Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

Previous | Next

Page 36
________________ ૨૫ દાદા ગુરુદેવ ચરિત્ર જ્યારે આચાર્યના પાર્થિવ શરીરનો અગ્નિ-સંસ્કાર કર્યો ત્યારે તેમના શરીર પર પહેરેલાં વસ્ત્ર (ચાદર, ચોલપટ્ટો તથા મુહપત્તી) બળ્યાં નહીં અને તે વસ્ત્ર ત્યાંથી ઊડીને ગુજરાતના જ્ઞાનભંડારમાં જઈને પડ્યાં. આજે પણ તે વઓ જેસલમેરના જ્ઞાનભંડારમાં સુરક્ષિત છે. આચાર્યશ્રીના જીવનની આ પણ એક અદ્ભુત અને ચમત્કારી ઘટના છે. જેસલમેર તીર્થમાં આ પવિત્ર વસ્ત્રોનાં હજારો નરનારી આજે પણ દર્શન કરે છે અને વાસક્ષેપ ચઢાવે છે. આચાર્ય ગુરુદેવના સંબંધમાં બનેલી પૂજાઓ તથા બીજા ગ્રંથોમાં સ્પષ્ટ લખેલું છે કે : ! દાદા ગુરુદેવ એક અવતારી છે. એક દેવે મહાવિદેહ ક્ષેત્રમાં જઈને સીમંધર સ્વામીને પૂછયું, ભગવત્ત ખરતરગચ્છાચાર્ય જિનદત્તસૂરિ' હમણાં કયાં છે ? ત્યારે સીમંધર સ્વામીએ કહ્યું કે, આચાર્યશ્રી જિનદત્તસૂરિજી મહારાજ પહેલાં સૌધર્મ દેવલોકમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળા મહર્ધિક દેવ થયા છે. ત્યાંથી આવીને તેઓ મહાવિદેહમાં મનુષ્યપણે ઉત્પન્ન થશે અને ત્યાંથી મોક્ષમાં પધારશે. આ પ્રમાણે એક વખત જન્મ લેનાર એકાવતારી આચાર્યશ્રી જિનદત્તસૂરિજી મ. સાહેબ દાદા ગુરુદેવના નામથી જગપ્રસિદ્ધ થયા. આવા મહાન ગુરુદેવના સ્મરણમાં અપાર શકિત રહેલી છે. તેમના નામસ્મરણથી અનેક ભકતોનાં સંકટ દૂર થયાં છે. દરેક પૂર્ણિમા અને સોમવારના દિવસે અનેક ભકતોને તેઓએ દર્શન આપ્યાં છે. અને વર્તમાનમાં પણ દર્શન આપે છે.

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88