Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

View full book text
Previous | Next

Page 66
________________ દાદા ગુરુદેવ ચરિત્ર ૪૯ ગુરુદેવના પ્રત્યક્ષવત્ દર્શનથી મંત્રી વરસિંહને અપાર આનંદ થયો. મંત્રીશ્વરે તે જ સ્થાને વિશાળ ગુરુમંદિર બનાવ્યું. આજે પણ તે સ્થાન ચમત્કારી અને પ્રગટ-પ્રભાવી છે તેનો પ્રત્યક્ષ અનુભવ અનેક ભક્તોને થયો છે. સોમવાર અને પૂનમના દિવસે અનેક ભક્તગણ અહીં દર્શને આવે છે. (૩) અજમેરની પાસે માલપુરામાં એક શ્રાવક ગુરુદેવના પરમભક્ત હતા. તેમને ગુરુદર્શનની અત્યાધિક જિજ્ઞાસા હતી એટલે ગુરુદેવે તેમને પણ પ્રત્યક્ષ દર્શન આપ્યાં. ત્યારથી માલપુરા ગામ પણ ગુરુતીર્થ બની ગયું. જે પાષાણ પર ઊભા રહી ગુરુદેવે દર્શન આપેલાં તે જ પાષાણ ગુરુચરણરૂપે આજે પૂજાય છે. દૂર દૂરથી અહીં રોજ સંઘો આવે છે અને સેંકડો યાત્રીયો દર્શન કરી મનોવાંછના પૂરી કરે છે. પ. પૂ. સમતામૂર્તિ સ્વ. પ્રવર્તિની શ્રી વિચક્ષણશ્રીજી મ.સા.ની પ્રેરણાથી તે તીર્થનો (માલપુરા) જીર્ણોદ્ધાર થયો તથા વિશાળ ધર્મશાળાનું નિર્માણ થયું અને તેમનાં જ સચનોથી ફાગણ વદી અમાવસનો બહુ મોઢે મેળો ભરાય છે. ગુરુદેવની સેવામાં કાળા અને ગોરા ભેરુજી (દેવ) નિરંતર રહેતા હતા. ધર્મોપદેશથી કેટલાય ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ આપી સન્માર્ગી બનાવ્યાં હતા. તથા પચાસ હજાર અજૈનોને નૂતન જૈન બનાવ્યા હતા.

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88