Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

View full book text
Previous | Next

Page 79
________________ ૬૦ દાદા ગુરુદેવ ચરિત્ર કર્યાં હૈયે વાગ્યાં 'ની ઉકિત કાજીને લાગુ પડી. બાદશાહ સમક્ષ કાજી જૂઠો પડયો અને તિરસ્કૃત થયો અને બાદશાહ ગુરુદેવ પ્રતિ વધુ માયાળુ બન્યા. એક સમયે સમ્રાટની સામે આચાર્ય મહારાજને અપ્રતિષ્ઠિત ક૨વાની દુર્ભાવનાથી કાજીએ પોતાની ટોપી મંત્રીત્ કરી આકાશમાં ઉડાવી અને આચાર્ય મહારાજને કહ્યું કે તમારામાં સામર્થ્ય હોય તો આ ટોપી લાવી આપો. તે સમયે જૈન ધર્મની હાંસી (હિલના) ન થાય તથા શાસન પ્રભાવનામાં વૃદ્ધિ થાય તે હેતુથી (રજોહરણ) ઓઘાને મંત્રિત કરી ટોપીની પાછળ છોડયો. તે ઓઘો (રજોહરણ) કાજીની ટોપીને મારતો મારતો નીચે લાવ્યો અને કાજીના માથા ઉપર ટોપી મૂકી દીધી. આચાર્યશ્રીની આવી મહાન શકિતથી બાદશાહ તો શું પરંતુ દ્વેષી કાજી પણ ચમત્કૃત થયો અને આચાર્યશ્રીનો ભકત બની ગયો. · અમાવાસ્યાની રાત પૂનમની રાતમાં બદલાઇ ફરી એક વખત સૂરિજીના શિષ્યને કોઇ મૌલવીએ આજે શું તિથિ છે તે પૂછ્યું ત્યારે તેમણે ભૂલથી અમાવાસ્યાને બદલે પૂર્ણિમા તિથિ બતાવી. મૌલવી બધા લોકોની સામે કહેવા લાગ્યો કે આજે અમાવાસ્યા છે અને જૈન સાધુ પૂનમ કહે છે. આ પ્રમાણે જૈન ધર્મ તથા સાધુમહારાજનો ઉપહાસ કરતાં બોલ્યો કે આજે પૂનમનો ચાંદ પ્રકાશિત થશે અને જો પૂર્ણિમાની ચાંદની રાત નહીં થશે તો જૈન સાધુ જૂઠા અને દંભી

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88