Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

View full book text
Previous | Next

Page 61
________________ ૪૬ દાદાગુરુદેવ ચરિત્ર ભીમપલ્લી આદિ સ્થાનોથી છરીપાલી યાત્રીસંઘ કઢાવ્યા, અનેક સ્થાનોમાં પ્રતિષ્ઠાઓ, દીક્ષાઓ કરાવી જેથી તેમની કીર્તિ ચારે દિશાઓમાં પ્રસરી. તે સમયમાં સિન્ધુદેશમાં મિથ્યાત્વ પ્રવૃત્તિઓ તથા હિંસાત્મક અધર્મનો પ્રચાર પ્રસાર બહું વધી ગયો હતો. પૂજ્ય ગુરુદેવનું તે તરફ લક્ષ્ય ગયું અને સિંધુ દેશની આવી ભયંકર વિષમ પરિસ્થિતિનો વિચાર કરી તેમણે તે તરફ વિહાર કરવાનો નિર્ણય કર્યો. સંયોગવશ ઉચ્ચનગર તથા દેવરાજપુરના પ્રમુખ શ્રાવકો સૂરિજીના ચરણોમાં આવ્યા. તેમનાં દર્શન વંદન કરી સિન્ધુદેશમાં પધારવા માટે આગ્રહભરી વિનંતી કરી. સૂરિજીએ પણ યોગ્ય (ઉપયુક્ત) સમજી તરફ જવા માટે અનુમતિ આપી. • પૂજ્ય ગુરુદેવે સિંધુદેશ તરફ વિહાર શરૂ કરી દીધો. ક્રમશઃ ગુરુદેવ સિન્ધુ દેશમાં પધાર્યાં. તેમના આગમનથી તે બાજુનાં બધાં ક્ષેત્રોના સંઘોમાં અપૂર્વ ઉત્સાહ જાગૃત થયો. તેમની પ્રભાવિ વાણીથી જૈન અને જૈનેતર વગેરે બધા જ આકર્ષિત થયા. તેમણી વાણીનો રસાસ્વાદ લેવા માટે સર્વદા બધા આકર્ષાયેલા (લાલાયિત) રહેતા. સિંધુ દેશના પ્રત્યેક ગામ અને શહેરમાં ફરી ફરીને ગુરુદેવે સત્યધર્મનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો જેથી જનજનનાં હૃદય ધર્મથી આપ્લાવિત થઈ ગયાં. અનેક મિથ્યાત્વ પ્રવૃત્તિઓ તથા અધાર્મિકતા નિર્મૂળ થઇ ગઇ. સંપૂર્ણ જનજીવન અહિંસામય બનતાં; વાતાવરણ પ્રેમમય બની ગયું. અન્ય દેશોની જેમ અહીંયા પણ સર્વત્ર ધર્મક્રિયાઓ થવા લાગી.

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88