Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

Previous | Next

Page 63
________________ ४८ દાદા ગુરુદેવ ચરિત્ર એમના પરોક્ષજીવન સંબંધમાં પણ અનેક ચમત્કારપૂર્ણ પ્રસંગો સાંભળવા અને જોવા મળે છે. તે બધા જ પ્રસંગોનો સંગ્રહ કરી લખીએ તો એક બહુ મોટો ગ્રંથ થઈ જાય પરંતુ અહીં થોડા પ્રસંગોનો ઉલ્લેખ કરવામાં આવે છે. (૧) એક વખત કવિવર સમયસુંદરજી જ્યારે સિંધુ દેશમાં વિચરણ કરતા હતા ત્યારે સંઘ સહિત ઉચ્ચનગર જતાં માર્ગમાં આવતી પાંચ નદીને પાર કરવા માટે નાવડીમાં બેઠા. અચાનક આંધી અને તોફાનની સાથે ખૂબ જ વરસાદ થયો તેથી નાવડી હાલમ ડોલમ થવા લાગી અને બધા શ્રાવકો ભયભીત થઈ ગયા. તે સમયે સમયસુંદરજી મહારાજે પોતાના ઈષ્ટ દાદાસાહેબ શ્રી જિનકુશલસૂરિજીનું સ્મરણ કર્યું. પરિણામે દાદાસાહેબનાં દેવાત્માએ તુરંત સહાય કરીને સંકટનું નિવારણ કર્યું અને બધા નિર્ભિક થયા. આ પ્રસંગનું વર્ણન સમયસુંદરજીએ તેમણે રચેલા પોતાના સ્તવનમાં કર્યું છે. (૨) બિકાનેરના મંત્રી વરસિંહને દાદા ગુરુદેવ શ્રી જિનકુશલ સૂરિશ્વરની સ્વર્ગભૂમિ દેવરાજપુર (દરાવર)ની યાત્રા કરવાની અતિ ઉત્કંઠા હોવા છતાં પણ કારણસર યાત્રા કરી શક્યા નહીં તે કારણે તેમનું મન વ્યથિત રહેતું, એટલે તેમની મનોકામના પૂર્ણ કરવા ગુરુદેવે બિકાનેરથી ચાર ગાઉ (કોશ) દૂર “નીલ” સ્થાનમાં સામે આવીને સ્વપ્ન દ્વારા દર્શન આપ્યાં અને કહ્યું કે તારી અનન્ય ભક્તિથી હું પ્રસન્ન થયો છું. તારી દેવરાજપુરની યાત્રાની ભાવના અહીં જ સફળ થઈ સમજવી.

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88