Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

Previous | Next

Page 78
________________ ૫૯ દાદા ગુરુદેવ ચરિત્ર જોઈને કાજીખાનખાં નામનો ચકિત ગુરુદેવની બહુ જ ઈર્ષ્યા કરવા લાગ્યો. આ કાજી હંમેશા બાદશાહની સાથે જ રહેતો હતો. તે આચાર્ય મહારાજને હલકા પાડવા માટે ભરસક પ્રયત્નો કરવા લાગ્યો પરંતુ એક પણ કાર્યમાં તેને સફળતા મળી નહીં. એક સમય સૂરિજી મહારાજ શાહી દરબારમાં પધારી રહ્યાં હતા ત્યારે માર્ગમાં કાજીએ ખાડો ખોદી ગુપ્તપણે એક બકરી તેમાં મૂકી દીધી અને ઉપરથી ખાડો વ્યવસ્થિત રીતે ઢાંકી દીધો જેથી કોઈને ખબર પડે નહીં. સૂરિજીએ પોતાના જ્ઞાનબળથી ખાડામાં બકરી મૂકેલી છે તે વાત જાણી લીધી અને ત્યાં આવતાં જ અટકી ગયાં. બાદશાહે પૂછયું ગુરુદેવ ! ચાલતા ચાલતા કેમ અટકી ગયા ? ગુરુદેવે કહ્યું કે આ જગાએ ખાડામાં જીવ છે. એટલે તેનાં ઉપરથી જવાય નહીં. સમ્રાટે પૂછયું કે કેટલા જીવ છે ? સૂરિજીએ જવાબ આપ્યો કે ત્રણ જીવ છે. સૂરિજીનો આ ઉત્તર સાંભળતાં જ કાજી અત્યંત ખુશ થઈ વિચારવા લાગ્યો કે આ પ્રયત્નમાં તો હું સફળ થયો. આ સાધુ ખાડામાં ત્રણ જીવ બતાવે છે પરંતુ મેં તો એક જ બકરી આમાં મૂકી છે. એટલે બાદશાહની સામે સાધુજી ખોટા પડશે એવું જાણી કાજી હસતા વદને જઈને ખાડા પરથી પત્થર માટી ઉપાડતાં બે બચ્ચાં સહિત બકરીને જોઈ કાજી આશ્ચર્યમાં પડ્યો. વિચાર કરવા લાગ્યો કે આ બકરીને બે બચ્ચાં કેવી રીતે થઈ ગયાં ? હા !! મને ખબર જ ન હતી કે આ બકરી ગર્ભવતી હતી. ખાડામાં જમીનની ગરમીથી તેને જલ્દી પ્રસૂતિ થઈ ગઈ. “ હાથે

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88