Book Title: Dada Gurudev Charitra
Author(s): Muktiprabhashreeji
Publisher: Vichakshan Smruti Prakashan

View full book text
Previous | Next

Page 35
________________ ૨૪ 'દાદા ગુરુદેવ ચરિત્ર રાજાઓને ધર્માનુયાયી તથા અનેકને મોક્ષગામી યુગપ્રધાન શ્રી જિનદત્તસૂરિજી મ. સાહેબે અજમેરનાં ચૌહાણરાજા, અરણોરાજા, સિંહોજી, સામોજી, કુમારપાળ, યાદવરાજા તથા બીજા અનેક મોટા મોટા રાજાઓને પ્રતિબોધ આપી જૈન ધર્માનુયાયી બનાવ્યા, અનેક વ્યકિતઓને સમ્યકત્વ આપી મોક્ષમાર્ગગામી બનાવ્યા હતા. આચાર્યશ્રીનું સંપૂર્ણ જીવન જૈન શાસનની પ્રભાવનામાં, વીર વાણીના પ્રચાર-પ્રસારમાં પસાર થયું હતું. ' સાહિત્યસેવામાં પણ આપે મહત્ત્વપૂર્ણ અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે. સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી વગેરે અનેક ભાષાઓમાં ઘણાં બધા મૌલિક તથા ઉચ્ચકોટિના ગ્રંથો આપે લખ્યાં છે. આજે પણ તેમના ઘણા બધા ગ્રંથો ઉપલબ્ધ છે. - પૂજય આચાર્યશ્રી જિનદત્તસૂરિજી ગુરુદેવે સ્વહસ્તે શ્રી જિનચંદ્રગણિ મ. સાહેબને, જેમના મસ્તકમાં દિવ્યમણિ ચમકતું હતું તેમને આચાર્યપદ આપ્યું. બીજા પણ અનેક યોગ્ય સાધુઓને ગણિપદ, યોગ્ય સાધ્વીજીઓને મહત્તરાપદથી સુશોભિત કર્યા હતાં. અંત સમય સુધી આચાર્યશ્રીએ જૈનશાસનની અભૂતપૂર્વ સેવા કરતાં કરતાં ૭૯ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વિક્રમ સંવત ૧૨૧૧ના અષાડ સુદ ૧૧ અને ગુરુવારે અજમેર નગરમાં અનશન કરીને સ્વર્ગે સિધાવ્યા.

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88