Book Title: Dada Gurudev Charitra Author(s): Muktiprabhashreeji Publisher: Vichakshan Smruti PrakashanPage 50
________________ દાદા ગુરુદેવ ચરિત્ર ૩૭ - આચાર્યશ્રી જિનચંદ્રસૂરિજીએ પોતાનું આયુષ્ય નિકટ જાણી ચતુર્વિધ સંઘની સમક્ષ પ્રાણીમાત્રથી ક્ષમાપના કરી અંતમાં અનશનાદિ અંતિમ આરાધના કરી સંવત ૧૨૨૩ ના દ્વિતીય ભાદરવા વદ - ૧૪ ના દિવસે સ્વર્ગે સિધાવ્યા. અંતસમયની બે ભવિષ્યવાણી અંત સમયે શ્રાવકો સમક્ષ સૂરિજીએ બે ભવિષ્યવાણી કરી હતી. (૧), મૃત્યુ પછી મારી અરથીને જ્યાં અગ્નિ સંસ્કાર કરવાનો હોય તે જ સ્થળે ઉતારજો. વચમાં ક્યાંય વિશ્રામ આપશો નહીં. (૨) બીજી ભવિષ્યવાણી એ હતી કે મારા પાર્થિવ શરીરનો અગ્નિ - સંસ્કાર કરો તે સમયે નજીકમાં દૂધથી ભરેલું પાત્ર રાખજો જેથી મારા મસ્તકમાં રહેલું પ્રભાવિક મણિરત્ન મસ્તકમાંથી નીકળી દૂધના પાત્રમાં સ્વતઃ ઊડીને પડશે. - વિશેષ : યુગપ્રધાન દાદાસાહેબ શ્રી જિનચંદ્રસૂરિજીના મસ્તકમાં અતિ કીમતી પ્રભાવિ મણિરત્ન બચપણથી જ ચમકતું દષ્ટિગોચર હતું તેથી તેમનું નામ “મણિધારી શ્રી જિનચંદ્રસૂરિજી' જગતમાં જાણીતું થયું. આજે પણ મણિધારીના નામથી જ તેમને ઓળખવામાં આવે છે. સ્વર્ગગમનથી સર્વત્ર શોકનું વાતાવરણ ૨૬ વર્ષની અતિ અલ્પ ઉંમરે ગુરુદેવના સ્વર્ગ ગમનથી સમસ્ત નગરમાં હાહાકાર મચી ગયો. સર્વત્ર શોકનું વાતાવરણPage Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88