Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

View full book text
Previous | Next

Page 46
________________ ૩૩ દાદા ગુરુદેવ ચરિત્ર નજીક સંધે પડાવ નાખ્યો હતો. અચાનક સંઘને ખબર પડી. કે કેટલાક ડાકુઓ ઉપદ્રવ કરતા અહીં આવી રહ્યા છે. યાત્રીસંઘમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું. સંઘની ભયથી વ્યાકુલ અવસ્થા જોઈને આચાર્યશ્રીએ કહ્યું કે ગભરાશો નહીં, તમે બધા એક સ્થાન ઉપર એકત્રિત (ભેગા) થઈ જાઓ. ઊંટ, ઘોડા, બળદ વગેરે પશુઓને પણ એક સ્થાને ઊભાં રાખો અને પોત-પોતાના ઈષ્ટદેવોનું સ્મરણ કરો. દાદા ગુરુદેવ શ્રી જિનદત્તસૂરિજી બધાની રક્ષા કરશે. પછી ગુરુદેવે પોતાના દંડાથી મંત્રોચ્ચારપૂર્વક સંઘની ચારે બાજુ કોટના આકાર જેવી રેખા ખેંચી દીધી. યાત્રીઓએ ઘોડા પર બેઠેલા હજારો ડાકુઓને જોયા પરંતુ ડાકુઓએ સંઘને જોયો નહીં. તેઓ કોટને જોતા જોતા ત્યાંથી નીકળી ગયા. યાત્રીસંઘ નિર્ભીક થઈ ગયો. દાદા ગુરુદેવના મંત્રબળની અદ્ભુત શક્તિ જોઈને બધા ચમત્કૃત થયા. આચાર્યશ્રીની સાથે સંઘ નિર્વિઘ્ન દિલ્હી શહેરની નજીક પહોચ્યો. દિલ્હીના સંઘને સૂરિજી પધાર્યાની સૂચના મળતાં સર્વત્ર ખુશી વ્યાપી ગઈ. દિલ્હી સંઘના પ્રમુખ શ્રાવકો મહોત્સવપૂર્વક આચાર્ય મહારાજના વંદનાર્થે ગયા. તે સમયે દિલ્હી શહેરમાં મદનપાલ નામે રાજા રાજ્ય કરતા હતા. રાજમહેલના ઝરૂખે બેઠેલા મદનપાલ રાજાએ ઉત્સવપૂર્વક વંદના કરવા જતા શ્રાવકોને જોયા. રાજાએ પોતાના પ્રધાન અધિકારીઓને પૂછ્યું કે સુંદર વસ્ત્રાભૂષણથી સજ્જ અને મહોત્સવપૂર્વક નગરના પ્રમુખ લોક ક્યાં જાય છે ? ત્યારે તે લોકોએ કહ્યું કે અનેક ગુણાલંકૃત વિશિષ્ટ શક્તિશાળી,

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88