Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

View full book text
Previous | Next

Page 39
________________ ૨૮ દાદા ગુરુદેવ ચરિત્ર નામના ગ્રંથનું અધ્યયન કર્યું. તેથી તેઓ આચાર્યશ્રીથી બહુ જ પ્રભાવિત થયા, અને આચાર્યશ્રીને આગ્રહ કરી અજમેરથી વિક્રમપુરમાં પ્રવેશ કરાવ્યો. શ્રાવકોની વિનંતિથી સૂરિજીએ ચોમાસું પણ ત્યાં જ કર્યું. તેમની વૈરાગ્યયુક્ત વીરવાણીના પ્રભાવથી અનેક શ્રાવકોએ દેશવિરતિ તથા સર્વવિરતિ ધર્મ ગ્રહણ કર્યો. દેલ્હણદેવી પણ પ્રતિદિન વ્યાખ્યાન શ્રવણ કરી પોતાના જીવનને ધન્ય માનતાં. માતા દેલ્હણદેવી સાથે તેમનો પુત્ર પણ ગુરુદેવના દર્શનાર્થે આવ્યો. તે બાળકને જોતાં જ ગુરુદેવને પોતાના જ્ઞાનબળથી બાળકમાં રહેલી પ્રતિભા તથા પ્રખરબુદ્ધિની જાણ થઈ. શુભલક્ષણયુક્ત તેજસ્વી બાળક જો દીક્ષિત થાય તો મહાવીરના શાસનને ચમકાવી દે. મહાપુરુષોની મનોગત ભાવનાને સફળ થતાં વાર નથી લાગતી. ધીરે ધીરે ગુરુદેવના સંપર્કથી બાળકનું મન વૈરાગી બની ગયું. ચાતુર્માસ પૂર્ણ થયા પછી દાદા ગુરુદેવ વિહાર કરી અજમેર પધાર્યા. ગુરુદેવના ચરણમાં સમર્પણ આ બાજુ બાળકે માતા-પિતા સમક્ષ સંસારત્યાગની વાત કરી અને અજમેરમાં વિરાજિત ગુરુદેવ પાસે જવાનો પોતાનો વિચાર વ્યક્ત કર્યો. પુત્રની વાત સાંભળી માતાપિતા દિમૂઢ થઈ ગયાં. પુત્રને તેના વિચારોથી વિમુખ કરવા માટે ઘણો પ્રયાસ કર્યો, પરંતુ દૃઢ મનોબળ તથા મજબૂત સંકલ્પબળને શિથિલ કરવા તેઓ અસમર્થ રહ્યાં. અંતે વિવશ થઈ પુત્રને અજમેરમાં ગુરુદેવના ચરણે લઈ ગયા. ત્યાં સંવત ૧૨૦૩ના ફાગણ સુદ - ૯ના શુભ દિવસે જેની છ વર્ષની ઉંમર હતી તે બાળકને ગુરુદેવ દીક્ષિત કર્યો.

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88