશ્રી અતિશય પ્રતિભાસંપન્ન હોવાથી ચોથા દાદાસાહેબના નામથી પ્રસિદ્ધ થયા. તેમની મૂર્તિઓ, ચરણપાદુકાઓ આજે પણ અનેક શહેરો તથા ગામોમાં પ્રતિષ્ઠિત છે. પ. પૂજય સમતામૂર્તિ પ્રવર્તિની સાધ્વી શ્રી વિચક્ષણશ્રીજી મ. સાહેબની પ્રેરણાથી સ્વર્ગભૂમિ બિલાડામાં વિશાળ સ્મારક તથા જિનાલય બન્યું છે. તથા ત્યાં પ્રતિવર્ષ ગુરુદેવની સ્વર્ગતિથિ આસો વદ-રના દિવસે મેળો ભરાય છે અને હજારો ભકતજન એકત્રિત થઈ ગુરુચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે.

Loading...

Page Navigation
1 ... 85 86 87 88