Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

View full book text
Previous | Next

Page 85
________________ ૬૨ દાદા ગુરુદેવ ચરિત્ર મહિમરાજને આચાર્યની પદવી આપી કાશ્મીર વિજય પ્રાપ્ત કરી સમ્રાટ પુનઃ લાહોર આવ્યા ત્યારે પણ સૂરિજીથી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને તેમની આજ્ઞાથી તેમના શિષ્ય મહિમરાજને આચાર્યની પદવી આપીને તેમનું નામ શ્રી જિનસિંહસૂરિ સ્થાપિત કર્યું. યુગપ્રધાન પદની નવાજેશ એક વખત સમ્રાટે કર્મચંદ મંત્રીને પૂછ્યું કે બડે ગુરુદેવ માટે એવું કયું સર્વોચ્ચ-પદ છે . જે એમને આપી શકીએ ? મંત્રીએ જિનદત્તસૂરિજી મ. સાહેબનું જીવનચરિત્ર કહી સંભળાવ્યું અને તેમને અંબિકાદેવી પ્રદત્ત યુગપ્રધાનપદની વાત પણ જણાવી. સર્વ વૃતાન્ત સાંભળીને સમ્રાટે આચાર્યશ્રીને યુગપ્રધાનપદથી વિભૂષિત કર્યા અને આચાર્યપદનો મોટો મહોત્સવ કર્યો. મંત્રી કરમચંદે પણ યુગપ્રધાન ગુરુના નામ ઉપર સવા કરોડ રૂપિયાનું દાન કરી એક આદર્શ ઉપસ્થિત કર્યો. ગોવધ-બંધી આ પ્રમાણે સૂરિજી મહારાજનો નિરંતર સમાગમ મળવાથી સમ્રાટ અકબર બહુ જ દયાળુ બની ગયા હતા. સમ્રાટની દયાનાં અનેક શિલાલેખો આદિમાં પણ પ્રમાણ મળે છે કે સૂરિજીની આજ્ઞાથી વર્ષમાં છ મહિના સમ્રાટે પોતાના રાજ્યમાં જીવહિંસા નિષેધ કરી, સર્વત્ર ગોવધ બંધ કર્યો તથા શત્રુંજ્ય તીર્થને કરમુકત પણ કર્યું. 4

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88