Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

Previous | Next

Page 34
________________ દાદા ગુરુદેવ ચરિત્ર ૨૩ પાસે લઈ ગયા અને પુત્રની દૃષ્ટિ સંબંધી વાત કરી. ગુરુદેવે ભાવિ લાભ જાણી- શેઠના પુત્રને દૃષ્ટિ આપી. શેઠ તથા તેમનો પુત્ર બન્નેય પ્રસન્ન થયા. ત્યાર પછી શેઠે ગુરુદેવની પ્રેરણાથી જૈન શાસનની પ્રભાવનાનાં અનેક મહત્ત્વપૂર્ણ કામ કર્યા. સુલતાનના શાહજાદાનું સર્પ-વિષ હર્યું એક સમયે ભરુચ નગરના સુલતાનના શાહજાદાને ભયંકર સર્પ કરડયો. અનેક ઔષધોપચાર કરાવ્યા, કેટલાય મંત્રવિદો તથા ગારૂડિયાઓને બોલાવ્યા. બધાએ સર્પનું ઝેર ઉતારવા માટે ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ બધા જ પ્રયત્નો નિષ્ફળ થયા. છેવટે તેને મરેલો સમજી સ્મશાને લઈ ગયા, એ જ સમયે કોઈ એક વ્યકિત પાસેથી ગુરુદેવના મહિમાનું વર્ણન સાંભળીને સુલતાનના પુત્રને ગુરુદેવની પાસે લઈ ગયા. ગુરુદેવે પોતાના તપના પ્રભાવથી તેના વિષનું હરણ કર્યું, જેથી શાહજાદો નિર્વિષ બની સ્વસ્થ થયો અને ગુરુદેવનો પરમભકત બન્યો. અજૈનને જૈન બનાવી મુખ્ય ૫૮ ગોત્ર સ્થાપ્યાં • આચાર્યશ્રી જિનદત્તસૂરિજીએ બ્રાહ્મણ, વૈશ્ય, માહેશ્વર, ક્ષત્રિય, કાયસ્થ વગેરે જાતિની એક લાખ ત્રીસ હજાર (૧,૩૦,૦૦૦) વ્યકિતઓને જૈન બનાવી તેઓને ભંસાલી, બાફના, બોથરા, સાવણસુખા, ચોરડિયા, માલુ, પારેખ, ગોલેછા આદિ અનેક પ્રમુખ ગોત્રોમાં સ્થાપી ઓસવાલ જૈન જાતિમાં સમાવ્યાં. આ ઉપરાંત બીજાં અનેક ગોત્રોની સ્થાપનાં આચાર્યશ્રી દાદા ગુરુદેવે કરી હતી. તેમણે મુખ્ય અઠ્ઠાવન (૫૮) ગોત્રો સ્થાપ્યાં હતાં. આજે પણ આ ગોત્રો ચાલુ છે. +

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88