Book Title: Dada Gurudev Charitra Author(s): Muktiprabhashreeji Publisher: Vichakshan Smruti PrakashanPage 75
________________ દાદા ગુરુદેવ ચરિત્ર જીવનમાં અહિંસાનો ગુરુદેવના સત્સંગથી બાદશાહના રંગ પૂર્ણરૂપે ચડેલો હોવાને કારણે પુત્રી ત્યાગનું હિંસાત્મક અયોગ્ય કાર્ય કરવા માટે બાદશાહ અકબરે ઇન્કાર કર્યો અને જૈનદર્શનાનુસાર ગ્રહશાંતિ આદિ અનુષ્ઠાન કરવા મંત્રીને આદેશ આપ્યો. ૫૮ મંત્રીએ ચૈત્ર સુદ-૧૫ના દિવસે બહુ મોટા સમારોહ પૂર્વક સુપાર્શ્વનાથ જિનાલયમાં શાંતિસ્નાત્ર પૂજન ભણાવ્યું, તેમાં એક લાખ રૂપિયાનો ખર્ચ કર્યો. આરતી તેમજ મંગળ દિપકના સમયે બાદશાહ અકબર તથા તેમનો પુત્ર સલિમ ઉપસ્થિત થઈ દસ હજાર રૂપિયા પ્રભુભકિતમાં ભેટ કર્યા. શાંતિસ્નાત્રપૂજાનો પક્ષાલ (નવનજલ) આદરપૂર્વક નેત્રોને લગાવ્યો અને પક્ષાલ અંતઃપુરમાં પણ મોકલ્યું. આ પ્રમાણે પુત્રી ત્યાગનાં હિંસાત્મક કાર્યથી પુત્રને બચાવી લીધો. અકબરની જૈન અનુષ્ઠાનમાં શ્રદ્ધા અકબર બાદશાહ જૈવિધિના શુભ અનુષ્ઠાનમાં આ પ્રમાણેનો ભાગ લે એ એક અસાધારણ ઘટના કહેવાય. વાસ્તવમાં ગુરુદેવની વાણીનો આ અદભુત ચમત્કાર જ હતો. અકબર આચાર્યશ્રીને બડે ગુરુદેવ કહીને જ બોલાવતા હતા જેથી તેમનું નામ બડે ગુરુદેવ પ્રસિદ્ધ થયું. ગુરુદેવના નિરંતર સંપર્કથી બાદશાહના જીવનનું પરિવર્તન થઇ ગયું. તેમણે જીવહિંસા ન કરવા તથા તીર્થોની સુરક્ષા માટે અનેક ફરમાનો (આદેશો) કાઢયાં. કાજીનાં કરતૂતો ઊંધાં પડતાં તિરસ્કૃત થઇ ભકત બન્યો : આ પ્રમાણે અકબરનો ગુરુદેવ પ્રત્યે પ્રવર્ધમાન પ્રેમPage Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88