Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

Previous | Next

Page 58
________________ ૪૩ દાદા ગુરુદેવ ચરિત્ર દીક્ષિત થયાં, કેટલાય શ્રાવકોએ બાર વ્રતાદિના પ્રત્યાખ્યાન કર્યા, અને જિનેશ્વર પ્રભુના જિનાલયોમાં અઠ્ઠાઈ મહોત્સવાદિ મંગલ કાર્યક્રમો થયાં. તીર્થયાત્રા : વાચનાચાર્ય શ્રી કુશલકીર્તિજીએ શ્રી જિનચંદ્રસૂરિજી સાથે અનેક તીર્થોની યાત્રા કરી અને ખંડસરાયમાં ચાતુર્માસ કર્યું. ચોમાસા પછી ગુરુદેવ શ્રી જિનચંદ્રસૂરિજીને કંપરોગ ઉત્પન્ન થયો. જ્ઞાનબળથી પોતાનું અલ્પ આયુષ્ય જાણી એમણે વિચાર કર્યો કે મારા પછી મારા શિષ્યોમાં એવો ક્યો યોગ્ય શિષ્ય છે કે જે જૈન શાસનનું સંચાલન સારી રીતે કરી શકે. આ રીતે વિચાર કરતાં તેમની પેની દૃષ્ટિ વાચનાચાર્ય શ્રી કુશલકીર્તિગણિજીના ઉપર પડી અને તેમને પોતાના પાટને યોગ્ય સમજ્યા. પોતાના આ સુંદર વિચાર પોતાના વિશ્વાસ પાત્ર રાજેન્દ્રાચાર્ય, પ્રવર્તક જયવલ્લભગણિ આદિ પ્રમુખ સાધુ તથા શ્રાવકો સમક્ષ દર્શાવ્યા. જિનકુશલસૂરિજી મહારાજનો આચાર્ય પદ મહોત્સવ તેમના વિચાર અનુસાર શ્રી રાજેન્દ્રાચાર્ય, મહોપાધ્યાય વિવેકસમુદ્રમણિજી મહારાજ, પ્રવર્તક જયવલ્લભગણિ મહારાજ વગેરે ૩૩ સાધુજી મ. ૨૩ સાધ્વિજી મ. તથા અનેક સ્થાનોના સંઘોની ઉપસ્થિતિમાં પાટણ શહેરના શાંતિનાથ પ્રભુના દેરાસરમાં વાચનાચાર્યશ્રી કુશલકીર્તિગણિ મ. ને સંવત ૧૩૭૭ ના જેઠ વદ ૧૧ના દિવસે આચાર્ય પદવી આપી અને ગુરુજીના નિર્દેશાનુસાર તેમનું નામ જિનકુશલસૂરિજી સ્થાપિત કર્યું.

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88