Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

View full book text
Previous | Next

Page 42
________________ દાદા ગુરુદેવ ચરિત્ર ૩૧ તે સમયે યુગપ્રધાન શ્રી જિનદત્તસૂરિજી ગુરુદેવના, હજારો સાધુ હતા. તે પૈકી કેટલાક પ્રકાંડ વિદ્વાન, આચાર્ય ઉપાધ્યાય, ગણિ વગેરે હતા પરંતુ અનુશાસન કરવાની શક્તિ બાલચાર્યમાં જ હતી. તેથી સર્વસંમતિથી ગચ્છસંચાલનનો બધો જ ભાર જિનચન્દ્રસૂરિજીને સોંપવામાં આવ્યો, જે તેમણે તેર વર્ષની લઘુ ઉંમરે આગવી સૂઝસમજ અને હિંમતથી નિભાવ્યો. સ્વાત્મકલ્યાણ સાથે સાધુ-સાધ્વીઓને પ્રતિબોધ વગેરે બાલાચાર્યએ અનેક નગરો (શહેરો), ઉપનગરો (કસ્બા) વગેરે પૃથ્વીતલમાં વિચરણ કરીને કેટલાય જીવોને પ્રતિબોધ આપ્યો. કેટલાક ઉન્માર્ગગામી પ્રાણીઓને સત્પંથ બતાવી તેમનું આત્મોત્થાન કર્યું. સ્વાત્મકલ્યાણની સાથે દેશભરમાં જૈન શાસન તથા ધર્મની પ્રભાવના ` કરી, કેટલાંયે જિનાલયોની પ્રતિષ્ઠાઓ તથા અનેક શ્રાવક-શ્રાવિકાઓને પ્રતિબોધ આપી દીક્ષિત બનાવ્યાં. આમ તેઓ જ્યાં જ્યાં પધાર્યા ત્યાં ત્યાં શ્રાવકશ્રાવિકાઓએ તેમનાથી પ્રભાવિત થઈ દીક્ષા અંગિકાર કરી જેથી તેમનો શિષ્યસમુદૃાય બહુ મોટો રહ્યો હતો અને સાધ્વીસમુદાયની સંખ્યા પણ અધિક હતી. તેમણે કેટલાય સાધુઓને યોગ્યતાનુસાર આચાર્ય, ઉપાધ્યાય, ગણિ, વાંચનાચાર્ય આદિ પદથી સુશોભિત કર્યાં. ગુરુ જિનદત્તસૂરિજીના સ્તૂપની પ્રતિષ્ઠા ક્રમશઃ યુગપ્રધાન શ્રી જિનદત્તસૂરિજી મ. સાહેબની સ્વર્ગભૂમિ અજમેરમાં પધાર્યા ત્યારે ત્યાં તેમના સ્તૂપની પ્રતિષ્ઠા કરાઈ.

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88