Book Title: Dada Gurudev Charitra Author(s): Muktiprabhashreeji Publisher: Vichakshan Smruti PrakashanPage 69
________________ ૫૨ દાદા ગુરુદેવ ચરિત્ર માણિક્યસૂરિજી શિષ્ય સમુદાય સહિત ખેતસરમાં પધાર્યા એમનો ઉપદેશ-શ્રવણનો યોગ સુલતાનકુમારને પ્રાપ્ત થયો તે નિત્યપ્રતિ ઉપદેશ-શ્રવણ હેતુ આચાર્યશ્રીની પાસે જવ લાગ્યા. આચાર્યશ્રીની અમૃતવાણીનો સુલતાનકુમારના માનર પટ પર અદ્ભુત પ્રભાવ પડયો. સંસારના વિચિત્ર સ્વરૂપ તેમને જ્ઞાન થયું. જેથી સ્વ પર કલ્યાણાર્થ સંયમગ્રહણ કરવાને ભાવના ઉત્પન્ન થઈ. સુલતાનકુમારની ત્યાગની ઉત્કૃષ્ટ ભાવન જોઈને માતાપિતાને પણ વિવશ થઈ દીક્ષાની આજ્ઞા પ્રદાન કરવી પડી. ૯ વર્ષની બાળવયમાં સુલતાનકુમારે અતિ હર્ષોલ્લાસપૂર્વક શ્રી જિનમાણિજ્યસૂરિજીની પાસે સંયમમા સ્વીકાર કર્યો. ગુરુદેવે તેમનું નામ સુલતાનકુમારને બદલે સુમતિ ધીમુનિ રાખ્યું. બુદ્ધિનિધાન સુમતિધીર મુનિજીએ અતિ અલ્પ સમયમાં જ આગમોનું તથા અનેક શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું એટલું જ નહીં પરંતુ વ્યાખ્યાન, વાદવિવાદ આદિ અનેક કલાઓમાં તેઓ પારંગત થયા અને ગુરુમહારાજની સાથે વિચરણ કરવા લાગ્યા. આચાર્ય પદે સંવત ૧૬૧૨ના અષાઢ સુદ ૪ ના દિવસે શ્રી જિનમાણિજ્યસૂરિજી ગુરુદેવે પિપાસા પરિષદના કારણે અનસન વ્રત ગ્રહણ કરી લીધું અને નવકાર મંત્રની આરાધનાપૂર્વક તેઓ સ્વર્ગે સીધાવ્યા. તેમના સ્વર્ગગમન પછી તેમના ૨૪ શિષ્યો હતા, તે બધા જ જેસલમેર પધાર્યા. ત્યાં સર્વસંઘની સંમતિથી શ્રી ગુણપ્રભસૂરિજી દ્વારા ભાદરવા સુદ ૯ નેPage Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88