Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

View full book text
Previous | Next

Page 38
________________ - મણિધારી શ્રીજિનચંદ્રસારિજી મ. સાહેબ છે જંગમ યુગપ્રધાન ખરતરગચ્છાચાર્ય શ્રી જિનદત્તસૂરિજી દાદા ગુરુદેવ પછી મણિધારી શ્રી જિનચંદ્રસૂરિજીનું નામ ઈતિહાસના પાને અતિ આદરથી લેવાયું છે. તેમનું જીવન અત્યંત પ્રભાવશાળી, યશસ્વી તેમજ ઉત્કૃષ્ટ ચારિત્રયુકત હતું. જન્મ - દાદા સાહેબ શ્રી જિનચંદ્રસૂરિ ગુરુદેવનો જન્મ સંવત ૧૧૯૭માં ભાદરવા સુદ-૮ના શુભ દિવસે જેસલમેરની નજીક વિક્રમપુરનગરમાં થયો હતો. તેમના પિતાજીનું નામ શાહ રાસલ હતું. તેઓ સુખી, સંપન્ન તથા પ્રતિષ્ઠિત નગરશેઠ હતા. તેમના માતાજીનું નામ દેલ્હણદેવી હતું. તેઓ પણ સુશીલ અને સુસંસ્કારી હતાં. બાળપણ અને સંસ્કાર જિનચંદ્રસૂરિ ગુરુદેવ જન્મથી જ સુંદર આકૃતિવાળા, સુડોળ સુકુમાર કાયાવાળા તથા અલૌકિક પ્રતિભાસંપન્ન અને બુદ્ધિનિધાન હતા તેથી તેઓ અનેકોના પ્રિયપાત્ર બની ગયા હતા. દેવ, ગુરુ તથા ધર્મ પ્રત્યેની ભકિત પણ તેમનામાં અપ્રતિમ, અપૂર્વ હતી. આ બધા સંસ્કાર તેમને તેમનાં માતાપિતા તરફથી વારસામાં મળ્યા હતા. માતા સાથે વ્યાખ્યાન-શ્રવણ અને વૈરાગ્યભાવ - એક વખત મેહર, વાસલ આદિ શ્રાવકોએ ખરતરગચ્છાચાર્ય યુગપ્રધાન શ્રીજિનદત્તસૂરિજી દ્વારા રચિત ચર્ચરી

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88