Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

View full book text
Previous | Next

Page 43
________________ ૩ર. દાદા ગુરુદેવ ચરિત્ર ત્યાંથી જિનચન્દ્રસૂરિ બાલાચાર્ય નરપાલપુર પધાર્યા. ત્યાં એક ગર્વિષ્ઠ અને જ્યોતિષશાસ્ત્રના અલ્પ અભ્યાસીની તેમને મુલાકાત થઈ. આચાર્યશ્રીનો તેની સાથે વાદ-વિવાદ થયો. અહંકારી જ્યોતિષ નિરુત્તર થયો અને સૂરિજીની જીત થઈ. - વિચરણ કરતા કરતા આચાર્યશ્રી રૂદ્રપલ્લી પધાર્યા. ત્યાં પદ્માચાર્ય નામના ચૈત્યવાસી સાથે રાજદરબારમાં વિદ્વત વર્ગની હાજરીમાં અનેક પ્રશ્નોત્તર થયા. પદ્માચાર્ય ઈર્ષ્યા અને અહંકારને વશ થઈ વારંવાર ઉન્મત્ત થઈ જતા હતા. ક્રોધાવેશથી તેમની મુખાકૃતિ પણ વિકૃત બની જતી હતી. પરંતુ સામે તો વિનય તથા શિષ્ટાચારની સાક્ષાત્ મૂર્તિરૂપ બાલાચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજી ઉપસ્થિત હતા તેથી પદ્માચાર્યને ક્રોધ શાંત કરે જ છૂટકો હતો. તેમના પ્રત્યેક પ્રશ્નના ઉત્તરો શ્રી જિનચંદ્રસૂરિજી સરલ, અને વિનયથી સહજતાપૂર્વક તથા શાંતિ અને સ્વસ્થતાપૂર્વક આપતા હતા. આ બંને આચાર્યોનો શાસ્ત્રોક્ત વાદવિવાદ સાંભળવા મોટો જનસમુદાય એકત્રિત થયો હતો અને પ્રત્યેક પરિણામની પ્રતીક્ષા કરતા હતા. અહંકારી અને ક્રોધી વ્યક્તિ ગમે તે ક્ષેત્રમાં ક્યારેય પણ સફળ થતો નથી તે ન્યાયે પદ્માચાર્ય રાજસભામાં બધા સમક્ષ પરાજિત થયા. ગચ્છનાયક બાલાચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજીની વિદ્વત્તા, વાકચાતુર્યતા તેમજ જનતા તેમના મૌલિક ગુણોની પ્રશંસા મુક્ત કંઠે કરવા લાગી. દરબાર તરફથી આચાર્યશ્રીને સન્માનપૂર્વક વિજય-પત્ર આપવામાં આવ્યું. શ્રી સંઘે પણ તેમના વિજયના ઉપલક્ષમાં બહુ મોટો મહોત્સવ કર્યો. આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજી મ. સાહેબ એક સમય શ્રી સંઘની સાથે જઈ રહ્યા હતા. માર્ગમાં બોરસિદાન ગામ

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88