Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

Previous | Next

Page 55
________________ - જિન કલસરિજી પ્રથમ ગુરુદેવ યુગપ્રધાન શ્રીજિનદત્તસૂરિજી મ. સા. તથા બીજા ગુરુદેવ મણિધારી શ્રી જિનચંદ્રસૂરિજી મ. સા. પછી ત્રીજા દાદા ગુરુદેવ યુગપ્રધાન શ્રી જિનકુશલસૂરિજી મ. સા. નું નામ ઇતિહાસના પાના પર અમર થયેલું છે. જન્મ : * ભક્ત વત્સલ, પ્રગટપ્રભાવી આચાર્ય પ્રવર શ્રી જિનકુશલસૂરિજીનો જન્મ રાજસ્થાનના ગઢસિવાના ગામમાં સંવત ૧૩૩૭ માં થયો હતો. તેમના પિતાજીનું નામ શ્રી જેસલ (જલ્ડાગર) હતું. તેઓ છાજેડ ગોત્રિય હતા તથા રાજમંત્રી પણ હતા. માતાનું નામ જયંતશ્રી હતું. તેમનું જન્મ નામ કરમણકુમાર હતું. બાળપણ : . જ્યારે દસ વર્ષના થયા ત્યારે ગઢ સિવાનામાં ખરતરગચ્છાચાર્ય શ્રી જિનપ્રબોધસૂરિજીના પટ્ટધર કલિકાલકેવલી શ્રી જિનચંદ્રસૂરિશ્વરજીનું આગમન થયું. ગુરુદેવની વૈરાગ્ય યુક્ત અમૃતવાણી સાંભળી કરમણકુમારને વૈરાગ્ય ભાવના જાગૃત થઇ. નિઃસાર સંસારના સ્વરૂપને જોઈ સમજીને પોતાના જીવનને ત્યાગતપમય વ્યતીત કરવાનો મનમાં દઢ સંકલ્પ કર્યો. ઘરે જઈ માતાજી સમક્ષ સવિનય સંસાર ત્યાગનો વિચાર દર્શાવ્યો.

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88