Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

View full book text
Previous | Next

Page 56
________________ ૪૧ દાદા ગુરુદેવ ચરિત્ર સંસારત્યાગ ભાવના : પુત્રના વિચાર જાણી માતાને બહુ જ દુઃખ થયું અને તે મોયુક્ત વચનોથી કહેવા લાગ્યાં કે પુત્ર તું આ શું બોલે છે ? મારા જીવનનો માત્ર એક તું જ આધાર છે. તારા વિના જીવવું મારા માટે અતિ દુષ્કર છે. ત્યાગ માર્ગ અત્યંત કઠોર તથા સંકટોથી ભરેલો છે. તારા સુકુમાર શરીર માટે તે માર્ગ સર્વથા ઉપયુક્ત નથી. તું હજુ બાળક છે. સંસારનાં સુખોનો તેં હજુ અનુભવ પણ કર્યો નથી. માટે સંસાર ત્યાગની વાતો છોડી સુખપૂર્વક અપાર ઐશ્વર્યનો આનંદથી ઉપભોગ કર. મારા મનના મનોરથ પૂર્ણ કરી મને સુખી બનાવ. માતાનાં વચનો સાંભળી કરમણકુમારે કહ્યું “સંસારમાં કોઈની તાકાત નથી કે કોઈ કોઈને દુઃખી અથવા સુખી કરી શકે. પ્રત્યેક પ્રાણી પોતાનાં કૃતકર્મોથી જ સુખદુઃખનો અનુભવ કરે છે. આ આત્માએ અનંતવાર સંસારના સંબંધો અનેક પ્રાણીઓ સાથે બાંધ્યા છે. પરંતુ કોઈની સાથેનો સંબંધ સ્થાયી રહ્યો નથી. કોઈ કોઈનું નથી. : સંસારમાં આત્માને સુખી બનાવનાર જો કોઈ હોય એ તો જિનેશ્વર ભાષિત સંયમમાર્ગ જ છે. તે માર્ગ સ્વીકારવાનો મારો દૃઢ નિશ્ચય છે માટે અવિલંબ આજ્ઞા પ્રદાન કરો. પુત્રની સંયમ ગ્રહણ કરવાની દઢ વિચારણા જોઈ માતાને અનિચ્છાએ પણ દીક્ષા લેવાની આજ્ઞા પ્રદાન કરવી પડી. સંવત ૧૩૪૭ના ફાગણ સુદ ૮ ના દિવસે આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિના કરકમલો દ્વારા દબદબાભર્યા. મોટા સમારોહ

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88