Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

Previous | Next

Page 41
________________ ૩૦ દાદા ગુરુદેવ ચરિત્ર વ્યાકરણ, ન્યાય, અલંકાર આદિ વિષયોનો પણ અભ્યાસ કરાવ્યો. જ્ઞાનગ્રહણની અદ્ભુત શક્તિ તથા યોગ્ય પાત્રતાના કારણે બાલસૂરિ શ્રી જિનચંદ્રજી બધા જ વિષયોમાં નિષ્ણાત તથા ધુરંધર બની ગયા. તેમની સરળતા, સેવાભાવના તથા વિનય વગેરે ગુણોથી ગુરુમહારાજ અતિ પ્રસન્ન હતા. વ્યવહારિક શિક્ષણ, ગચ્છસંચાલન વગેરેમાં નિપુણતા તેમને વ્યવહારિક શિક્ષણ સાથે ગચ્છસંચાલન, સંપ્રદાય સુરક્ષા તથા આત્મોન્નતિની પણ અનેક પ્રકારની હિતશિક્ષાઓ ગુરુદેવે આપી હતી. તે પૈકીનું જીવનરક્ષાનું શિક્ષણ અતિ મહત્વનું હતું. તે શિક્ષણમાં એક મહત્ત્વની વાત એ હતી કે દિલ્હી શહેરમાં ક્યારેય પણ તમે ન જશો, કારણ કે દિલ્હીમાં તે સમયે દુષ્ટ દેવો તથા યોગિનીઓનો બહુ જ ઉપદ્રવ હતો. બાલાચાર્યશ્રી જિનચંદ્રસૂરિજીનો મૃત્યુયોગ પણ તે નિમિત્તે જ છે તે જાણીને ગુરુદેવ મહારાજે દિલ્હી જવા માટે નિષેધ કર્યો હતો જેથી તે નિમિત્તોથી સાવધાન રહે. જૈનશાસનના મહાપ્રભાવક ખરતરગચ્છાચાર્ય યુગપ્રધાન દાદાશ્રી જિનદત્તસૂરિજી મ.સાહેબ સંવત ૧૨૧૧માં અષાડ સુદ - ૧૧ના દિવસે અજમેરમાં સ્વર્ગવાસી થયા. પછી સર્વ સમ્મતિથી ગચ્છસંચાલનનો બધો જ કારભાર બાલસૂરિજીને સોંપવામાં આવ્યો. તેર (૧૩) વર્ષની અતિ લઘુ ઉંમરે પણ તેઓ પોતાની આગવી (અનૂઠી) સૂઝસમજ અને હિંમતથી આવેલી બધી જ જવાબદારીઓ કાર્યદક્ષતાપૂર્વક સુચારુરૂપે નિભાવવા લાગ્યા.

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88