Book Title: Dada Gurudev Charitra Author(s): Muktiprabhashreeji Publisher: Vichakshan Smruti PrakashanPage 59
________________ ૪૪ દાદા ગુરુદેવ ચરિત્ર આ આચાર્યપદનો મહોત્સવ શેઠ તેજપાલ તથા તેમના ભાઈ રુદ્રપાલે હર્ષોલ્લાસપૂર્વક ઉજવ્યો હતો. તે મહોત્સવનું દશ્ય અતિ સુંદર તથા અવર્ણનીય હતું. સંપૂર્ણ નગર વિવિધ પ્રકારની ધ્વજાઓ તથા તોરણો વગેરેથી સજાયું હતું. અનેક પ્રકારનાં વાજિંત્રોનાં મધુર નાદથી આકાશ ગુંજી ઊઠયું હતું. ચકલે ને ચૌટે સધવા સ્ત્રીઓ મંગલ ગીતો ગાઈને ખુશી વ્યક્ત કરતી હતી. ચતુર્વિધ સંઘની ભીડથી સંપૂર્ણ પાટણનગર સંકીર્ણ થઈ ગયું હતું. યાચકોને પણ મન ઇચ્છિત સોનું, ચાંદી, હાથી, ઘોડા, વસ્ત્રો, અન્સ વગેરનાં દાન અપાયાં હતાં. આ મહોત્સવ દરમ્યાન સાધર્મિવાત્સલ્યનો પણ લાભ લીધો હતો. તેમને પોતાના ઘરે ૧૦૦ આચાર્યજી મ. સાહેબ, ૭૦૦ સાધુજી મ. સાહેબ તેમજ ૨૪૦૦ સાધ્વીજી મ. સાહેબને પ્રતિભાભી કામળી, વસ્ત્રાદિ વહોરાવ્યાં. આ પ્રમાણે તેજપાલ તથા રુદ્રપાલે ન્યાયપાર્જિત ધન ખુલ્લે હાથે ખર્ચને મહાફળ પ્રાપ્ત કર્યું હતું. આચાર્યપદના મહાન મંગલકારી પ્રસંગે અન્ય શહેરોના શ્રાવકોએ પણ વિપુલ ધનનું દાન કરી પુણ્ય ઉપાર્જન કર્યું. ભ્રમણ તથા જ્ઞાન પરિચય : આચાર્ય શ્રી જિનકુશલસૂરિ ગુરુદેવે ત્યાર પછી ઘણાં ગામડાં તથા શહેરોમાં ભ્રમણ કરી જૈન ધર્મની પ્રભાવનાનાં અનેક કાર્યો કર્યા. ક્રમશઃ તેઓ ભીમપલ્લી પંધાર્યા ત્યાં જ્ઞાનોપયોગથી શ્રી વિવેકસમુદ્રોપાધ્યાયનું આયુષ્ય શેષ નિકટ જાણીને ભીમપલ્લીથી વિહાર કરી પાટણ પધાર્યા. શ્રી વિવેકPage Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88