Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

Previous | Next

Page 70
________________ ૫૩ દાદા ગુરુદેવ ચરિત્ર ગુરુવારે ૧૭ વર્ષની નાની ઉંમરમાં શ્રી સુમતિધરમુનિજીને આચાર્યપદ અર્પણ કરી તેમનું નામ શ્રી જિનચંદ્રસૂરિજી રાખ્યું. આચાર્યપદનો મહામહોત્સવ મહારાવલ માલદેવ નામના રાજાએ હર્ષોલ્લાસથી કર્યો. તે જ રાત્રિએ તેમના ગુરુ શ્રી જિનમાણિજ્યસૂરિજીએ સ્વપ્નમાં દર્શન આપ્યાં હતાં. શાસન શિથિલતા દૂર કરવાનું બીડું ઝડપ્યું. નૂતન આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજીગચ્છ સંચાલન અત્યંત સુંદર રીતે કરવા લાગ્યા. ભરયુવાનીમાં પણ તેમનું મન સંયમની ઉત્કૃષ્ટ સાધનાની સાથે સાથે શાસન તથા ગચ્છ ઉન્નતિનાં કાર્યોમાં જ રત અથવા ગુંથાયેલું રહેતું હતું. શાસનમાં પરિસ્થિતિવશ આવેલી શિથિલતા તેમણે જોઈ. આ શિથિલતાનું નિષ્કાશન કરવા માટે તેમણે બિકાનેરમાં બીડું ઉઠાવ્યું. - આચાર્યશ્રીએ આજ્ઞા આપી કે જે સાધુ શુદ્ધ આચાર પાળી શકે તે અમારી સાથે રહે અને જે આચાર પાલનમાં અસમર્થ હોય તે સાધુવેશ ત્યાગી ગૃહસ્થ બની જાય. ચારિત્રજીવનમાં અનાચારને બિલકુલ સ્થાન નહીં અપાશે. ત્યાગયુક્ત દઢતાપૂર્વકનાં વચનો સાંભળી ૧૬ સાધુ સૂરિજીની સાથે થયા. સંયમ પાલનમાં જે અસમર્થ હતા તેમને ગૃહસ્થવેશ પહેરાવી મથેરણ મહાત્મા બનાવ્યા. જેઓ ચિત્ર, લેખન તથા અધ્યાપન દ્વારા પોતાની જીવિકા ચલાવવા લાગ્યા. આ પ્રમાણે બિકાનેરના મંત્રી સંગ્રામસિંહના સહયોગથી સૂરિજીએ સં. ૧૬૧૪ના ચૈત્ર વદ ૭ ને દિવસે ક્રિયોદ્ધાર કર્યો. સાધુ જીવનના ચારિત્રપાલનના કેટલાક ઉચ્ચ

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88