Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

View full book text
Previous | Next

Page 48
________________ ૩૫ દાદા ગુરુદેવ ચરિત્ર પ્રત્યુત્તરમાં સૂરિજીએ કહ્યું કે આપની નગરી તો ધર્મયુક્ત છે. મને કોઈ અસુવિધા નથી. પરંતુ રાજાએ કહ્યું કે તો પછી જલ્દી પધારો, આપને કોઈ કષ્ટ યા બાધા નહીં થશે. મદનપાલ રાજાના અત્યન્ત અનુરોધના કારણે સૂરિજીને દિલ્હી શહેર તરફ વિહાર કરવો પડયો. પરંતુ સ્વર્ગીય ગુરુદેવ શ્રી જિનદત્તસૂરિજીની દિલ્હી વિહારની આજ્ઞા ઉલ્લંઘનનો મનમાં ભારે અફસોસ હતો છતાં ભવિતવ્યતાને આધિન થવું પડયું. દિલ્હી નરેશ્વરે આચાર્ય શ્રી જિનચન્દ્રસૂરિજીના નગર પ્રવેશના ઉપલક્ષમાં પૂરી નગરી તોરણો અને પતાકાઓથી સુંદર સજાવી હતી. વિવિધ પ્રકારનાં વાજિંત્રોનાં નાદથી આસમાન ગુંજી ઊઠયું હતું. ચલે ને ચૌટે સધવા સ્ત્રીઓ મંગળ ગીતો ગાવા લાગી હતી. લાખો મનુષ્ય સ્વાગત માટે એકત્રિત થયાં હતા. પ્રત્યેકનાં હૃદય આજે અનોખી ખુશી અનુભવી રહ્યાં હતાં. જ્યારે નગરીના રાજા સ્વયં ગુરુ મહારાજનું સામૈયું કરે તોં જનતાને તો વિશેષ આનંદ થઈ રહે ને ? . ગુરુ મહારાજનો નગર પ્રવેશનો મંગલ મહોત્સવ અભૂતપૂર્વ તેમજ દર્શનીય હતો. સૂરિજીની સાથે સાથે મદનપાલ રાજા પણ ચાલતા હતા જેથી મહોત્સવ વિશેષ દર્શનીય બની ગયો હતો. આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે બાલ આચાર્યશ્રી જિનચંદ્રસૂરિજી અલૌકિક પ્રતિભાસંપન્ન હતા.

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88