Book Title: Dada Gurudev Charitra Author(s): Muktiprabhashreeji Publisher: Vichakshan Smruti PrakashanPage 60
________________ પણ શ્રી શરીરમાં કોઇ જ દાદા ગુરુદેવ ચરિત્ર સમુદ્રોપાધ્યાયજી. બિલકુલ સ્વસ્થ હતા. શરીરમાં કોઈપણ પ્રકારની વ્યાધિ ના હતી છતાં પણ શ્રી સંઘની સમક્ષ જેઠ વદી ૧૪ના દિવસે સર્વ જીવોથી ક્ષમાપના સહિત તેમને અનશન કરાવી દીધું અને અચાનક જેઠ સુદ - ૨ના દિવસે સમાધિપૂર્વક તેઓનો સ્વર્ગવાસ થઈ ગયો. ઉપરની ઘટનાથી શ્રીસંઘ સહિત અનેક વ્યક્તિ આશ્ચર્યાન્વિત થઈ ગયા. આ રીતે આચાર્ય શ્રી જિનકુશલસૂરિજી મ. સાહેબના અપૂર્વ આત્મવિશ્વાસ તથા તેમના વિશુદ્ધ જ્ઞાનની પ્રતિતીનો પરિચય બધાને થયો. ગિરનાર આદિ મહાતીર્થ સંઘ અને જિનેશ્વર દેરાસરોની પ્રતિષ્ઠા - તત્પશ્ચાત સૂરિજી મ. પાટણથી વિહારી કરી વિજાપુર ત્રિશંગમ વગેરે નગરમાં વિચરણ કરતા દિલ્હી શહેરમાં પધાર્યા. તેમની પ્રેરણાથી શ્રીમાલ ગોત્રિય શેઠ રયપતિએ દિલ્હીથી પાલિતાણા (શત્રુંજય), ગિરનાર આદિ મહાતીર્થોનો વૈશાખ કૃષ્ણ ૭ ના શુભ દિવસે વિશાળ સંઘ કાઢયો. તે યાત્રા સંઘમાં બાર પ્રકારનાં વાજિંત્રોવાળી શાહી સેના પણ હતી. તે યાત્રા પ્રવાસમાં આવતાં કેટલાંય નગરો તથા ઉપનગરોમાં જિનેશ્વર દેરાસરોની પ્રતિષ્ઠા કરાવી તો ક્યાંય ધ્વજાદંડ ચઢાવી. આ પ્રમાણે વિવિધ શાસન પ્રભાવનાના કાર્યક્રમો કરાવતાં શત્રુજ્ય તીર્થમાં નિર્વિઘ્ન સંઘ પહોંચ્યો હતો. ત્યાં પણ દસ દિવસ સુધી વિશાળ મહોત્સવ સાથે અનેક પ્રતિષ્ઠાઓ કરાઈ. . આજ પ્રમાણે દાદાસાહેબ શ્રી જિનકુશલસૂરિ મ. સાહેબે ઉત્કૃષ્ટ તપ, ત્યાગ તથા પ્રભાવોત્પાદક અમૃતવાણીથીPage Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88